Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Friday, 24 November 2017

ભક્ત નાં લક્ષણ

ભક્ત નાં લક્ષણ

ભગવાન ને ભક્તો નું ઘણું મહત્વ છે. તેઓ જગત માટે આદર્શ હોય છે. કારણ ભગવદ ગીતા ને પ્રતાપે એનામાં દુર્લભ દૈવી ગુણ અનિવાર્ય રૂપે પ્રકટ થાય જ છે જે એમને માટે સ્વાભાવિક લક્ષણ હોય છે. ભક્ત નું સ્વરૂપ જાણવા માટે એ લક્ષણો ને જાણવાનું જરૂરી થઇ જાય છે.
એમાંના થોડા કાંઇક આ છે -

૧.    ભક્ત અજ્ઞાની નથી હોતો, એ ભગવાન નાં પ્રભાવ, ગુણ, રહસ્ય ને તત્વ થી જાન નારો હોય છે. પ્રેમ માટે જ્ઞાન ની આવશ્યકતા હોય છે. એને કોઈ પણ અંશ રૂપે જાણ્યા વિના એની સાથે પ્રેમ નથી કરી શકાતો અને પ્રેમ થવા પછીજ એનો ગુહ્યતમ યથાર્થ રહસ્ય જાની શકાય છે. ભક્ત ભગવાન નાં ગુહ્યતમ રહસ્ય ને જાને છે, માટે ભગવાન ને પ્રતિ એનો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય છે, ભગવાન રસસાર છે. ઉપનિષદ માં ભગવાન ને 'રસો વૈ સ:' કહેવાય છે. આ પ્રેમ માં પણ દ્વિત નથી ભાસતો! પ્રેમ ની પ્રબળતા થી જ રાધાજી કૃષ્ણ બની જતા અને કૃષ્ણ રાધાજી. કબીર સાહેબ કહે છે -
જબ મૈ થા તબ હારી નહિ, અબ હારી હૈ મૈ નાય.                              
                     પ્રેમ ગલી અતિ સાંકરી, યામે ડો ન સમાય.
વસ્તુતઃ જ્ઞાની અને ભક્ત ની સ્થિતિ માં કોઈ અંતર નથી હોતું. ભેદ એટલોજ છે, જ્ઞાની  ‘ सर्वं खल्विदं ब्रह्म’ કહે છે અને ભક્ત ‘वासुदेव: सर्वमिति’.
૨.    ભગવાનનો ભક્ત નિર્ભય હોય છે. એ જાને છે કે સમસ્ત વિશ્વા નો સ્વામી, યમરાજ ને પણ શાસિત કરનારો ભગવાન શ્યામ સુંદર પલ પલ મારી સાથેજ  છે, મારી રક્ષા કરે છે. પછી એને દર કઈ વાત નો? ભગવાન નું શરણું જેને લીધું, એ નિર્ભય થઇ ગયો. લંકા માં રાવણ દ્વારા અપમાનિત થઈને જ્યારે વિભીષણ અનેક પ્રકાર નાં મનોરથ સાથે ભગવાન ને શરણે આવ્યો, ત્યારે એમને દ્વાર પર ઉભા રાખી સુગ્રીવ અ વાત ની સૂચના આપવા ભગવાન શ્રી રામ પાસે ગયા, શ્રી રામે સેનાપતિ સુગ્રીવ ને પૂછ્યું 'શું કરવું જોઈએ?' રાજનીતિ કુશળ સુગ્રીવે ઉત્તર આપ્યો -
जानी न जाय निसाचर माया | कामरूप केहि कारन आया ||
            भेद हमार लेन सठ आवा | राखिअ बाँधी मोहि अस भावा ||
પાસે બેઠેલા ભક્તરાજ હનુમાને માનો મન વિચાર કર્યો 'સુગ્રીવ શું કહી ગયા' અરે, જેનું નામ ભૂલથી પણ એક વાર નીકળી જાય તે મનુષ્ય સંસાર નાં બંધનો થી મુક્ત થઇ જાય છે, એવા મારા રામ ના ચરણો માં આવેલ માટે બંધન ની વાતજ કેવી !' પણ સ્વામી અને સેનાપતિ ની વચ્ચે બોલવું અનુચિત સમજી હનુમાન ચુપ  રહ્યા.શહેરના વત્સલ ભગવાન શ્રી રામે સુગ્રીવ ની પ્રસંશા કરતા પોતાનું વ્રત જણાવ્યું -
सखा नीति तुम्ह नीकि विचारी | मम पं शरनागत भय हारी ||
હનુમાન નું મન ખીલી ઉઠ્યું. વાલ્મીકી રામાયણ માં પણ ભગવાન શ્રે રામે આજ વાતો કહી છે.
