Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Friday, 24 November 2017

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા


વેદોમાં હિંસાપરક પ્રક્રિયા નો નિષેધ -યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા
વેદોમાં હિંસાપરક પ્રક્રિયા નો નિષેધ -યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા  
આજે વિધિ ની વક્રતા એ છે કે આપણે આપણી જાતને હિંદુ કહેવડાવીએ છીએ પણ અને એવું સમજીએ છીએ કે રોજ સવારે અને સાંજે ઘરમાં દીવો - અગરબત્તી કરી દીધા ભાગનની મૂર્તિ કે ફોટા પર ફૂલ ચઢાવી દીધા એટલે આપનું હિન્દુત્વ સાબુત આપણે હિંદુ તરીકેની ફરજ પૂરી કરી દીધી . આ થી વધી આપણે કોઈ મંદિરમાં જઈ સોમવારે શંકર ભગવાનને દૂધ અને પાણી રેડી દીધું, ગુરુવારે શ્રી જલારામ બાપાના કે શ્રી સાઈ બાબા ના મંદિરમાં જઈએ શનિવારે હનુમાનજી ને તેલ અડદ અને આંકડો ચઢાવ્યા એટલે આપણી ફરજ પૂરી .
નાં નાં અને નાં ફરજ અહી પૂરી થતી નથી કારણ આપણે કેટલા ને ખબર છે કે યજ્ઞ કેવી રીતે થાય પૂજા કેવી રીતે થાય એને વિશેની જે ખોટી માન્યતાઓ છે જેને આપના કરતા હિંદુ ધર્મ સિવાયના લોકો એની મજાક કરે છે કે તમારે તો આમ તમારે તો તેમ . આવા સમયે આપ શું કરી શકો કઈ ની અને પછી ગાળો દેવાની આપના વિદ્વાનો ને આપના શાસ્ત્રોને પણ કોઈ વાર એ શું છે વાસ્તવિકતા શું છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે ? મોટા ભાગના લોકો નાં માજ જવાબ આપશે . એનું એકજ કારણ છે આપણે હંમેશા બધી વસ્તુ તૈયાર લેવાની અડત પાડી દીધી છે, કથાકારો સંતો જે કહેશે એને માની લેવાનું અંધાલા થઈને શા માટે એ વાતો નો યથાર્થ શું છે એ જાણવાનો પ્રયત્ન નથી કરતા .
આજે  હું અહી એક પ્રયાસ કરું છું કે અમુક બાબતો જેવી કે આજકાલ સંપૂર્ણ વિશ્વમાં લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે ત્યારે આપણે મોટે પાયે માંસાહારને સ્વીકારી રહ્યા છીએ અને જ્યારે એ વિષે કશું કહેવામાં આવે ત્યારે એવો તર્ક આપવામાં આવે કે આપના શાસ્ત્રો માં પણ લખ્યું છે કે યજ્ઞો માં અને આપના પૂર્વજો પણ માંસાહાર કરતા હતા જે તદ્દન જુઠ્ઠાણું છે એ શું છે એ વિષે થોડી જાણકારી આપવાનો પ્રયાસ કરીશ આશા છે તમે એને વાંચશો અને સમજવાનો પ્રયત્ન કરશો .


યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ -- 1
યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ -- 1
          લૌકિક સંદર્ભમાં સંજ્ઞાઓ, સંબોધનોનો મોટો ભાગનો ઉપયોગ, વ્યક્તિ પરાક અથવા જતીપારક થાય છે . જેમ કે 'ઇન્દ્ર' થી કોઈ વ્યક્તિ અથવા દેવતાનું નામ અને 'ગૌ' અથવા 'અશ્વ' થી, જાતી વિશેષવાળા  પશુઓના નામની જાણકારી મળે છે, પરંતુ વેદનો ક્રમ એનાથી જુદો છે . ત્યાં સંજ્ઞાઓ ગુનાવાચક યા ભાવવાચક અર્થોમાં વપરાય છે . વ્યક્તિ અથવા જાતિવાચક અર્થ એના માટે તો થઇ શકે છે પરંતુ એ અર્થ, વેદમંત્રોના સ્વાભાવિક પ્રવાહમાં સ્થાપિત થઇ શકતા નથી .
          યજુર્વેદમાં સ્થાને-સ્થાને દેવતાઓ, ગૌ, અશ્વ, વાજી, અજા, આવી, ઇષ્ટકા વગેરે સંબોધનો વપરાયા છે . એ બધા અનેકાર્થક શબ્દ છે, તથા એમના જો ગુણ કે ભાવ પરાક અર્થ લેવામાં આવે, વ્યક્તિ અથવા વસ્તુપરક અર્થોનો પૂર્વાગ્રહ ન રાખવામાં આવે, તો વેદમંત્રોના અર્થ વધારે સ્વાભાવિક અને ગરિમામય બની જાય છે . કેટલાક સમીક્ષાત્મક ઉદાહરણો દ્વારા આ તથ્ય સુવિધાપૂર્વક સમજી શકાય છે .
દેવતા-
          આજની ધારણા એવી છે કે, ઇન્દ્ર, યમ, વિષ્ણુ, રુદ્ર વગેરે કોઈ સુક્ષ્મ દેહધારી દેવતા છે . પૌરાણિક સંદર્ભમાં એ માનવામાં આવે તો બરાબર પણ છે, પરંતુ વેદમાં તો એમને વિશિષ્ટ શક્તિધારાઓ - દિવ્ય પ્રવૃત્તિઓના રૂપમાં લેવામાં આવેલ છે .
          કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ ઘરમાં સ્વામી, કાર્યક્ષેત્રમાં ડોક્ટર અથવા વકીલ તથા રમતના મેદાનમાં ખેલાડી અથવા કેપ્તાન્ના સંબોધનથી બોલાવી શકાય છે . એકજ વ્યક્તિને માટે અલગ અલગ સંબોધન ખોટા કહી શકાતા નથી, એ પ્રમાણે વેદમાં એકજ શક્તિધારાને  વિભિન્ન ભૂમિકાઓમાં વિભિન્ન દેવ્પારક સંબોધનથી સંબોધિત કરવામાં આવે છે . જેમ સૂર્યને ક્યાંક ઇન્દ્ર (સૌરમંડળને બાંધીને રાખનારા) ક્યાંક પૂષા (પોષણ આપનાર), ક્યાંક રુદ્ર (તેજથી રડાવનારા) કહેવામાં આવે છે, તો કોઈપણ સંબોધન અનર્થક નહિ કહેવાય, અગ્નિને અનેક જગ્યાએ 'જાતાવેધ' (ઉત્પન્ન કરવાના વિશેષજ્ઞ), ક્યાંક પૂષા (પોષણ દેનાર). ક્યાંક યમ (અનુશાસન બનાવનાર) કહેવામાં આવેલ છે . બધા સંબોધન યુક્તિ સંગત છે .
