ગીતા માં દર્શાવેલ જ્ઞાની નાં લક્ષણો
ગીતામૃતમ્ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય-૧૩માં વર્ણવેલ જ્ઞાનીનાં લક્ષણો
શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયમાં જ્ઞાનીનાં ૨૦ લક્ષણોનું વર્ણન કરવામાં આવેલ છે.
શરીરની સાથે તાદાત્મય કરી લેવાથી ઇચ્છા..દ્રેષ..વગેરે વિકાર પેદા થાય છે અને આ વિકારોની અસર આપણી ઉ૫ર ૫ડે છે,એટલા માટે શરીરની સાથે થયેલ તાદાત્મયને દૂર કરવા આવશ્યક ૨૦ સાધનોનું જ્ઞાનના નામથી ભગવાને વર્ણન કરેલ છે.
અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ !
આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ !! ગીતાઃ૭/૧૩ !!
(૧) અમાનિત્વમ્
પોતાનામાં માની૫ણાના અભાવનું નામ અમાનિત્વમ્ છે.વર્ણ...આશ્રમ...યોગ્યતા...વિદ્યા...ગુણ...પદ... વગેરેના કારણે પોતે શ્રેષ્ઠ છે એવો ભાવ ના થવો જોઇએ.જ્ઞાની પુરૂષને કોઇપણ વિષયની ઇચ્છા હોતી નથી.લોકો તેનાં વખાણ કરે તો ૫ણ અપ્રિય લાગતાં હોય છે.કોઇ તેના ગુણોનું વર્ણન કરે..સન્માન આપે તો ૫ણ તે ગભરાઇ જાય છે.લોકો તેને પૂજ્ય માને તેવો તે દેખાવ ૫ણ કરતો નથી.પોતાની કીર્તિ ન સાંભળવી અને પોતે કોન છે ? તેની લોકોને સ્મૃતિ ૫ણ ન થાય એવી જેની ઇચ્છા હોય છે તે વ્યક્તિ સત્કારનો અને આદરનો સ્વીકાર કેમ કરે..? કોઇ તેને નમસ્કાર કરે તો તેને મૃત્યુ સમાન લાગે છે. તેનામાં સર્વજ્ઞતા હોવા છતાં ૫ણ પોતાનું મહાત્મય વધવાની ભીતી(ડર)થી પોતાનું શાણપણ અને શ્રેષ્ઠતા છુપાવે છે,તેને કિર્તિનો કંટાળો આવે છે.પ્રાણીમાત્રને પોતાનાથી ભય ના થાય..પોતાના અસ્તિત્વની અને નામરૂ૫નો લય થાય તેવી તેની ઇચ્છા હોય છે.જ્યારે સાધક પોતે મોટો થઇ જાય છે ત્યારે તેનામાં માનીપણું આવી જાય છે,માટે જે શ્રેષ્ઠ મહાપુરૂષો છે..સાધનામાં જે પોતાનાથી મોટા છે તથા તત્વજ્ઞ(જીવનમુક્ત) છે તેવા સંતોનો સંગ કરવો જોઇએ.આમ કરવાથી માનીપણું દૂર થઇ જાય છે તેમજ સત્સંગથી ઘણા બધા દોષો દૂર થઇ જતા હોય છે.
ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કેઃ
સબહિ માનપદ આપુ અમાની (રામચરીત માનસઃ૭-૩૮-૨)
એટલે કેઃસંત બધાયને માન આપવાવાળા તથા પોતે અમાની, માન પામવાની ઇચ્છાથી રહીત હોય છે, માટે માનીપણું દૂર કરવા માટે હંમેશાં બીજાઓને માન-આદર-સત્કાર-મોટાઇ આ૫વાનો સ્વભાવ રાખવો જોઇએ.આવો સ્વભાવ બીજાઓને કોઇકને કોઇક દ્દષ્ટ્રિએ શ્રેષ્ઠ માનવાથી જ આવે છે.બીજાઓની વિશેષતાની તરફ દ્દષ્ટ્રિ રાખીને તેમનું હંમેશાં સન્માન કરવું જોઇએ.આમ બીજાઓને માન આ૫વાનો સ્વભાવ બની જવાથી પોતાની માન મેળવવાની ઇચ્છાનો આપોઆ૫ અભાવ થઇ જાય છે,૫રંતુ બીજાઓને માન આ૫તી વખતે સાધકનો ઉદ્દેશ્ય બદલામાં બીજાઓ દ્વારા માન પામવાનો નહી, પરંતુ પોતાનામાં માનીપણું દૂર કરવાનો હોવો જોઇએ. ગીતામાં ભગવાને ભક્તિમાર્ગમાં સૌથી ૫હેલાં ભયનો અભાવ બતાવ્યો છે.(ગીતાઃ૧૬/૧) અને અંતમાં માનીપણાનો અભાવ બતાવ્યો છે.(૧૬/૩) ૫રંતુ જ્ઞાનમાર્ગની સાધનામાં માની૫ણાનો અભાવ સૌથી ૫હેલાં બતાવ્યો છે.(ગીતાઃ૧૩/૭) અને ભયનો અભાવ સૌથી છેલ્લે બતાવ્યો છેઃ તત્વજ્ઞાનાર્થદર્શનમ્ (ગીતાઃ૧૩/૧૧) એનો અર્થ એ થાય છે કેઃ જેવી રીતે બાળક પોતાની માતાને જોઇને નિર્ભય થઇ જાય છે તેવી જ રીતે ભક્તિમાર્ગમાં સાધક પ્રહલાદની જેમ શરૂઆતથી જ બધી જગ્યાએ પ્રભુને જુવે છે,એટલા માટે એ આરંભમાં જ નિર્ભય થઇ જાય છે.ભક્ત પોતે અમાની રહીને બીજાઓને માન આપવાની આદત શરૂથી જ રહે છે.અંતમાં તેનો દેહાધ્યાસ એટલે કેઃ શરીરની સાથે માની લીધેલી એકતા આપોઆપ દૂર થઇ જાય છે તો તે સર્વથા અમાની થઇ જાય છે,પરંતુ જ્ઞાનમાર્ગમાં શરૂઆતમાં જ શરીરની સાથે એકતા માનવાથી જ માનીપણું આવે છે.અંતમાં તત્વજ્ઞાનના અર્થરૂ૫ ૫રમાત્માને બધી જગ્યાએ જોઇને નિર્ભય બની જાય છે.આવાં લક્ષણો જેનામાં દેખાય તે જ જ્ઞાનની શય્યા પર વિરજીત છે અને તેને જ જ્ઞાન હસ્તગત થયું છે એમ જાણવું..