सकृदेव प्रपत्राय तवास्मीति च याचते |
             अभयं सर्व भूतेभ्यो ददाम्येतद्व्र्तं मम ||   ( ६|१८|३३)
 ‘જે એકવાર મારે શરણે આવીને કહી દે કે 'હું તારો છું' હું એને સંપૂર્ણ ભૂતો થી અભય કરી દઉં છું, અ મારું વ્રત છે.' ભલા આવી સ્થિતિ માં ભગવાન નો સાચો ભક્ત નિર્ભય કેમ ના થઇ જાય?'
૩.    ભક્ત ને કોઈ વિષયે મમત્વ નથી હોતું. એનું મમત્વ તો એક માયરા પોતાના પ્રાણ આરાધ્ય ભગવાન ,આજ હોય છે.પછી જગત નાં પદાર્થોમાં ક્યાંક એનું મમત્વ હોય તો એના ભગવાનની પૂજાની સામગ્રી અથવા ભગવાનની વસ્તુ સમજી ને હોય છે. પોતાની કે પોતાના ભોગો સંબંધી નહિ. રામચરિતમાનસ માં ભગવાન કહે છે ,
जननी जनक बंधू सुत दारा | तनु धनु भवन सुहृद परिवारा |
सब के ममता ताग बटोरी  | मम पद मनही बाध बरी डोरी |       
अस सज्जन मम उर बस कैसे | लोभी ह्रदय बसई धनु जैसे |
સંસારમાં મનુષ્ય ચારો તરફ મમતા નાં બંધન થી જકડાયેલો હોય છે. એનો એક એક રોમ મમત્વ નાં તાંતણે બંધાયેલો હોય છે. ભગવાન કહે છે - 'મનુષ્ય માતા-પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, મકાન, બહોળો પરિવાર વગેરે બધામાં મમતા નાં સુત્રો ને જુદા કરી એક મજબુત દોરી બાંધી લે અને એ દોરીને મારા ચરણો માં બાંધી લે અને એ દોરી દ્વારા પોતાના મન ને મારા ચરણો માં બાંધી દે, તો એ સજ્જન મારા મન મંદિરમાં એવીજ રીતે નિવાસ કરે જેવી રીતે એક લોભીના મન માં ધન.' આ મમતાનું બંધન કાચા દોરા નું એટલા માટે બતાવાયું છે કે એને તુટતા વાર નથી લાગતી. જ્યાં પણ સ્વાર્થ માં અડચણ આવી કે મમતાનો દોરો તુટ્યો, વિષય જાણિત સમસ્ત પ્રેમ પોતાને માટે હોય છે પ્રેમાસ્પદ માટે નહિ. માટે એ શીઘ્ર તૂટે છે. પણ જેમ  તાતણાંઓ થી વણેલી મજબુત દોર તુટતી નથી , એજ પ્રકારે જગત ની સમસ્ત મમત બધી જગ્યાએ થી વાણીને એક ભગવાનના ચરણો માં લગાવી દેવામાં આવે પછી એને નષ્ટ થવી કોઈજ સંભાવના નથી. માટે એમ કહેવાયું છે કે ભગવાન ને પ્રતિ કરવામાં આવતો સાચો પ્રેમ સદા વધતો રહે છે, ક્યારેય ખૂટતો નથી.