          દેવતાઓને પ્રાણની વિભિન્ન ધારાઓના રૂપમાં માનવામાં આવેલ છે . - प्राणा वै देवा मनुजाताः (मनोजाता मनोयुजः) (તૈતરીય સંહિતા 6.1.4.5; કાઠક સંહિતા 2.3.5) પ્રાનાજ દેવગણ છે, (જે) માંથી ઉત્પન્ન અને એની સાથે સંયુક્ત છે . प्राणा वै देवा धिष्ण्यास्ते हि सर्वा धिया इष्णन्ति (શતપથ બ્રાહ્મણ 7.1.1.24) 'પ્રાણ' જ ધિષ્ણય દેવ છે, કારણ કે, આ (પ્રાણ) બુધ્ધીઓને પ્રેરિત કરે છે . प्राणा वै देवा द्रविणोदाः (શતપથ બ્રાહ્મણ 6.7.2.3) ધન આપનારા દેવ આ પ્રાણ છે . प्राणा वै मरीचिपाः | तानेव प्रीणाति (કાઠક સંહિતા 27.1) પ્રાનાજ તેજસ નું રક્ષણ કરનારા છે (અને) એમનેજ  પ્રસન્નતા (સમૃદ્ધિ) પ્રદાન કરે છે . प्राणेन वै देवा अन्न्मदन्ति | अग्निरु देवानां प्राणः (શતપથ બ્રાહ્મણ 10.1.4.12) પ્રાણના માધ્યમથી દેવગણ અન્ન ગ્રહણ કરે છે . 'અગ્નિ' દેવોનો પ્રાણ છે . प्राणैर्वे देवा स्वर्गं  लोकमायन् (જૈમિનીયશતપથ બ્રાહ્મણ 14.6. બ્રાહ્મણ 2.301) પ્રાણો દ્વારાજ દેવગણ સ્વર્ગમાં પહોંચ્યા . प्राण एव सविता (શતપથ બ્રાહ્મણ 12.9.1.16) પ્રાણજ  સવિતા છે .ऐनद्रः खलु दैवतया प्राणः (તૈતરીય સંહિતા 6.3.11.2) દેવતાના રૂપમાં પ્રાણ જ ઇન્દ્ર છે . प्राणेन यज्ञः सन्नतः (મૈત્રાયણી સંહિતા 4.6.2) પ્રાણના દ્વારાજ સતત યજ્ઞ ચાલતો રહે છે . तस्मात्  प्राणा देवताः (શતપથ બ્રાહ્મણ 7.5.1.21). એટલા માટે પ્રાણજ  દેવ છે . प्राणो वै रुद्राः (જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ 4.2.1.6) પ્રાણ જ રુદ્ર છે . प्राणा वै साध्या देवाः (શતપથ બ્રાહ્મણ 10.2.2.3) પ્રાણ જ સાધ્ય દેવ છે . प्राणो वै ब्रह्म (શતપથ બ્રાહ્મણ 14.6.10.2) પ્રાણ જ બ્રહ્મ (વ્યાપક શક્તિ) છે .
          વેદમાં યજ્ઞીય ઉપકરણો (સાધનો) ને પણ, દેવ્પારક સંજ્ઞા આપી છે . ઉપકરણો માં રહેલ વિશેષતાના રૂપમાં, એ એક વિશિષ્ટ ચેતનાશક્તિ નાં દર્શન કરે છે . એજે ચેતનશક્તિ એમને , અનેક સ્થળો પર સમ્વ્યાપ્ત દેખાય છે . જે હોય તે, પણ તેઓ એ દેવશક્તિનો મહિમા વ્યક્ત કરવા લાગે છે . જેમકે 'ઈષ્ટિકા' નો સીધો અર્થ છે - ઈંટ, પરંતુ વેદની દ્રષ્ટિમાં 'ઈષ્ટિકા' કોઈપણ નિર્માણનું એકમ છે . तत् यदिष्टात्   समभवस्तस्माद्  इष्टकाः (શતપથ બ્રાહ્મણ 6.1.2.22) જોકે તે ઇષ્ટ (ચેતના અથવા પદાર્થ) થી બનેલ છે, એટલે ઇષ્ટકા છે . અન્ન થી શરીર બને છે, એટલા માટે 'अन्नं वा इष्टकाः' (તૈતરીય સંહિતા 5.6.2.5) અન્ન ઇષ્ટકા છે .  વર્ષના નિર્માણમાં દિવસ-રાત્રી ઇષ્ટકારૂપ છે, अहो रात्राणि वाइष्टकाः (શતપથ બ્રાહ્મણ 9.1.2.18) વગેરે .
          આ રીતે 'યૂપ'  'વનસ્પતિ દેવ'  'ઉપયામ-પાત્ર' વગેરે બધામાં દેવશાક્તિઓને  સમાએલી જોઇને, એમને વેદમાં દેવપરક  સંબોધન આપવામાં આવેલ છે . મંત્રોનો બરાબર-સાચો-ભાવ સમજવા માટે, ઋષિઓની ઉક્ત ગહન દ્રષ્ટિને પણ, ધ્યાનમાં રાખવી આવશ્યક છે .