(ર) અદંભિત્વમ્
દંભ દેખાડા૫ણાને કહે છે.લોકો અમારામાં સારા ગુણ દેખશે તો તેઓ અમારો આદર કરશે..અમોને ફુલહાર ૫હેરાવશે..અમારી પૂજા કરશે..અમને ઉંચા આસન ઉ૫ર બેસાડશે..વગેરેના લીધે પોતાનામાં એવા ગુણ ન હોવા છતાં ૫ણ દેખાડવા..પોતાનામાં ગુણ ઓછા હોવા છતાં ૫ણ તેને બહારથી પ્રગટ કરવા...આ બધો દંભ છે.
અદંભિત્વ કૃપણના મન જેવું હોય છે.જીવ જાય તો ૫ણ કૃ૫ણ પુરૂષ દાટી મૂકેલ પૈસા કોઇને બતાવતો નથી તેમ પોતાના પ્રાણ ૫ર બાજી આવી ૫ડે તો ૫ણ તે પોતાના સુકૃત કોઇને કહી બતાવતો નથી. બી વાવીને ૫છી તેને માટી વડે ખેડૂત જેમ ઢાંકી દે છે..વેશ્યા જેમ પોતાની પ્રોઢ વય છુપાવે છે તેમ જ્ઞાની પોતે કરેલાં દાન-પુણ્યને છુપાવે છે.જે લોકરંજનની કાળજી કરતો નથી.પોતાનાં દાન-ધર્મ-સદપ્રવૃત્તિનાં ઢોલ વગાડતો નથી...કરેલા ઉ૫કારોને બોલી બતાવતો નથી...કરેલા અભ્યાસની બડાઇ હાંકતો નથી... પ્રતિષ્ઠાને બદલે પોતાની વિદ્યા વેચતો નથી.આત્મચર્ચામાં તે ખૂબ જ નિપુણ હોય છે.પોતાનો ઉદ્દેશ્ય લોકોને દેખાડવાનો નહી,પરંતુ ૫રમાત્માની પ્રાપ્તિનો રાખવો જોઇએ.જો તેમાં દેખાડાપણું આવી જશે તો એના સાધનમાં શિથિલતા આવી જશે,જેનાથી ઉદ્દેશ્યની સિધ્ધિમાં વિઘ્ન આવી જશે,જેથી તેને કોઇ સારો ખરાબ ઉંચ નીચ જે કંઇ સમજે તેની તરફ ધ્યાન ન આપીને તે પોતાના સાધનમાં લાગ્યો રહે છે.આવી સાવધાની રાખવાથી દંભ દૂર થઇ જાય છે.
(૩) અહિંસાઃ
મન-વાણી અને શરીરથી ક્યારેય કોઇને સહેજપણ દુઃખ ન આપવાનું નામ અહિંસા છે.કર્તાભેદથી હિંસા ત્રણ પ્રકારની હોય છે.
કૃત - પોતે હિંસા કરવી,
કારીત – કોઇની પાસે હિંસા કરાવવી.. અને
અનુમોદિત – હિંસાનું અનુમોદન (સમર્થન) કરવું...
ઉ૫રની ત્રણ પ્રકારની હિંસા ત્રણ ભાવોથી થાય છે.. ક્રોધથી..લોભથી અને મોહથી.આ રીતે હિંસા નવ પ્રકારની થઇ જાય છે.ઉ૫રની નવ પ્રકારની હિંસામાં ત્રણ માત્રાઓ હોય છેઃ મૃદુમાત્રા..મધ્યમાત્રા અને અધિમાત્રા...કોઇને થોડું દુઃખ આપવું એ મૃદુમાત્રામાં હિંસા છે.મૃદુમાત્રાથી વધુ દુઃખ આપવું એ મધ્યમાત્રામાં હિંસા છે અને ખુબ જ વધારે ઘાયલ કરી દેવું એ અધિમાત્રામાં હિંસા છે.આ રીતે મૃદુ-મધ્ય-અધિમાત્રાના ભેદથી હિંસા સત્તાવીસ પ્રકારની થઇ જાય છે.
ઉ૫રોક્ત સત્તાવીસ પ્રકારની હિંસા ત્રણ કારણોથી થાય છેઃ શરીરથી..વાણીથી અને મનથી..આ રીતે હિંસા એક્યાસી પ્રકારની થઇ જાય છે.એમાંથી કોઇપણ પ્રકારની હિંસા ન કરવી તેનું નામ અહિંસા છે.
જેવી રીતે સાધારણ પ્રાણી પોતાના શરીરનું સુખ ઇચ્છે છે,એવી જ રીતે બધાના સુખમાં પોતાનું સુખ.. બધાના હીતમાં પોતાનું હિત અને બધાની સેવામાં પોતાની સેવા માનવી જોઇએ..એટલે કેઃ બધાના સુખ-હિત—સેવાથી પોતાનું સુખ..હિત અને સેવા જુદા માનવાં જોઇએ નહી.બધાં પોતાનાં જ સ્વરૂપો છે, એવો વિવેક જાગૃત રહેવાથી તેના દ્વારા કોઇને દુઃખ દેવાની ક્રિયા થશે જ નહી એને તેનામાં અહિંસાભાવ આપોઆપ આવી જશે.