સંસારના દુઃખોનું એક મુખ્ય કારણ  મમતા છે, ખબર નાથ કેટલા લોકો રોજ મરે છે અને લોકોના ધનનો નિત્ય નાશ થાય છે, પાન આપણે કોઈ ને માટે રડતા નથી! પણ જો કોઈ આપના ઘરનું માણસ મારી જાય અથવા આપનું પોતાનું ધન નષ્ટ તો શોક અવશ્ય ઉપજે છે.  એનું એક માત્ર કારણ મમતા છે. માની લો કે એક મકાન છે, કોઈ એની એક ઈંટ કાઢી નાખે તો આપણને ખરાબ લાગશે, હવે આપણે એ મકાન વેચી દીધું અને એની કીમતના રોકડા કરી લીધા, અહી મકાન ની એક એક ઈંટ સાથે નો પ્રેમ પેલા રોકડા લીધેલ કાગળ નાં ટુકડા માં આવી ગયો. હવે ભલે એ મકાન માં આગ લાગી જાય, આપણને એની કોઈ ચિંતા નથી ચિંતા ફક્ત પેલા લીધેલા રોકડા માટે છે. એ રોકડા આપણે બેંક માં જમા કરાવીશું તો ચિંતા એ બેન્કની કે ક્યાંક એ બેંક ફડચા માં ચાલી જાય કારણ એમાં આપના રૂપિયા જમા છે. આ પ્રમાણે જ્યાં મમતા છે ત્યાં શોક છે. જો આપણી બધી મમતા ભગવાન માં અર્પિત થઇ જાય, તો શોક નું કોઈ કારણ જ નથી રહેતું. ભક્ત તો સર્વસ્વ પોતાના પ્રભુને અર્પણ કરી એને પોતાનો કરી લે છે અને પોતે એનો બની જાય છે. એમાં બીજાને માટે ક્યાય મમતા રહેતીજ નથી, માટે શોક રહિત થઈને સરવાળા આનંદ માં મગન રહે છે.
૪.    ભક્ત માં અભિમાન અંતહી હોતું, એ તો સમસ્ત જગતમાં પોતાના સ્વામી ને વ્યાપ્ત જુએ છે અને પોતાને એનો સેવક સમજે છે. સેવક માટે અભિમાન નું સ્થાનજ ક્યા? એના દ્વારા જે પણ કાઈ થાય છે એ બધું એના ભગવાન ની શક્તિ અને પ્રેરણા થી થાય છે. એવો વિનમ્ર ભક્ત સદા સાવધાની થી આ વાત ને જોતો રહે છે કે ક્યાંક મારા કોઈ કાર્ય દ્વારા કે એવી કોઈ ચેષ્ટા દ્વારા મારા વિશ્વા ચ્યાપ્ત સ્વામી નો તિરસ્કાર ના થી જાય. હું સદાય એમની આજ્ઞા નું પાલન કરતો રહું, હું સદા એંની રૂચી પ્રમાણે ચાલતો રહું. એ પોતાને એ સુત્રધાર ની કઠપૂતળી માત્ર સમજે છે. સુત્રધાર જેમ નચાવે પુતળી તેમજ નાચે છે, એ તેમાં અભિમાન શું કરે? અથવા એમ એમ સમજો કે સમસ્ત સંસાર એ પરમ પિતાનું નાટ્ય મંચ છે, આપણે સૌ એના નાત છીએ, જેને સ્વામીએ જે સ્વાંગ આપ્યો એને અનુસારાજ ખેલ ખેલાવાનો, પોતાનું પાત્ર નિભાવવું એજ કર્તવ્ય સમજે. જે મનુષ્ય માલિક ની રૂચી અનુસાર એનું કાર્ય નથી કરતો એ મામક હરામ છે અને જે માલિક ની સંપત્તિ ને પોતાની માની લે છે એ બેઈમાન છે. 
