Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Friday, 24 November 2017

Spiritual Field - આઘ્યાત્મ ના ક્ષેત્ર મા - Spiritual Field

Spiritual Field-આઘ્યાત્મ ના ક્ષેત્ર મા - Spiritual Field

ભાવના મુલ્યમય જીવન ની રજૂઆત કરે છે. 
જીવન એ કોઈ દ્રવ્ય નથી.જો તે માત્ર દ્રવ્ય જ હોત તો આરામ ની જરૂર જ ન હોત.    
દ્રવ્ય ને કોઈ આરામ ની કે કોઈ પીડાની;સુંદરતા કે કુરૂપતાની;પ્રેમ અને કરુણા;આનંદ કે ગમગીની ની  લાગણી હોતી નથી..કદી ખુરશી ને દુ;ખ કે આનંદ થશે?કોઈ પણ દ્રવ્ય ને આ શુક્ષ્મ લાગણી ઓ હોતી નથી.તેઓ ભાવના ના ક્ષેત્ર ને સબંધિત છે.અનુસરે છે.પરંતુ જીવન એ ભાવનાઓ કરતાં પણ કંઈક અધિક છે.જો તે માત્ર ભાવના ઓ જ હોત ,તો પાણી,ખોરાક,અથવા આરામ ની જરૂર જ ના હોત.માનવ જીવન એ બન્ને દ્રવ્ય અને ભાવના ઓ નું સંયોજન છે. 
ભાવનાઓ નો સ્વભાવ/વલણ  
ભાવનાઓ મૂલ્યો ને અનુભવે છે અને વ્યક્ત કરે છે.મૂલ્યો એ લાગણીઓ અને ઈમોશન/ભાવનાઓ –કે જે ને શબ્દો દ્વારા સંપૂર્ણપણે ઝાલી-બાંધી શકાતી નથી,અથવા બુદ્ધી દવારા સમજી શકાતી નથી.  આધ્યત્મિકતા ના મર્ગ નો હેતુ –જીવન ના અધ્યાત્મિક પાસાઓ ને સમજવા અને તે મૂલ્યો પ્રમાણે જીવવાનો છે.આ મૂલ્યો કયા છે?શાંતિ,પ્રેમ,આનંદ,સૌંદર્ય, , અમર્યાદિત/અગાધ જ્ઞાન,અને મન/મગજ અને દ્રવ્ય/ભૌતિકતા ને સમજવાની ક્ષમતા.. 
આરામ:ચેતના ની ગુણવત્તા. 
વ્યક્તિ જે કઈ કરે છે તેનો હેતુ-આનંદ અથવા આરામ મેળવવા તરફ નો હોય છે.ઘણીવાર લોકો વિચારતાં હોય છે કે- સુખ/આરામ ભૌતિક સુખો અને માત્ર ભૌતિક સુખો થી જ પ્રાપ્ત થાય છે.કોઈ પણ સુ;ખ સભાનતા/ચેતના ની ગુણવત્તા નથી.કેટલાક અંશે તે ભૌતિક સુ;ખ પર આધારિત છે,પરંતુ મહદ અંશે તે –અભિગમ અને સમજણ ઉપર આધારિત છે.   
આધ્યાત્મ ની સાચી સમજ આંતરસુઝ છે. તમે સંભાળો છો,તમે સમજો છો,અને તમે ગ્રહણ કરો છો.કોણ સમજે છે?કોણ ગ્રહણ કરે છે?તમારા શરીર અંદર ની ચેતના છે કે જે જ્ઞાન લે છે.અને આ જ્ઞાન માત્ર   દ્રષ્ટિ(જોવાથી),શ્રવણ કરવાથી,સુંઘવાથી,સ્વાદ થી,અને સ્પર્શ એકલાજ થી જ નથી આવતું. તે અંદર થી અંતર્જ્ઞાન/પ્રેરણા દ્વારા પણ આવે છે.આ સભાનતા/ચેતના એજ સ્વભાવગત જ્ઞાન છે. 
તમે એમ કહી શકો કે- સભાનતા/ચેતના ના પ્રત્યેક સ્તર મા જ્ઞાન હાજર જ હોય છે.અને ચેતના તો હાજર જ છે!!જો હું કઈ પણ ના હોઉં તો હું હાજર નથી.તે કંઈક છે-તેમ છતાં તે સીમિત/માર્યાદિત નથી.તમે ચેતના ને માપી શકો નહી,તેથી તે હાજર છે અને અમર્યાદિત/અપાર  છે.  
તમારી ચેતના નું લક્ષણ/સ્વભાવ શાંતિ છે.:તમે શાંતિ છો. 
ચેતના એક શાંતિ છે.તમે શાંતિ છો;તમે સત્ય છો;અને તમે ઊર્જા છો;-ચાલવું,ફરવું,વાતો કરવી,બેસવું,ઈત્યાદી.સ્વ એ ઊર્જા છે,અને સ્વ એ જ્ઞાન છે,જાણવું અને જાણનાર.આ ચેતના પ્રેમ છે,-તમે પ્રેમ છો,આની સમજ અને તે પ્રમાણે નું જીવન એજ આધ્યાત્મિક જીવન છે.જીવન ના આ ઉચ્ચતમ રૂપ આધ્યત્મિક પરિમાણ દ્વારાજ પ્રાપ્ત કરી શકે છે.તેનાં સિવાય જીવન ખૂબજ છીછરું,બની જાય છે અને તમે દુ:ખી,બીજા પાર આધારિત,હતાશ,અને તુચ્છ થઇ જાવ છો.  