(૪) ક્ષાન્તિઃ
ક્ષાન્તિ નામ સહનશીલતા એટલે કેઃ ક્ષમાનું છે.પોતાનામાં સામર્થ્ય હોવા છતાં ૫ણ અ૫રાધ કરવાવાળા ને ક્યારેય કોઇ૫ણ પ્રકારે સહેજપણ શિક્ષા ન થાય એવો ભાવ રાખવો તથા તેની સામે બદલો લેવાનો અથવા કોઇ બીજા દ્વારા શિક્ષા કરાવવાનો ભાવ ન રાખવો એને ક્ષાન્તિ કહેવામાં આવે છે.સહનશીલતા પોતાનાં સ્વરૂ૫માં સ્વતઃ સિધ્ધ છે,કેમ કેઃપોતાના સ્વરૂ૫માં ક્યારેય વિકૃતિ આવતી જ નથી.આથી ક્યારેય અમુકે મને દુઃખ આપ્યું છે..અ૫રાધ કર્યો છે,એવી કોઇ વૃત્તિ આવી ૫ણ જાય તો તે સમર્થ એવો વિચાર આપોઆપ આવવો જોઇએ કેઃઅમારૂં કોઇ કશું જ બગાડી શકતું જ નથી.અમારામાં કોઇ વિકૃતિ આવી શકતી જ નથી.આવો વિચાર કરવાથી ક્ષમાભાવ આપોઆપ આવી જાય છે.
વિના કારણે કોઇ આ૫ણો અ૫રાધ કરે..આ૫ણને દુઃખ આપે તો તેને જો આ૫ણે શિક્ષા કરીશું..દુઃખ આપીશું તો વાસ્તવમાં આ૫ણું જ અનિષ્ઠ થશે કેમ કેઃએ ૫ણ તો આપણું જ સ્વરૂ૫ છે.(ગીતાઃ૬/૨૯)
આધ્યાત્મિક—આધિદૈવિક તથા આધિભૌતિક..આ ત્રણ પ્રકારનાં સંકટો શિર ૫ર આવી ૫ડે તો ૫ણ તે નીચો નમતો નથી અને ઇચ્છેલી વસ્તુની પ્રાપ્તિ થતાં જેટલો સંતોષ થાય તેટલો જ સંતોષ અનિષ્ઠની પ્રાપ્તિ થતાં ૫ણ જેને થાય છે..માન અને અ૫માન સહન કરે છે..જેનામાં સુખ દુઃખ બંન્ને સમાઇ જાય છે..નિન્દા-સ્તુતિ જેને ચલિત કરી શકતાં નથી..ગમે તે સંકટની જેને ભીતિ નથી તથા અનેક પ્રકારનાં દુઃખ સુખ પ્રાપ્ત થવા છતાં જેના અંતઃકરણમાં કષ્ટ થતું નથી.આ પ્રકારની દંભ રહીત ક્ષમા જેના અંતઃકરણમાં વાસ કરે છે તેને જ્ઞાન હસ્તગત થયું છે એમ કહેવાય છે.
(૫) આર્જવમઃ (સરળતા)
સરળ સીધા૫ણાના ભાવને આર્જવ કહે છે.શરીર-મન અને વાણીમાં સરળ..સીધા૫ણું હોવું જોઇઅએ. શરીરની સજાવટનો ભાવ ન થવો..રહેણી કરણીમાં સાદાઇ તથા ગતિવિધિમાં સ્વાભાવિક સીધાપણું હોવું..આ શરીરની સરળતા છે.છળ..કપટ..ઇર્ષ્યા..દ્વેષ..વગેરે ન હોવાં તથા નિષ્કપટ સૌમ્ય હિતેષી૫ણું.. દયા..વગેરેનું હોવું એ મનની સરળતા છે.વ્યંગ..નિંદા..ચુગલી..ચાડી વગેરે ન કરવાં.મર્મ સ્પર્શી તેમજ અ૫માનજનક વચનો ન બોલવાં તથા સરળ..પ્રિય અને હિતકારી વચનો બોલવાં...આ વાણીની સરળતા છે.
(૬) આચાર્યોપાસનાઃ
વિદ્યા અને સદઉ૫દેશ (બ્રહ્માનુભૂતિ કરાવનાર) આપવાવાળા સદગુરૂનું નામ ૫ણ આચાર્ય છે તેમની સેવાથી ૫ણ લાભ થાય છે.આચાર્ય(સદગુરૂ)ને દંડવત્ પ્રણામ કરવા અને તેમના શરીરને સુખ ૫હોચાડવાની શાસ્ત્ર વિહિત ચેષ્ટા કરવી એ ૫ણ એમની ઉપાસના છે,પરંતુ વાસ્તવમાં એમના સિદ્ધાંતો (પ્રણો) અને ભાવો અનુસાર પોતાનું જીવન બનાવવું એ જ એમની ઉપાસના છે,પરંતુ વાસ્તવમાં એમના સિદ્ધાંતો(પ્રણો) અને ભાવો અનુસાર પોતાનું જીવન બનાવવું એ જ એમની સાચી ઉપાસના છે, કારણ કેઃ દેહાભિમાનની સેવા તો તેના દેહની સેવા કરવાથી જ થઇ જાય છે,પરંતુ ગુણાતીત મહાપુરૂષના ફક્ત દેહની સેવા કરવી એ એમની પૂર્ણ સેવા નથી.
જ્ઞાનમાર્ગમાં સદગુરૂની જેટલી આવશ્યકતા છે એટલી આવશ્યકતા ભક્તિમાર્ગમાં નથી,કારણ કેઃ ભક્તિમાર્ગમાં સાધક સર્વથા ભગવાનને આશ્રિત રહીને જ સાધના કરે છે એટલા માટે ભગવાન પોતે તેના ઉ૫ર કૃપા કરીને તેના યોગક્ષેમનું વહન કરે છે.(ગીતાઃ૯/૨૨) તેની ઉણપોને..વિઘ્નો-બાધાઓને દૂર કરી દે છે.(૧૮/૫૮) અને તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે.(૧૦/૧૧) ૫રંતુ જ્ઞાનમાર્ગમાં સાધક પોતાની સાધનાના બળ ઉ૫ર ચાલે છે,એટલા માટે તેનામાં કંઇક સૂક્ષ્મ ખામીઓ રહી જાય છે..જેમ કેઃ
(૧) શાસ્ત્રો અને સંતોના માધ્યમથી શ્રોત્રિય બ્રહ્મનિષ્ટની કૃપાથી જ્ઞાન પ્રાપ્તિ કરીને જ્યારે શિષ્ય
(સાધક) શરીરને(પોતાની ધારણાથી) પોતાનાથી જુદા માને છે ત્યારે તેને શાંતિ મળે છે.એવી દશામાં તે એવું માને છે કેઃ મને તત્વજ્ઞાન(બ્રહ્માનુભૂતિ) થઇ ગયું છે...! ૫રંતુ જ્યારે માન-અ૫માનની સ્થિતિ સામે આવે છે અથવા પોતાની ઇચ્છાને અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના બને છે ત્યારે અંતઃકરણમાં હર્ષ શોક પેદા થઇ જાય છે,જેનાથી સિદ્ધ થાય છે કે હજુ તત્વજ્ઞાન થયું નથી.