-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર 


-----------------------------------------------------------------------------------------------



યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --2
યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --2 
          ગૌ, અશ્વ, આવી વગેરે પશુપરક  સંબોધનો ના સંબંધમાં પણ આ રીતેજ વિચાર કરવાનો હોય છે . જેમકે ----
ગૌ --
          વેદમાં ગૌ (ગાય) સંબોધન પોષણ પ્રદાયક દિવ્ય શક્તિઓને માટે વપરાયું છે . પશુરુપ્માં 'ગૌ' ઉપર પણ આ પરિભાષા સારી રીતે લાગુ પડે છે, પરંતુ વેદના ગૌપરક સંબોધનને, વ્યાપક અર્થમાજ લેવું પડશે .
જેમકે - इमे लोका गौः (શતપથ બ્રાહ્મણ 6.5.2.17) આ લોક ગૌ કહેવામાં આવે છે . अन्तरिक्षं गौः (ઐતરેય બ્રાહ્મણ 4.15) અંતરીક્ષ ગૌ કહેવામાં આવેલ છે . गावो वा आदित्यः (ઐતરેય બ્રાહ્મણ 4.17)  ગાયજ આદિત્ય છે . अन्नं वै गौः (તૈતરીય બ્રાહ્મણ 3.9.8.3) અન્ન જ ગાય છે . यज्ञो वै गौः (તૈતરીય બ્રાહ્મણ 3.9.8.3) યજ્ઞ જ ગાય છે . प्राणो हि गौः (શતપથ બ્રાહ્મણ 4.3.4.25) પ્રાણ જ ગાય છે . (ગોપથ બ્રાહ્મણ 2.3.19)  वैश्वदेवी वै गौः વૈશ્વદેવી (સંપૂર્ણ દૈવી શક્તિઓનો પુંજ) ગાય છે .  अग्नेयो वै गौः (શતપથ બ્રાહ્મણ 7.5.2.19) અગ્નિથી ઉત્પન્ન (યજ્ઞીય ઉર્જા) જ ગાય છે . 
          યજુર્વેદ 13.49 માં ઋષિ પ્રાર્થના કરે છે 'હે અગ્ને! સેંકડો, હજારો ધારાઓથી, લોકોની વચ્ચે ધૃત (તેજસ) ને સ્રવિત કરનારી, પરમ વ્યોમમાં રહેલી અદિતીરૂપ આ 'ગૌ' ને આપ હાની ન પહોંચાડો। ચોખ્ખુજ છે કે, પરમ વ્યોમમાં રહેલ સહસ્ર ધારાઓમાં દિવ્ય પોષણ આપનારી 'ગૌ' (ગાય) કોઈ પશુ નહિ, પ્રકૃતિની પોષણ ક્ષમતા જ કહી શકાય છે . ઋષિ ઈચ્છે છે કે, અગ્નિ (ઉર્જા) નો આવો પ્રયોગ ન થાય કે, જેનાથી પ્રકૃતિની પોષણ-ક્ષમતા પર ખરાબ અસર પડે . જે હોય તે, વેદમાં ગાય સંબોધનનો અર્થ, પ્રોયાગવિશેષને અનુરુપાજ કરવો ઇષ્ટ છે -- અભીષ્ટ છે .