આધ્યાત્મિક પરિમાણ ની સમાજ પર અસરો-આ એક સમગ્ર માનવ જાત  માટે ની  એકત્વ,જવાબદારી,કરુણા,અને સંભાળ મહાન ભાવનાઓ છે.આધ્યાત્મિક પરિમાણ -તેનાં ખરા અર્થ મા/સાચાં સ્વરૂપ મા –જાતિવાદ,પંથ,ધર્મ અને રાષ્ટ્રીયતા  ની સાંકડી સરહદો ને ભૂંસી નાખે છે.આધ્યાત્મિક સમજણ વડે યુદ્ધો ખત્મ કરી શકશે.આધ્યાત્મ નો માર્ગ એ જીવન થી છટકવાનો માર્ગ નથી.   
ખરેખર તો આદ્યાત્મિકતા  જીવન ને વધારે કઠીન બનાવે છે!!ઘણાં  લોકો માને છે કે- આધ્યાત્મિક  જીવન સરળ છે.-આશ્રમ મા જાવ અને ત્યાં તમારે વધારે સખત મહેનત કરવાની નથી.!!ના આધ્યત્મ નો માર્ગ એ કોઈ કાર્ય માંથી કે નિષ્ઠાવાન પ્રયત્નો માંથી છૂટવાનો રસ્તો નથી/છટકબારી નથી,જેમકે માત્ર સામાજિક સેવા એ  આરામ દાયક જીવન થી છટકવા નો રસ્તો નથી.બન્ને પરિસ્થિતિ મા તમારે,તમારું હૃદયને મન/મગજ ને તમારા કાર્ય મા સમર્પિત કરી તમારી ક્ષમતા ના ૧૦૦ ટકા આપવા પડે છે.આધ્યાત્મિક જિંદગી તમોને હોય તેનાં કરતાં,પુષ્કળ આનંદ,વધુ સંતોષ,વધારે શાંતિ,અને વધારે ઊર્જા પ્રદાન કરે છે-પરંતુ તે છટકબારી/ભાગેડુવૃત્તિ નથી.-તે હંમેશા યાદ રહે !! આધ્યાત્મિકતા નો માર્ગ એ જવાબદારી માંથી છટકવાનો રસ્તો નથી. 
આધ્યત્મિકતા નો માર્ગ એટલે જવાબદારી નો સ્વીકાર.જો તમને લાગતું હોય કે-તમારા બાળકો,અને તમારા પતિ અથવા તમારા પત્ની ને અંગે મેનેજ કરવું મુશ્કેલ છે,તો તમને ધ્યાન રાખવા વધારે માણસો મળશે.જો તમે ૨૦ વ્યક્તિ ની-૨૦૦૦ હાજર લોકો,૨૦૦૦૦ લોકો ની  જવાબદારી લેવા તેયાર હોવ,તો –સમજી લો કે તમે આ માર્ગ પાર જ છો.આધ્યાત્મિકતા  નો રસ્તો એ જવાબદારી માંથી છટકબારી નહી ,પરંતુ જવાબદારી નો સ્વીકાર જ છે.આધ્ત્યમ નો માર્ગ એ  સખત શ્રમ માં થી છૂટવાને માટે નથી-બુદ્ધી ગમ્ય,અસરકારક કામ એ આધ્યત્મિક જીવન નો એક ભાગ છે 
જો તમે સખત મહેનત કરતાં હોવ,તો તમને લાગે કે તમે કરુણા ના હકદાર છો.હું કહું છું કે –જો તમે બુદ્ધીપૂર્વક  નું કઠીન કાર્ય કરતાં હોવ તો,તમે કરુણા નહી પરંતુ પ્રશંશા ના હકદાર છો.જો કોઈ અડધા કલાક મા થી શકે તેવું કામ  ૫ કલાક મા પૂરું કરે તો તેણે મરતે કોઇ જ કરુણા ની જરૂર નથી. 
શાંતિ ની જાણ  
આધ્યાત્મિક જીવન નું બીજું પાસુ છે શાંતિ-શંતિ એ મનુષ્ય નો સ્વભાવ છે.કોઈ પણ ક્ષણે,કોઈ પણ જગ્યા એ તમે માત્ર બેસો અને  જૂઓ તમારી અંદર નિહાળો એક ઊંડો,મોટો અવકાશ છે.આ અંદર નો અવકાશ એતાલ્જ તમે પોતે છો.આ ની અનુભૂતિ એજ તમારા આધ્યાત્મિક પાસા જાણકારી છે.”શાંતિ માંથી આવ્યો છું,હું શાંતિ મા છું,હું શાંતિ માંજ જઈશ.શાંતિ એ મારું ઉદગમ સ્થાન અને મારું ધ્યેય છે.”-આ આંતરિક પૃષ્ટિ અથવા અનુભવ તમને સાધક બનાવશે..  