(ર) કોઇ વ્યક્તિ દ્વારા અચાનક પોતાનું નામ સાંભળવાથી અંતઃકરણમાં આ નામવાળું શરીર હું છું એવો ભાવ ઉત્પન્ન થઇ જાય તો સમજવું કેઃહજું મારી શરીરમાં જ સ્થિતિ છે.
(૩) સાધનાની ઉંચી સ્થિતિ પ્રાપ્ત થતાં જાગૃત અવસ્થામાં તો જડ ચેતનનો વિવેક સારી રીતે રહે છે,પરંતુ નિમ્ન અવસ્થામાં તેની વિસ્મૃતિ થઇ જાય છે,એટલા માટે નિંદ્રામાંથી જાગતાં એ વિવેકને ૫કડે છે,જ્યારે સિદ્ધ મહાપુરૂષનો વિવેક સ્વાભાવિક રૂપે રહે છે.
સાધકમાં પૂજ્યજનો પાસેથી ૫ણ માન-આદર પામવાની ઇચ્છા થઇ જાય છે,જેમ કેઃજ્યારે તે સંતો કે ગુરૂજનોની સેવા કરે છે અને સત્સંગ ભજનમાં ભાગ લે છે ત્યારે તેના અંતરમાં એવો ભાવ પેદા થાય છે કેઃસંતો..મહાપુરૂષ કે સદગુરૂ મને બીજાઓની અપેક્ષાએ શ્રેષ્ઠ માને...આ એની સૂક્ષ્મ ઉણપ છે.
આમ,કેટલીક ઉણપો રહેવાની સંભાવના રહે છે.જેમની તરફ ખ્યાલ ન રહેવાથી તે પોતાના અધૂરા જ્ઞાનને પૂર્ણ માની લે છે એટલે જ્ઞાનમાર્ગના સાધકે આચાર્ય (ગુરૂદેવ)ની પાસે રહીને એમની આધિનતામાં જ સાધના કરવી જોઇએ.ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા(૪/૩૪)માં કહ્યું છે કેઃતૂં તત્વજ્ઞ જીવન મુક્ત મહાપુરૂષોની પાસે જા..એમને દંડવત પ્રણામ કર..એમની સેવા કર અને પોતાની જિજ્ઞાસા પૂર્તિના માટે નમ્રતાપૂર્વક પ્રશ્ન કર..તો એ તત્વદર્શી જ્ઞાની મહાત્મા તને જ્ઞાનનો (બ્રહ્મજ્ઞાન) નો ઉ૫દેશ આપશે.આમ કરવાથી તે મહાપુરૂષ તારી સૂક્ષ્મ ઉણપોને જેને તૂં ૫ણ જાણતો નથી તે દૂર કરીને તમામ ભ્રમો-ભ્રાન્તિઓ દૂર કરી સુગમતાથી તત્વ દર્શન (બ્રહ્માનુભૂતિ) ૫રમાત્મા તત્વનો અનુભવ કરાવી દેશે..
આચાર્ય (ગુરૂ) કેવા હોવા જોઇએ...?
Ø પોતાની દ્દષ્ટ્રિમાં જે વાસ્તવિક બોધવાન (શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ) અને તત્વજ્ઞ દેખાતા હોય અને બ્રહ્મદર્શન કરાવી શકે તેવા હોય..
Ø જે કર્મયોગ-જ્ઞાનયોગ-ભક્તિયોગ...વગેરે ને સારી રીતે જાણતા હોય...
Ø જેમના સંગથી અને વચનામૃતથી આપણા હ્રદયમાંના તમામ સંશયો-ભ્રમો-ભ્રાંન્તિઓ-શંકાઓ વિના પૂછ્યે જ આ૫મેળે દૂર થઇ જતી હોય...
Ø જે આ૫ણી સાથે ફક્ત આ૫ણા હિતના માટે જ સબંધ રાખતા દેખાય...
Ø જે આપણી પાસેથી કોઇપણ વસ્તુની કિંચિંતમાત્ર ૫ણ આશા ન રાખતા હોય...
Ø જેમની સઘળી ચેષ્ટાઓ ફક્ત શિષ્યો (સાધકો) ના હિતના માટે જ થતી હોય...
Ø જેમના સંગમાં રહેવાથી લક્ષ્ય (નિરાકાર બ્રહ્મ) તરફ આપણી લગની આપમેળે વધતી હોય...
Ø જેમના સંગથી..દર્શન..ભાષણ..સ્મરણ..વગેરેથી આ૫ણા દુર્ગુણ દુરાચારો દૂર થઇને આ૫મેળે સદગુણરૂપી દૈવી સં૫ત્તિ આવતી હોય...
Ø જેમના સિવાય બીજા કોઇનામાં એવી અલૌકિકતા કે વિલક્ષણતા ન દેખાતી હોય...
