Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Friday, 24 November 2017

વેદ માતા ગાયત્રીની ઉત્પત્તિ - 1

વેદ માતા ગાયત્રીની ઉત્પત્તિ - 1


          વેદનો અર્થ  જ્ઞાન . જ્ઞાનના ચાર વિભાગ છે ૠક, યજુ:, સામ અને અથર્વ . કલ્યાણ પ્રભુપ્રાપ્તિ, ઈશ્વરદર્શન, દિવ્યત્વ, આત્મશાંતિ, બ્રહ્મનિર્માણ, ધર્મભાવના, કર્તવ્યપાલન, પ્રેમ, તાપ, દયા ઉપકાર, ઉદારતા સેવા આદિનો 'ૠક્' માં સમાવેશ્ગ થાય છે . પરાક્રમ, પુરુષાર્થ, સાહસ, વીરતા, રક્ષણ, આક્રમણ, નેતૃત્વ, યશ, વિજય, પદ, પ્રતિષ્ઠા એ બધા 'યજુ:' માં આવે છે . મનોરંજન, સંગીત, કળા, સાહિત્ય, સ્પર્શેન્દ્રીયોના સ્થૂળ ભોગોનું ચિંતન, પ્રિય, કલ્પના, રમતો, ગતિશીલતા, રૂચી, તૃપ્તિ આદિને 'સામ' માં સ્થાન આપવામાં આવ્યું છે . ધન, વૈભવ, વસ્તુઓનો સંગ્રહ, શાસ્ત્ર, ઔષધી, અન્ન, વસ્ત્ર, ધાતુ, ગૃહ, વાહન આડી સુખસાધાનોની સામગ્રીઓ એ 'અથર્વ' નાં પ્રદેશમાં આવે છે .
          કોઈ પણ જીવતા પ્રાણી ને લો, એની સુક્ષ્મ અને સ્થૂળ, બહારની અને અંદરની ક્રિયાઓ અને કલ્પનાઓનું ગંભીર અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરો, તો તમને જણાશે કે આ ચાર ક્ષેત્રોમાં જ એની સમસ્ત ચેતના પરિભ્રમણ કરી રહી છે (1) ૠક-કલ્યાણ (2) યજું:-પૌરુષ (3) સામ-ક્રીડા (4) અથર્વ-અર્થ . આ ચાર દિશાઓ સિવાય પ્રાણીઓ ની ગ્યાન્ધારા બીજે ક્યાય પ્રવાહિત થતી નથી . ૠક્ ને ધર્મ, યજું: ને મોક્ષ, સામને કામ અને અઠર્વાને અર્થ પણ કહેવામાં આવે છે . એજ બ્રહ્માજીના ચાર મુખ છે . બ્રહ્માને ચતુર્મુખ એટલા માટે કહે છે કે, એ એકમુખ હોવા છતાં પણ ચાર પ્રકારની જ્ઞાનધારા નું નિષ્ક્રમણ કરે છે . વેદ શબ્દનો અર્થ છે 'જ્ઞાન' . એ રીતે એકજ છે, પરંતુ એક હોવા છતાં પણ પ્રાણીઓના અંતઃકરણ તે ચાર પ્રકારે જોવામાં આવે છે . એ માટે વેળા ને સગવડ ખાતર ચાર ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે . ભગવાન વિષ્ણુની ચાર ભુજાઓ પણ એજ છે . આ ચાર વિભાગોને ક્રમ પ્રમાણે સમજાવવા ચાર આશ્રમો અને ચાર વર્ણોની વ્યવસ્થા કરવામાં આવી છે . બાળક ક્રીડાવસ્થામાં, તરુણ અર્થાવસ્થામાં, વાનપ્રસ્થ પૌરુષાવસ્થામાં અને સન્યાસી કલ્યાણવસ્થામાં રહે છે . બ્રાહ્મણ ૠગ્ છે, ક્ષત્રીય યજું: છે, વૈશ્ય અથર્વ છે, શુદ્ર સામ છે . આ પ્રકારે વેદના ચાર ભાગ પાડવામાં આવ્યા છે .