નટ પાત્ર નિભાવે છે, મંચ પર પુત્રનું, પિતાનું, મિત્રનું યથા યોગ્ય વર્તાવ કરે છે, પણ વસ્તુતઃ કોઈ પણ વસ્તુને પોતાના પોશાક ને પોતાના નથી સમજતો.  આ રીતે ભગવાનનો ભક્ત એની નાત્યાશાલા આ દુનિયા માં એના સંકેત અનુસાર એનાજ આપેલા સ્વાંગ ને લઈને આળસ રહિત થઇ એનીજ શક્તિ થી કર્મ કર્યા કરે છે. એમાં એ અભિમાન કઈ વાત નું કરે? એ તો માલિક નાં વિધાન અનુસાર કરે છે, બતાવ્યા પ્રમાણે અભિનય કરે છે પોતાની તરફથી કશુજ નહિ. એ પાત્ર ભજવવામાં ચૂકતો નથી કારણ એમાં માલિકનો ખેલ બગડી જાય છે.
૫.    ભક્ત કોઈની સાથે દ્વેષ નથી કરતો અથવા કોઈના પર ક્રોધ નથી કરતો. કોની સાથે કરે? કોના પર કરે? સમસ્ત જગત તો એને સ્વામીનું સ્વરૂપ દેખાય છે. શિવજી મહારાજ કહે છે-
उमा जे राम चरन रत बिगत काम मद क्रोध
निज प्रभुमय देखहि जगत केहि सन करही विरोध ||
ભક્ત વિનય, નમ્રતા અને પ્રેમ ની મુરત હોય છે.
૬.    ભક્ત કોઈ વસ્તુ ની કામના નથી કરતો, એને એ વસ્તુ પ્રાપ્ત છે જેની સામે બધી વસ્તુઓ તુચ્છ છે, ત્યારે એ કોઈની કામના શા માટે કરે? ખરેખર તો પ્રેમ માં કોઈ કામના રહેતીજ નથી. પ્રેમ માં આપવાનું છે, ત્યાં લેવાનું કોઈ નામજ નથી. આજ કામ અને પ્રેમ નો મોટો ભેદ છે. કામ માં પ્રેમાસ્પદ દ્વારા પોતાના સુખ ની ચાહ છે અને  પ્રેમ માં પોતાના દ્વારા પ્રેમાસ્પદ ને સુખી કરવાની ઉત્કટ ઈચ્છા છે. એને માટે એજ સૌથી મોટું સુખ છે, જેનાથી એના પ્રેમાસ્પદ ને સુખ મળે, ચાહે એ પોતાને માટે કેટલાય ભયાનક કષ્ટો નું કારણ બને. પ્રેમાસ્પદ નાં સુખને જોઇને પ્રેમી ની ભયાનક પીડા તરત મહાન સુખ નાં રૂપમાં પરિણામે છે. માટે ભગવાન નો ભક્ત ક્યારેય કામે નથી હોતો, એ તો ચાતક ની જેમ મેઘ રૂપ ભગવાન ની તરફ સદા એકટક દૃષ્ટિથી નીહાર્યા કરે છે. વાદળ જો નહિ વરસે અથવા પાણીના વાદળો બરફના કરા વરસાવે, તો પણ પ્રેમ નો પાકો પપીહો નજર નથી ફેરવતો
रटत रटत रसना लटी तृषा सूखि गये अंग |
‘तुलसी’ चातक प्रेम को, नित नूतन रूचि रंग ||
बरषि परुष पाहन पयद, पंख करे टुक टुक |
‘तुलसी’ परी न चाहिये, चतुर चातकहि चूक ||
આજ દશા ભક્ત ની છે.
એ પછી બીજું શું ચાહે? જગત નું તમામ ઐશ્વર્ય જેની સામે એક કાન માત્ર પણ નથી, એ સર્વલોક મહેશ્વર શ્યામ સુંદર એનો પ્રિયતમ સ્વામી છે, એની સેવા સિવાય એ બીજું શું ચાહે.