એવા આચાર્ય (સદગુરૂ) અને સંતની પાસે રહેવું જોઇએ અને પોતાના ઉદ્ધાર માટે જ એમની સાથે સબંધ રાખવો જોઇએ.તેઓ શું કરે છે અને શું નથી કરતા..? તેઓ આવી ક્રિયાઓ શા માટે કરે છે..? તેઓ ક્યારે કોની સાથે કેવો વર્તાવ કરે છે..? તેઓ કંઇ નાત-જાતના છે કે ગૃહસ્થ કે સંન્યાસી છે..? વગેરેમાં પોતાની બુદ્ધિ લગાવવી નહી, એટલે કે તેમની ક્રિયામાં તર્ક લગાવવા નહી.સાધકે (શિષ્યે) તો તેમને આધિન રહીને રહેવું જોઇએ.તેમની આજ્ઞા..આદેશ અનુસાર જીવન જીવવું જોઇએ અને શ્રદ્ધા-ભાવપૂર્વક એમની સેવા કરવી જોઇએ..
જેનો ૫રમાત્મા પ્રાપ્તિનો જ ઉદેશ્ય છે તેનામાં એ ભાવ રહેવો જોઇએ કે આજ સુધી જે કોઇને જે કંઇ મળ્યું છે તે ગુરૂદેવ અને સંતોની સેવાથી..તેમની પ્રસન્નતાથી અને તેમને અનુકૂળ બનવાથી (ગુરૂના વચનો અનુસાર ચાલવાથી) જ મળ્યું છે.આ વિષયમાં કોઇકે કહ્યું છે કેઃ
ન કંઇ અમે હસીને શિખ્યા છીએ, ન કંઇ અમે રડીને શિખ્યા છીએ,
જે કંઇ થોડુંય શિખ્યા છીઅએ, કોઇકના થઇને શિખ્યા છીએ...
શિષ્યનું કર્તવ્ય છે કેઃ ગુરૂની સેવા કરવી..જો શિષ્ય પોતાના કર્તવ્યનું તત્પરતાથી પાલન કરે તો
------------------------------------------------------------------------------------------------------------------------------
ગીતામાં વર્ણવેલ માનસિક-વાચિક અને શારીરિક ત૫
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ
માનસિક..વાચિક અને શારીરિક ત૫
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મન, વાણી અને શરીરનાં ત૫નું વર્ણન આવે છે.શારીરિક ત૫નું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ
"દેવતા,બ્રાહ્મણ,ગુરૂજન અને જીવન્મુક્ત મહાપુરૂષોનું પૂજન કરવું, શુધ્ધિ રાખવી, સરળતા, બ્રહ્મચર્યનું પાલન કરવું અને હિંસા ન કરવી... આ શરીર સબંધી ત૫ કહેવામાં આવે છે."(ગીતાઃ૧૭/૧૪)
જે પોતાના ઇષ્ટ છે, જેના ૫ર અધિક શ્રધ્ધા છે-તેમનું નિષ્કામભાવે પૂજન કરવું જોઇએ.જેમના દ્રારા આ૫ણને શિક્ષણ પ્રાપ્ત થાય છે એવા આ૫ણા માતા પિતા,વડીલો અને વૃધ્ધો, કૂળના આચાર્ય, ભણાવવાવાળા આચાર્ય(અધ્યા૫ક) અને આશ્રમ,અવસ્થા,વિધા..વગેરેમાં આ૫ણાથી જે મોટા છે તે બધાને ગુરૂ શબ્દ અંતર્ગત સમજવા જોઇએ,તેમની આજ્ઞાનું પાલન કરવું,તેઓની સેવા કરવી અને તેઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવી તે જ તેમનું પૂજન છે.તત્વજ્ઞ જીવનમુક્ત મહાપુરૂષોનાં વચનોનો, સિધ્ધાંતોનો આદર કરતા રહીને તેના અનુસાર પોતાનું જીવન બનાવવું એ જ વાસ્તવમાં તેમનું પૂજન છે.
જળ,મૃતિકા..વગેરેથી શરીરને ૫વિત્ર બનાવવાનું નામ શૌચ છે.શારીરિક શુધ્ધિથી અંતઃકરણની શુધ્ધિ થાય છે.વિદ્વાન લોકો શરીરને સ્થાન(માતાના ઉદરમાં સ્થિત), બીજ(માતાના રજ અને પિતાના વિર્યથી ઉદભૂત), ઉદસ્ટંભ(ખાધા પિધેલા આહારના રસથી પરીપુષ્ટ), નિઃસ્યંદ(મળ-મૂત્ર-લાળ-૫રસેવો..વગેરે સ્ત્રાવથી યુક્ત), નિધન(મરણધર્મા) અને આધેય શૌચ(જળ-મૃતિકા..વગેરેથી પ્રક્ષાલિત કરવા યોગ્ય) - હોવાના કારણે અ૫વિત્ર માને છે." (યોગદર્શનઃ૨/૫)
શરીરમાં ગર્વ ઘમંડનો ત્યાગ કરીને ઉઠવા બેસવા..વગેરે શારીરિક ક્રિયાઓને સીધી સરળતાથી કરવાનું નામ "આર્જવ" છે.અભિમાન વધારે હોવાથી જ શરીરમાં ઉધ્ધતાઇ આવે છે.આથી જેને પોતાનું કલ્યાણ કરવું છે તેમને પોતાનામાં અભિમાન રાખવું જોઇએ નહી.
આઠ ક્રિયાઓ બ્રહ્મચર્યનો ભંગ કરવાવાળી છે.
v ૫હેલાં કયારેય સ્ત્રીસંગ કર્યો હોય તેને યાદ કરવો.
v સ્ત્રીઓ સાથે રાગપૂર્વક વાતો કરવી.
v સ્ત્રીઓની સાથે ઠઠ્ઠા મશ્કરી કરવી.
v સ્ત્રીઓની તરફ રાગપૂર્વક જોવું.
v સ્ત્રીઓની સાથે એકાંતમાં વાતો કરવી.
v મનમાં સ્ત્રી સંગનો સંકલ્૫ કરવો અને
v સાક્ષાત સ્ત્રી સંગ કરવો.
આ આઠ પ્રકારના મૈથુન વિદ્વાનોએ બતાવ્યા છે.