-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર

------------------------------------------------------------------------------------------------



યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --3
યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --3
અશ્વ ---
          અશ્વ સમ્બોધન લૌકિક સંદર્ભમાં ઘોડાસને માટે વપરાય છે . પરંતુ ગુનાવાચક સંજ્ઞા રૂપમાં એનો અર્થ થાય છે ' अश्नुते अध्वानम् '  (તીવ્ર ગતિવાળો ) 'अश्नुते व्याप्नोति' (ઝડપથી સર્વત્ર સંચારિત થનારો) તથા  'बहु अश्नातिति अश्वः' (ઘણો આહાર કરનારો હોવાથી અશ્વ સંજ્ઞા આપવામાં આવે છે) વગેરે .
          આ પરિભાષા અનુસાર વેડે કિરણોને, અગ્નિને, સૂર્યને, અને ત્યાં સુધીકે ઈશ્વરને પણ, અશ્વની સંજ્ઞા આપેલી છે . જુઓ -- 'सौर्योवा अश्वः'  (ગોપથ બ્રાહ્મણ  2.3.19) સૂર્યનું સુર્યત્વ (તેજ) અશ્વ છે . 'अग्निर्वा अश्वः' (શતપથ બ્રાહ્મણ 3.6.2.5) આગ્ની  અશ્વ છે . 'अश्वो न देववाहनः' (ઋગ્વેદ 3.27.14) અશ્વ (અગ્નિ) દેવોનું વાહન છે . 'असौ वा आदित्योश्वः'  (તૈતરીય બ્રાહ્મણ 3.9.2.3.2) આ આદિત્ય અશ્વ છે . 'अश्वो यत् ईश्वरो वा अश्वः' (શતપથ બ્રાહ્મણ 13.3.3.5) 'આખા - સંપૂર્ણ - સંસારમાં સંચારિત થવાના કારણે, ઈશ્વર પણ અશ્વ છે .
          બૃહદારણ્યક ઉપનિષદ (1.1.1) માં કહેવામાં આવેલ છે--- 'ઉષા' યજ્ઞ સંબંધી અશ્વનો શીરોભાગ છે, સૂર્ય આંખો છે, વાયુ પ્રાણ છે,વૈશ્વાનર અગ્નિ એનું ખુલ્લું મુખ છે, અને સંવત્સર યજ્ઞીય અશ્વનો આત્મા છે . દ્યુ લોક એનો પૃષ્ઠ ભાગ છે, અંતરીક્ષ ઉદાર છે, પૃથ્વી પગ રાખવાનું સ્થાન છે, દિશાઓ પાર્શ્વ ભાગ છે, દિશાના ખુણાઓ પાંસળીઓ છે, ઋતુઓ અંગ છે, માસ અને અર્ધ્માસ, પર્વ (સંધીસ્થાન) છે, દિવસ અને રાત્રી પ્રતિષ્ઠા (પગ) છે . નક્ષત્ર હાડકા છે . આકાશ (આકાશાસ્થ મેઘ) માંસ છે-- એમનું બગાસું ખાવું , વીજળીનું ચમકવું