           ચારે પ્રકારનું જ્ઞાન એકજ ચૈતાન્ય્શક્તિ નું પ્રસ્ફૂરણ છે . એને સૃષ્ટિના આરંભ માં જ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી હતી અને એને જ શાસ્ત્રકારોએ ગાયત્રી એવું નામ આપ્યું છે . આ પ્રમાણે ચાર વેદની માતા ગાયત્રી થઇ . તેથી એને વેદમાતા પણ કહેવામાં આવે છે . જેમ જલતત્વ બરફ, વરાળ, (વાદળ, ઝાકળ આદિ) વાયુ (હાઈડ્રોજન, ઓક્શીજન) તથા પાતળા પાણીના રૂપમાં, એમ ચાર રૂપોમાં જોવામાં આવે છે, જેમ અગ્નિતત્વ જ્વાલા ગરમી, પ્રકાશ તથા ગતિના રૂપમાં જોવામાં આવે છે, એજ પ્રકારે એક 'જ્ઞાન ગાયત્રી' નાં ચાર રૂપોમાં દર્શન કરવામાં આવે છે . ચાર વેદો તો ગાયત્રી માતાના ચાર પુત્રો છે .
          આ તો થયું સુક્ષ્મ ગાયત્રીનું, સુક્ષ્મ વેદ્માતાનું સ્વરૂપ . હવે તેના સ્થૂળ રૂપનો વિચાર કરીશું . બ્રહ્માએ ચાર વેદની રચના કરતા પહેલા ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી। એ એક મંત્ર્નેક એક અક્ષરમાં એવા સુક્ષ્મ તત્વો સમાવવામાં આવ્યા, જેમના પલ્લવિત થયા પછી ચાર વેદોની શાખા, પ્રશાખાઓ તથા શ્રુતિઓ ઉત્પન્ન થઇ . એક વડના બીજના  ગર્ભમાં વાળનું મહાન વૃક્ષ છુપાયેલું હોય છે . જ્યારે એ બીજ રોપના રૂપમાં ઉગે છે,  વૃક્ષના રૂપમાં મોટું થાય છે, ત્યારે એ અસંખ્ય ડાળીઓ, પાંદડા, ફળ ફૂલ આદિથી લડાઈ જાય છે . એ બધાનો એટલો મોટો વિસ્તાર થાય છે કે એ વિશાલ વૃક્ષ વાદ્બીજ્ના કરતા કરોડો, અબજો ગણું મોટું થાય છે . ગાયત્રીના 24 અક્ષરો પણ એવુજ બીજ છે, જે પ્રસ્ફુટિત થઈને વેદોના મહા વિસ્તારના રૂપમાં પ્રગટ થયું છે .
          વ્યાકરણ શાસ્ત્રનો ઉદ્ગમ શંકરજીના એ ચૌદ સુત્રો છે, જે એમના દમાંરુમાથી નીકળ્યા હતા . એક વાર મહાદેવજીએ આનંદમગ્ન થઈને પોતાનું પ્રિય વાદ્ય ડમરું વગાડ્યું . એ ડમાંરુ માથી  ચૌદ ધ્વની નીકળ્યા . એ (અ ઈ ઉ ણ, ૠલૃક્, એઓડ્, ઐઔચ, હયવરટ, લણ  વગેરે) ચૌદ સુત્રોને આધારે પાણીની મુનીએ  રચ્યું . એ રચના થયા પછી એની વ્યાખ્યાઓ થતા આજે એટલું મોટું વ્યાકારાન્શાસ્ત્ર તૈયાર થયું છે, જેનું એક મોટું સંગ્રહાલય બની શકે . ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોમાંથી આ રીતે વૈદિક સાહિત્યના અંગઉપાંગો નો જન્મ થયો છે . ગાયત્રી સૂત્ર છે, તો વૈદિક ૠચાઓ એની વિસ્તૃત વ્યાખ્યાઓ છે . 
-----  (ગાયત્રી મહાવિજ્ઞાન - વેદમૂર્તિ તપોનિષ્ઠ પં શ્રીરામ શર્મા આચાર્ય )

No comments:

Post a Comment

મૂળ વેદ ગ્રંથો કયા?

મૂળ વેદ ગ્રંથો કયા? જ્યાં એક બાજુ આપણાં ઋષિઓએ વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર અનેક વૈદિક સાહિત્યો અને ગ્રંથોનું રચના કરી છે, ત્યાં બીજી બ...