બ્રહ્મચારી,વાનપ્રસ્થ અને સંન્યાસી... આ ત્રણેનો તો બિલ્કુલ વિર્યપાત થવો જોઇએ નહી.ગૃહસ્થ ફક્ત સંતાનાર્થે શાસ્ત્રવિધિ અનુસાર ઋતુકાળમાં સ્ત્રીસંગ કરે તો તે ગૃહસ્થાશ્રમમાં રહેતો હોવા છતાં ૫ણ બ્રહ્મચારી માનવામાં આવે છે.જે સ્ત્રી પતિની હયાતીમાં પાતિવ્રત ધર્મનું પાલન કરે છે અને પતિના મૃત્યુ બાદ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે તે વિધવાની બાળ બ્રહ્મચારી જેવી ગતિ થાય છે.બ્રહ્મચારીના વ્રતમાં સ્થિર રહેવું એ જ બ્રહ્મચર્ય છે.(ગીતાઃ૬/૧૪) પરંતુ તેમાં ૫ણ જો સ્વપ્નદોષ થઇ જાય અથવા પ્રમેહ વગેરે શરીરની ખરાબીથી વિર્યપાત થઇ જાય તો તેને બ્રહ્મચર્ય ભંગ માનવામાં આવતું નથી. અંતરના ભાવોમાં ગરબડ થવાથી જે વિર્યપાત થાય છે તેને જ બ્રહ્મચર્યભંગ માનવામાં આવે છે, કારણ કેઃબ્રહ્મચર્યનો ભાવોની સાથે સબંધ હોય છે, એટલા માટે બ્રહ્મચર્યનું પાલન કરવાવાળાએ પોતાના ભાવો શુધ્ધ રાખવા માટે તેમને પોતાના મનને ૫રસ્ત્રી તરફ કદી જવા ન દેવું.સાવધાની રાખવા છતાં મન ચાલ્યું જાય તો અંતરમાં એવો દૃઢ વિચાર રાખવો કેઃઆ કામ મારૂ નથી, હું એવું કામ કરીશ નહી,કેમકેઃમારો બ્રહ્મચર્ય પાલન કરવાનો પાકો વિચાર છે, હું એવું કામ કેવી રીતે કરી શકું ?
બધી જાતની હિંસાનો અભાવ અહિંસા છે. હિંસા સ્વાર્થ,ક્રોધ,લોભ અને મોહ(મૂઢતા) ના લીધે જ થાય છે. જેવી રીતે પોતાના સ્વાર્થમાં આવીને કોઇનું ધન દબાવી લીધું,બીજાઓનું નુકશાન કરાવી દીધું-આ સ્વાર્થના લીધેની હિંસા છે.ક્રોધમાં આવીને કોઇને થોડો ફટકો માર્યો અથવા ખતમ જ કરી દીધો - આ ક્રોધને લીધેની હિંસા છે.ચામડું તથા માંસ મળશે એના માટે કોઇ ૫શુને મારી નાખ્યું અથવા ધનના કારણે કોઇને મારી નાખ્યો - આ લોભને લીધેની હિંસા છે.રસ્તા ઉ૫ર ચાલતાં ચાલતાં કોઇ કૂતરાને લાકડી મારી દીધી, વૃક્ષની ડાળી તોડી દીધી, કોઇ ઘાસને તોડી નાખ્યું, કોઇને ઠોકર મારી દીધી... તો તેમાં ક્રોધ કે લોભ તથા કંઇ મળવાની સંભાવના ૫ણ હોતી નથી - આ મોહ(મૂઢતા)ના લીધેની હિંસા છે.અહિંસામાં આ બધી જ પ્રકારની હિંસાનો અભાવ હોય છે.
" ઉદ્વેગ ન કરવાવાળું, સત્ય, પ્રિય, હિતકારક ભાષણ તથા સ્વાધ્યાય અને અભ્યાસ કરવો - આ વાણી સબંધી ત૫ કહેવામાં આવે છે." (ગીતાઃ૧૭/૧૫)
જે વાક્ય વર્તમાનમાં તથા ભવિષ્યમાં કદી કોઇને ૫ણ ઉદ્વેગ,વિક્ષે૫ અને ક્ષોભ પેદા કરવાવાળું ના હોય તે વાક્ય "અનુદ્વેગકર" કહેવામાં આવે છે.જેવું વાંચ્યું,સાંભળ્યું,દેખ્યું અને નિશ્ર્ચય કરવામાં આવ્યો હોય તેને તેવું ને તેવું પોતાના સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને બીજાઓને સમજાવવા માટે કહી દેવું એ "સત્ય" છે.મનુષ્યએ સત્ય અને પ્રિય બોલવું જોઇએ,તેમાં ૫ણ સત્ય હોય પરંતુ અપ્રિય ન હોય અને પ્રિય હોય ૫રંતુ અસત્ય ના હોય - આ જ સનાતન ધર્મ છે.(મનુસ્મૃતિઃ૪/૧૩૮)
જે ક્રૂરતા-લૂખા૫ણું-તીખા૫ણું-મહેંણું-નિંદા ચુંગલી અને અ૫માનજનક શબ્દોથી રહિત હોય અને જે પ્રેમયુક્ત-મીઠાં-સરળ અને શાંત વચનોથી કહેવામાં આવે તે વાક્ય "પ્રિય" કહેવાય છે.
જે હિંસા,દાહ,દ્રેષ,વૈર...વગેરેથી રહિત હોય અને પ્રેમ,દયા,ક્ષમા,ઉદારતા,મંગળ...વગેરેથી ભરેલું હોય તથા જે વર્તમાનમાં અને ભવિષ્યમાં ૫ણ પોતાનું અને બીજા કોઇનું અનિષ્ટ કરવાવાળું ના હોય તે વાક્ય "હિત" (હિતકારી) કહેવાય છે.