છે, અને શરીર હલાવવું મેઘનું ગર્જન છે . આ ઉપનિષદ વાકાનથી શું 'અશ્વ' નામનું કોઈ પશુ હોઈ શકે? જરૂર આ અશ્વ સંબોધન, કોઈ પશુને માટે નહિ, સૂર્યના તેજ અથવા યજ્ઞીય ઉર્જાને માટે જ હોય શકે છે . એ રીતે 'अय - सोमो वृष्णो अश्वस्य रेतो' (યજુર્વેદ 23.62) આ સોમ વર્ષણ વૃષ્ટિ કરનારા અશ્વનું રેતસ્ (તેજ) છે . આ ઉક્તિમાં 'અશ્વ' સૂર્ય અથવા મેઘને જ કહી શકાય છે .
          ઘોડા માટે પ્રયુક્ત બીજું સંબોધન પણ વેદમાં છે, [અરંતુ એ બધા ગુણવાચક સંજ્ઞાના રૂપમાં, વ્યાપક અર્થોમાજ વપરાય છે . જેમકે-- અર્વા અથવા અર્વન્ નો અર્થ થાય છે --ચંચળ . 'વાજી' નો અર્થ થાય છે-- વીર્યવાન્ . 'અત્ય' નો અર્થ થાય છે-- અતિક્રમણ કરી નાખનારા, ઓળંગી જનારા . આ બધા સંબોધન અગ્નિને માટે વપરાય છે . 'अग्निर्वा अर्वा' (તૈતરીય બ્રાહ્મણ 1.3.6.4) અગ્નિજ 'અર્વા' છે થી, આ ભાવ સ્પષ્ટ થાય છે .
          એ રીતેજ 'અજા'  બકરો નહિ પણ 'वाक् वा अजः' (શતપથ બ્રહ્માન 7.5.2.21) વાણી અજ છે 'आगनेयो  वा अजः' (શતપથ બ્રાહ્મણ 6.4.4.15) અગ્નિથી ઉત્પન્ન (ધુમ્ર વગેરે) અજ છે . 
          અવી 'ઘેટા' ને પણ કહે છે, અને રક્ષણ ક્ષમતા ને પણ . શતપથ બ્રાહ્મણ 6.1.2.33 માં કહેવામાં આવેલ છે કે, આ પૃથ્વી આવી છે, કારણ કે એ પ્રજાઓનું રક્ષણ કરે છે . યજુર્વેદ 1.3.44 માં ઋષિ કહે છે-- "હે અગ્નિદેવ ! ઉત્તમ આકાશમાં સ્થાપિત, વિભિન્ન રૂપોનું, નિર્માણ કરનારી, વરુણની નાભીરૂપ, ઊંચા આકાશથી ઉત્પન્ન અસંખ્યોનું રક્ષણ કરનારી, આ મહિમામયી 'અવિ' ને હિન્સિત નાં કરો ," ચોખ્ખુજ છે કે, ઉક્ત અવિ  'ઘેટું' નામનું  કોઈ પશુ હોઈ શકેજ નહિ . એને પૃથ્વીની રક્ષા કરનારું આયનોસ્ફિયર (અયનમંડળ ) અથવા પર્યાવરણ ની સુરક્ષાને પ્રાકૃતિક વ્યવસ્થા કહેવું, વધારે યુક્તિસંગત લાગે છે .
          આ રીતે, વેદને દ્રષ્ટીએ અનેક સંબોધનો-શબ્દોના અર્થ, આ ભાષાનુવાદમાં આવી દ્રષ્ટિ એ કરવામાં આવેલ છે,