પવિત્રતાની ભાવના  
હજુ પણ આધ્યાત્મિક જીવન નું એક પાસુ એ-પવિત્રતા ની ભાવના છે.જયારે તમારા મા,તમારા જીવન મા આવતી  અન્ય દરેક બાબત/વ્યક્તિ માટે આદર અને સત્કાર સાથે  કૃતજ્ઞતા ઊંડી ભાવના હોય તો તેનાથી પવિત્રતાની ભાવના ઉત્પન થાય છે.અને પવિત્રતા મા જાગૃતિ પણ છે.તમારું મન/મગજ બીક,ગુસ્સો અથવા પવિત્રતા મા ઓતપ્રોત હોય છે. 
મૌન રૂઝ આપે છે અને કાયાકલ્પ કરે છે.મૌન તમને ઊંડાણ અને સ્થિરતા આપે છે,અને સર્જનાત્મકતા બક્ષે છે.સેવા હૃદય ની ગતિશીલતા નો અનુભવ કરાવે છે.તે અક્તવ ની ભાવના ઉત્પન કરે છે.સેવા ના અભાવ ને કારણે માણસ હતાશા મા આવી જાય છે.માત્ર એક સેવા થકી જ જીવન મા સંતોષ પ્રાપ્ત થાય છે,પરંતુ મૌન સિવાય ની સેવા કંટાળો આપે છે.આધ્યાત્મ વગર ની સેવા છીછરી હોય છેઅને તે લાંબો સમય તાકી શકતી નથી.જેટલું મૌન ઊંડું ,તેટલી જ ગતિશીલ આપણી બાહ્ય પ્રવૃત્તિ.બન્ને જીવન મા જરૂરી છે 
તમારે શા માટે ગુરુ ની જરૂર છે? 
તમે ગુરુ વિના પણ પ્રેમાળ,કરુણામય,અને આધ્યાત્મ ના મૂલ્યો પ્રમાણે જીવતા હોવ..તો પછી ગુરુ ની જરૂર શી છે?તમે તમારા કપડાં બનાવતા નથી,અન્ય કોઈ તે બનાવે છે અને તમે પહેરો છો.આધ્યત્મિકજ્ઞાન સાથે પણ આવું જ છે.જુના જમાના ઘણાજ લોકો એ બ્રીથીંગ,પ્રાણાયામઅને યોગાસન  ઈત્યાદી નું જ્ઞાન શોધ્યું છે.આ બધાજ જ્ઞાન,સાધનો  નો ઉપયોગ કરાવો એ જ બુદ્ધિ પૂર્ણ કામ છે.અને આધ્યાત્મ ના માર્ગ ની યાત્રા માટે , તેની પ્રેકટીશ કરવા  અને પ્રોગ્રેસ જાણવા કોઈ સલાહકાર રાખવો હિતાવહ છે.  . 
વિશ્વાસ રાખો. 
પોતાનાં મા વિશ્વાસ રાખો.જો તમારા મા આત્મવિશ્વાસ ના હોય તો તમે કશુ જ હાંસલ કરી શકતા નથી.આત્મવિશ્વાસ થી શંકાઓ નું સમાધાન થાય છે.સનકા એ વિશ્વાસ નો પ્રતિદ્વંદી છે.એકજ વાર તમે નકારાત્મકતા ને અવગણશો,સકારાત્મકતા આપોઆપ આવી જાશે.શંકા નું સમાધાન થતાજ વિશ્વાસ જાગે છે.તેહી જ તમારા મા વિશ્વાસ કેળવો.તમારે એ સમજવું જોઈએ કે શંકા એ શું છે. 
શંકા નો સ્વભાવ   
જો તમે શંકા ના લક્ષણ નું અવલોકન કરશો તો,તે હમેશાં સકારાત્મકતા માટે જ હોય છે.તમે અન્ય લોકો ની સારાઇ મા શંકા કરો છો,કદી તેનાં ખરાબ ગુણો માટે શંકા કરતાં નથી.તમને તમારી આવડત/ક્ષમતા મા શંકા હોય છે,પરંતુ તમારી અણઆવડત મા શંકા હોતી નથી.આધ્યાત્મ ના માર્ગે તમે અંત:પ્રેરણા અને આંતરિક સ્વતંત્રતા સાથે વસ્તુઓ ને સંભાળતા શીખો છો.હું એમ નથી કહેતો કે શંકા  ના જ કરો.તમે કરી શકો તેટલી શંકા કરો,તે તમને તમારા વિકાસ પહેલાં વિચારવા મા મદદ કરશે. 

No comments:

Post a Comment

મૂળ વેદ ગ્રંથો કયા?

મૂળ વેદ ગ્રંથો કયા? જ્યાં એક બાજુ આપણાં ઋષિઓએ વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર અનેક વૈદિક સાહિત્યો અને ગ્રંથોનું રચના કરી છે, ત્યાં બીજી બ...