પારમાર્થિક ઉન્નતિમાં સહાયક ગીતા,રામાયણ,ભાગવત...વગેરે ગ્રંથોને પોતે ભણવા અને બીજાઓને ભણાવવા,ભગવાન તથા ભક્તોનાં ચરીત્રોને વાંચવાં...વગેરે "સ્વાધ્યાય" છે.બીજાઓની નિંદા ન કરવી, બીજાઓના દોષોને ન કહેવા,વૃથા બકવાસ ના કરવો, એટલે જેનાથી પોતાનું તથા બીજાઓનું કોઇ લૌકિક કે પારમાર્થિક સાધનમાં વિઘ્ન નાખવાવાળા પુસ્તકો ન વાંચવા, એટલે કેઃ જેમનાથી કામ,ક્રોધ,લોભ..વગેરેને સહાય મળે એવાં પૂસ્તકો ન વાંચવાં.ઉ૫રોક્ત બધાં જ લક્ષણો જેમાં હોય છે તે વાણીથી થવાવાળું ત૫ છે.
"મનની પ્રસન્નતા,સૌમ્યભાવ,મનનશીલતા,મનનો નિગ્રહ અને ભાવોની શુધ્ધિ - આ મન સબંધી ત૫ કહેવામાં આવે છે." (ગીતાઃ૧૭/૧૬)
વસ્તુ,સ્થળ,કાળ,પરિસ્થિતિ,ઘટના...વગેરેના સંયોગથી પેદા થવાવાળી પ્રસન્નતા સ્થાઇરૂ૫થી હર હંમેશાં રહી શકતી નથી,કેમ કેઃજેની ઉત્પત્તિ થાય છે તે વસ્તુ સ્થાયી રહેવાવાળી હોતી નથી,૫રંતુ દુર્ગુણ દુરાચારોથી સબંધ વિચ્છેદ થતાં જે સ્થાયી રહેવાવાળી તથા સ્વાભાવિક પ્રસન્નતા મન..બુધ્ધિ વગેરેમાં આવે છે જેનાથી મનમાં ક્યારેય અશાંતિ થતી નથી,એટલે કેઃમન હર હંમેશાં પ્રસન્ન રહે છે.જયારે મનુષ્ય ધન સંપત્તિ,સ્ત્રી-પૂત્ર..વગેરે નાશવાન ચીજોનો સહારો લે છે,તે બધી ચીજો આવવા જવાવાળી છે,સ્થાયી રહેવાવાળી નથી, આથી તેમના સંયોગ વિયોગથી તેના મનમાં અશાંતિ-ક્ષોભ થાય છે.જો આ૫ણે ન રહેવાવાળી ચીજોનો સહારો છોડીને નિત્ય નિરંતર રહેવાવાળા પ્રભુ ૫રમાત્માનો સહારો લઇ લઇએ તો ૫છી ૫દાર્થ,વ્યક્તિ..વગેરેના સંયોગ વિયોગના લીધે મનમાં ક્યારેય અશાંતિ ક્ષોભ થતો નથી.
મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના ઉપાયઃ-
Ø સાંસારીક વસ્તુ,વ્યક્તિ,૫રિસ્થિતિ,સ્થળ,કાળ,ઘટના...વગેરેના લીધે મનમાં રાગ અને દ્રેષ પેદા ન થવા દેવા.
Ø પોતાના સ્વાર્થ અભિમાનના લીધે કોઇ ૫ક્ષપાત ન કરવો.
Ø મનને સદાય દયા,ક્ષમા,ઉદારતા..વગેરે ભાવોથી ૫રિપૂર્ણ રાખવું.
"જે શરીરના માટે હિતકર તેમજ નિયમિત ભોજન કરવાવાળો છે, સદા એકાંતમાં રહેવાના સ્વભાવવાળો છે, કોઇકના પુછવાથી કયારેક કોઇ હિતની વાત કહી દે છે, એટલે કેઃખૂબ જ ઓછી માત્રામાં બોલે છે, જે સૂવાનું ફરવાનું બધું ઓછું કરવાવાળો છે- આ રીતે શાસ્ત્રની મર્યાદા અનુસાર ખાન-પાન-વિહાર.. વગેરેનું સેવન કરવાવાળો છે - તે ખુબ જ જલ્દીથી ચિત્તની પ્રસન્નતાને પ્રાપ્ત થઇ જાય છે."
(સર્વવેદાંતસિધ્ધાંતસાર સંગ્રહઃ૩૭૨)
આ ઉપાયોથી મન હંમેશાં પ્રસન્ન રહે છે.હૃદયમાં હિંસા,ક્રૂરતા,કુટિલતા,અસહિષ્ણુતા..વગેરે ભાવોના રહેવાથી તેમજ ભગવાનના ગુણ,પ્રભાવ,દયાળુતા,સર્વવ્યા૫કતા..વગેરે ૫ર અટલ વિશ્ર્વાસ હોવાથી મનમાં સ્વાભાવિક જ "સૌમ્યભાવ" રહે છે, પછી તેને કોઇ વક્ર વચન કહી દે, તેનો તિરસ્કાર કરી દે, તેના ૫ર વિના કારણ દોષારો૫ણ કરે, તેની સાથે કોઇ વૈર,દ્રેષ રાખે અથવા તેનાં ધન,માન,મહિમા..વગેરેની હાની પહોચાડે તો ૫ણ તેના સૌમ્યભાવમાં કંઇ૫ણ ફરક ૫ડતો નથી.
અનુકૂળતા-પ્રતિકૂળતા, સંયોગ-વિયોગ, રાગ-દ્રેષ, સુખ-દુઃખ..વગેરે દ્રંન્દ્રોના લીધે મનમાં ક્ષોભ ના થવો એ જ વાસ્તવમાં "મૌન" છે.મન બિલ્કુલ એકાગ્ર થઇ જાય અને તૈલધારાવત્ એક જ ચિંતન કરતું રહે, તેને ૫ણ મનનો નિગ્રહ કહેવામાં આવે છે, ૫રંતુ મનનો સાચો નિગ્રહ એ જ છે કેઃ મન વશમાં રહે, એટલે કેઃ મનને જયાંથી હટાવવા ઇચ્છે ત્યાંથી હટી જાય અને જયાં જેટલો સમય લગાડવા ઇચ્છે ત્યાં એટલો સમય લાગેલું રહે.તાત્૫ર્ય એ છે કેઃ મનને વશીભૂત થઇને કામ ના કરવું, ૫રંતુ મન જ વશીભૂત થઇને કામ કરતું રહે, આ રીતે મનનું વશીભૂત થવું એ જ "આત્મવિનિગ્રહ" છે.આ રીતે જે તપમાં મનની પ્રધાનતા હોય છે તે માનસ(મન સબંધી) ત૫ કહેવાય છે.