-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર 

-------------------------------------------------------------------------------------------



યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --4
યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --4 
          વેદમાં 'મેધ' શબ્દ 'યજ્ઞ' નો પર્યાય છે . નિઘણ્ટુ માં યજ્ઞના 15 નામો આપવામાં આવેલ છે . એમાં 'અધ્વર' તથા 'મેધ' પણ ઉમેરેલા છે . 'અધ્વર' નો શાબ્દિક અર્થ કરવામાં આવે તો થાય છે-- 'ध्वरति वधकर्मा'  'न ध्वरः इति अध्वरः' અર્થાત હિંસાનો નિષેધ કરનારું કર્મ . 'મેધ'શબ્દનો ઉપયોગ ત્રણ સંદર્ભમાં કરી શકાય છે . (1) મેધા સંવર્ધન  (2) હિંસા  (3) સંગમ, સંગતીકરણ, એકીકરણ, સંગઠન . જે હોય તે, પણ યજ્ઞ જ્યારે 'અધવર' છે, તો એ પ્રકરણમાં 'મેધ' નો અર્થ હિંસા તો હોઈ શકેજ નહિ . 'મેધા' સંવર્ધન' અને સંગતીકરણ' નાં સંદર્ભમાંજ,લેવો ઉચિત છે . એ સર્વમાન્ય છે કે, વેદોનું ચાર ભાગોમાં સંપાદન 'વેદવ્યાસજી' એ કર્યું . તેઓ યજ્ઞમાં હિંસાનો નિષેધ કરતા સ્પષ્ટ લખે છે .
            सुरामत्स्या मधुमांसमासवं कृसरौदनम् |
                   धूर्तैः प्रवर्तितं ह्येतन्नैतद् वेदेषु कल्पितम् ||    
(મહાભારત શાંતિપર્વ 265.9)
          દારુ, માછલી, પશુઓનું માસ, દ્વિજાતીયોનું  (પક્ષીઓનું) બલિદાન વગેરે ઠગો દ્વારા યજ્ઞમાં ચાલુ થયું-- પ્રવાર્ત્યું, વેદોમાં આવી રીતનું વિધાન નથી . જે હોય તે પણ મેધનો હિંસાપરક અર્થ કરવાનો આગ્રહ કોઈપણ વિવેક્શીલે ન કરવો જોઈએ . યજ્ઞ જેવી પારમાર્થિક પ્રક્રિયાને આવા લાન્છાનથી દુર રાખાવીજ, ઘણું ઉચિત છે -- હિતકારક છે .
          યજુર્વેદતો યજ્ઞપરક કહેલો છે . દર્શપૂર્ણમાસ, સોમયજ્ઞ, અગ્નિષ્ટોમ, વાજપેય,રાજસૂય, સૌત્રાની, વગેરે યજ્ઞોમાં યજુર્મન્ત્રોનો વિનિયોગ થાય છે . 'મેધ' સંબોધન સહીત, જે યજ્ઞો નું પ્રકરણ એમાં છે એ છે -- અશ્વમેધ, પુરુષમેધ, સર્વમેધ તથા પિતૃમેધ વગેરે . એમાં પણ 'મેધ' નો હિંસાપરક  અર્થ સાબિત થતો નથી . અગર મેધનો અર્થ વધ હોય તો 'પિતૃમેધ' કેવી રીતે સંભવ છે? પિતૃઓના શરીરતો પહેલેથીજ પુરાં (સમાપ્ત) થઇ ગયેલા હોય છે . સર્વમેધમાં, આત્માને પરમાત્મામાં સમર્પિત કરીને, મુક્તિ પ્રાપ્ત કરવાને સર્વ્મેધ કહેવામાં આવેલ છે . પુરુષમેધમાં, આદર્શ સમાજ વ્યવસ્થા અંતર્ગત, કયા પ્રકારની વ્યક્તિને ક્યાં  નિયોજિત કરવામાં આવે, એનું વર્ણન છે .
          બત્રીસમા અધ્યાયમાં 'આલભન' શબ્દ નો ઉપયોગ થયો છે . મેધની જેમજ આલભન શબ્દનો પણ અર્થ વધ થાય છે, પરંતુ તેનો માન્ય અર્થ, પ્રાપ્ત કરવું, જોડાવું વગેરે પણ છે જે ગણો તે પણ 'અધવર' વધરહિત  યજ્ઞ કર્મમાં એનો પણ હિંસાપરક અર્થનો, આગ્રહ કરવો જોઈએ . આ સંદર્ભમાં સનાતની, આર્યસમાજી, બધી ધારાઓના વિદ્વાનો એકમત થઇ ચુક્યા છે કે 'મેધ' અને 'આલભન' નો હિંસાપરક  અર્થ યજ્ઞીય સંદર્ભમાં તો ન જ લેવાવો જોઈએ .

No comments:

Post a Comment

મૂળ વેદ ગ્રંથો કયા?

મૂળ વેદ ગ્રંથો કયા? જ્યાં એક બાજુ આપણાં ઋષિઓએ વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર અનેક વૈદિક સાહિત્યો અને ગ્રંથોનું રચના કરી છે, ત્યાં બીજી બ...