ભક્તને કેવળ પોતાના પ્રિયતમ સ્વામી ની સેવામાં રહેવા માંગે છે, એ સેવા ને છોડી મુક્તિ પણ ગ્રહણ નથી કરતો. કરે પણ કેવી રીતે? ભગવાનના  એ અનન્ય સેવક માટે માયા નું બંધન તો છે જ નહિ, જેનાથી એ મુક્ત થવા ચાહે. એને તો કેવળ ભાગવત સેવા નું બંધન છે, ભક્ત આ પ્યારા બંધન થી મુક્તિ શા માટે છે? શ્રીમદ ભાગવત માં ભગવાન કહે છે - 

‘મારી સેવાને છોડી મારા ભક્ત સાલોક્ય, સાસ્ટી, સામીપ્ય, સારુપ્ય, એકત્વ વગેરે જેવી મુક્તિ લેવા પણ તૈયાર નથી ’ (૩/૨૯/૧૩)
ભક્ત જાને છે, મારા પ્રભુ સમસ્ત બ્રહ્માંડો નાં એકમાત્ર સ્વામી છે, મુક્તિ એમના ચરણો ની દાસી છે.
મુક્તિદાયિની ગંગાજી શ્રી ભગવાન નાં ચરણો માંથીજ વહે છે.
એકવાર બ્રહ્માજી  ભગવાનના દ્વારે પહોંચ્યા, ભગવાને દ્વારપાલ દ્વારા એમને પૂછાવ્યું કે 'આપ કયા બ્રહ્મા છો?' બ્રહ્માજીને આ વાતનું આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા કે 'બ્રહ્મા કાઈ દસ-વીસ થોડાજ  છે.' એમને કહ્યું, 'જાઓ કહી ડો ચતુર્મુખ બ્રહ્મા આવ્યા છે.' ભગવાને એમને અંદર બોલાવ્યા. બ્રહ્માજીનું કુતુહલ શાંત નાતુ થયું, એમને પૂછ્યું, 'ભગવાન ! તમે એવું કેમ પુચાવ્યું કે કયા બ્રહ્મા છો?' ભગવાન હસ્યા, એમને વિવ્હિન્ન બ્રહ્માંડ નાં બ્રહ્માનું આહ્વાન કર્યું. તત્કાલ ત્યાં ચાર થી લઈને હજાર મુખ સુધીના અનેક બ્રહ્મા આવી પહોંચ્યા.ભગવાને કહ્યું, 'જોયું, આ બધા બ્રહ્મા છે, પોત પોતાના બ્રહ્માંડ નાં બ્રહ્મા છે.' ત્યારે બ્રહ્માજી નો સંદેહ દુર થયો. એવા અનેક બ્રહ્માઓનો સ્વામી જેના પ્રાણ પ્રિય હોય એ ભક્ત કઈ વસ્તુ ની કામના કરે.
પાંચ સખીઓ હતી, પાંચેવ શ્રી કૃષ્ણ ની ભક્ત હતી. એક સમયે વન બેથી ફૂલોની માલા બનાવી રહી હતી. ત્યાંથી એક સાધુ નીકળ્યા. સાધુને રોકીને બાળાઓએ કહ્યું. 'મહાત્માન ! અમારા પ્રાણનાથ શ્રી કૃષ્ણ વનમાં ક્યાંક ખોવાઈ ગયા છે, એમને તમે જોયા હોય તો બતાવો.' ત્યારે સાધુ બોલ્યા 'અરે ગાંડી બાળાઓ ! કૃષ્ણ આમ મળતા હશે? એને માટે ઘોર તાપ કરવું પડે. એ તો રાજરાજેશ્વર છે, નારાજ થાય ત્યારે દંડ કરે અને પ્રસન્ન થાય  તો પુરસ્કારો આપે. સખીઓએ કહ્યું 'મહાત્માન ! તમારા એ શ્રી કૃષ્ણ બીજા હશે, અમારા શ્રી રાજરાજેશ્વર નથી, તેઓ તો અમારા પ્રાણ પતિ છે, તે અમને પુરસ્કાર શું આપે? એમના ખજાના ની ચાવી તો અમારી પાસે હોય છે. દંડ તો એ ક્યારેય આપતાજ નથી, જો અમે ક્યારેક કોઈ ખરાબ કાર્ય કરીએ અને અમને કડવા વેણ કહે તો એ દંડ નથી પ્રેમ છે.' સાધુ એમની વાત સાંભળી મસ્ત થઇ ગયા, સખીઓ પોતાના કૃષ્ણ ને યાદ કરી નાચવા લાગી અને સાધુ સાધુ પણ તન્મય થઈને નાચવા લાગ્યા. સારાંશ એ છે કે એવા ભક્ત પ્રભુ પાસે શું માંગે? એવો ભક્ત તો નિષ્કામ ભાવે નિત્ય નિરંતર અતિ પ્રેમની સાથે એમનું ચિંતન કરતો રહે છે.
ભક્ત નિરંતર પોતાના ભગવાન માટે કામ અને લોભી ની દશાને પ્રાપ્ત રહે છે. એ એમને કેવી રીતે ભૂલે? અને કેવી રીતે બીજા વિષય અને કામનાઓ કે લોભ કરે?
માટે ભક્ત સદા-સરવાળા ભગવાનના ચિંતનમાં જ ચિત્ત લગાવી રાખે છે. ભગવાને પણ ગીતામાં અનેક સ્થાનો પર નિત્ય નિરંતર ચિંતન કરવાની આજ્ઞા આપી છે. આઠમા આધ્યાય માં કહ્યું છે.
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय || (५)
‘જે મનુષ્ય મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા શરીર નો ત્યાગ કરે છે, એ મારા સ્વરૂપ નેજ પ્રાપ્ત થાય છે, એમાં કોઈજ સંદેહ નથી.' આના પર લોકો વિચારે કે તો પછી જીવનભર ભગવાન નું  સ્મરણ કરવાની શી જરૂર. મારતી વેળા ભગવાનને યાદ કરી લેશું. અને મારતી વેળા ભગવાનને યાદ કરવાથી ભાગવત પ્રાપ્તિ નું વચન ભગવાને આપીજ દીધું છે. આ ભ્રાંત ધારણા ને દુર કરવા માટે ભગવાને પાછું કહ્યું છે - 
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: || (६)

એ નિયમ છે કે 'મનુષ્ય અંતકાળે  જે ભાવે સ્મરણ કરતા શરીર છોડે છે, એનને એ પ્રાપ્ત થાય છે, પણ જેનું જીવનભર ચિંતન કર્યું હોય, અંતકાળે એજ ભાવ યાદ આવે છે.
એવું નથી કે જીવનભર તો મન થી, ધનથી, માનનું રટણ કર્યા કર્યું અને અંતકાળે ભગવાનની સ્મૃતિ માત્ર આપ મેળે થઇ જાય. માટે ભગવાને પાછી આજ્ઞા કરી છે કે -
तस्मात्सर्वेसु कालेषु मामनुस्मर युध्य च |
मय्यर्पित्मनोबुद्धिर्मामेवैस्य्स संशयं || (७)
 ‘માટે હે અર્જુન ! તું સદાય મારું સ્મરણ કરતા કરતાજ યુદ્ધ કર. આ રીતે મન-બુદ્ધિ મારા માં અર્પિત હોવાથી તું નિસંદેહ મને પ્રાપ્ત થશે.' નિરંતર સ્મરણ નું મહત્વ તો જુઓ, ભગવાને એજ કહીને સંતોષ નથી માન્યો કે 'મને પ્રાપ્ત થશે' 'નિસંદેહ' (અસંશયમ) અને 'હી' (એવ) આ બે નિશ્ચય દ્રઢ કરવા વાળા શબ્દો જોડ્યા. આટલું જાણ્યા પછી ભગવાનનું સ્મરણ ના કરીએ તો આપના જેવો મૂરખ બીજો કોણ હશે !

No comments:

Post a Comment

મૂળ વેદ ગ્રંથો કયા?

મૂળ વેદ ગ્રંથો કયા? જ્યાં એક બાજુ આપણાં ઋષિઓએ વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર અનેક વૈદિક સાહિત્યો અને ગ્રંથોનું રચના કરી છે, ત્યાં બીજી બ...