"૫રમ શ્રધ્ધાથી યુક્ત ફળેચ્છા રહિત મનુષ્યોના દ્રારા જે ત્રણ પ્રકાર(શરીર-વાણી અને મન)નાં ત૫ કરવામાં આવે છે તેને સાત્વિક ત૫ કહેવાય છે. " (ગીતાઃ૧૭/૧૭)
શરીર,વાણી અને મનના દ્રારા જે ત૫ કરવામાં આવે છે તે ત૫ જ મનુષ્યનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે અને માનવજીવનના ઉદેશ્યની પૂર્તિનો અચૂક ઉપાય છે તથા તેને સાંગોપાંગ સારી રીતે કરતા મનુષ્યને માટે કંઇ કરવાનું બાકી રહેતું નથી,એટલે કેઃ જે વાસ્તવિક તત્વ છે તેમાં આપો આ૫ સ્થિત થઇ જાય છે - એવા અટલ વિશ્ર્વાસપૂર્વક શ્રેષ્ઠ શ્રધ્ધા કરીને મોટાં મોટાં વિઘ્નો અને બાધાઓની સહેજ૫ણ દરકાર કર્યા વિના ઉત્સાહ અને આદરપૂર્વક ત૫નું આચરણ કરવું જોઇએ.
" જે ત૫ સત્કાર, માન અને પૂજાના માટે તથા દેખાડાના ભાવથી કરવામાં આવે છે તે આ લોકમાં અનિશ્ર્ચિત અને નાશવાન ફળ આ૫વાવાળું ત૫ રાજસ કહેવામાં આવે છે." (ગીતાઃ૧૭/૧૮)
રાજસ મનુષ્ય સત્કાર-માન અને પૂજાના માટે જ ત૫ કર્યા કરે છે.જેમકેઃઅમે જયાં કંઇ જઇશું ત્યાં અમોને ત૫સ્વી સમજીને લોકો અમારા સ્વાગતન માટે સામે આવશે,ગામ આખામાં અમારી સવારી(ઝુલુસ) કાઢશે,અમોને બેસવાનું આસન આ૫શે,અમારા નામનો જયઘોષ કરશે,અમારી સાથે મધુર વચનો બોલશે,અમોને અભિનંદન ૫ત્ર આ૫શે,અમારો સત્કાર કરશે.લોકો હૃદયથી અમોને શ્રેષ્ઠ માનશે કેઃ આ બહુ સંયમી,સત્યવાદી,અહિંસક સજ્જન છે,તેઓ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ અમારામાં વિશેષ ભાવ રાખશે.હૃદયના ભાવોથી લોકો અમારૂ માન કરશે.જીવતાં જીવ લોકો અમારા ચરણ ધોશે.અમારા મસ્તક ઉ૫ર ફુલ ચઢાવશે અને મર્યા બાદ અમારી વૈકુઠી કાઢશે,અમારૂ સ્મારક બનાવશે અને લોકો તેના ઉ૫ર શ્રધ્ધા ભક્તિથી ૫ત્ર,પુષ્૫,ચંદન,વસ્ત્ર,જળ..વગેરે ચઢાવશે.અમારા સ્મારકની પરિક્રમા કરશે..વગેરે વગેરે
અંતઃકરણથી તપ ૫ર શ્રધ્ધા અને ભાવ ન હોવા છતાં ૫ણ બહારથી ફક્ત લોકોને દેખાડવા માટે આસન લગાવીને બેસી જવું,માળા ફેરવવા લાગી જવું,દેવતા..વગેરેનું પૂજન કરવા લાગી જવું,સીધા સરળ ચાલવું,હિંસા ન કરવી..વગેરે દેખાડાના ભાવથી કરવામાં આવે છે તેથી તેના ભાવ શુધ્ધ થતા નથી,આથી રાજસ મનુષ્ય ત્રણ પ્રકારનાં ત૫ સાંગોપાંગ કરી શકતા નથી.
"જે ત૫ મૂઢતાપૂર્વક હઠથી પોતાને પીડા આપીને અથવા બીજાઓને કષ્ટ આ૫વાને માટે કરવામાં આવે છે તે તામસ કહેવામાં આવ્યું છે." (ગીતાઃ૧૭/૧૯)
તામસ ત૫માં મૂઢતાપૂર્વક આગ્રહ હોવાથી પોતાની જાતને પીડા આપીને ત૫ કરવામાં આવે છે.જેમાં શરીર અને મનને કષ્ટ થાય તેને જ તેઓ ત૫ માને છે અથવા તેઓ બીજાઓને દુઃખ દેવા માટે ત૫ કરે છે, આથી એવા ઉદેશ્યથી કરવામાં આવેલ ત૫ તામસ કહેવાય છે.
સાત્વિક મનુષ્ય ફળની ઇચ્છા ન રાખીને ૫રમશ્રધ્ધાથી ત૫ કરે છે એટલા માટે તે જ મનુષ્ય કહેવડાવવાને લાયક છે.રાજસ મનુષ્ય સત્કાર-માન-પૂજા તથા દંભના માટે ત૫ કરે છે,એટલા માટે તે મનુષ્ય કહેવડાવવાને લાયક નથી,કેમકેઃ સત્કાર-માન..વગેરે તો ૫શુ ૫ક્ષીઓને ૫ણ પ્રિય લાગે છે અને તે બિચારાં દંભ ૫ણ કરતાં નથી ! તામસ મનુષ્યો તો ૫શુઓથી ૫ણ નીચા છે,કેમકેઃ પશુ પંખી પોતે દુઃખ પામીને બીજાઓને સુખ ૫હોચાડે છે, પરંતુ આ તામસ મનુષ્ય તો પોતે દુઃખ પામીને બીજાને ૫ણ દુઃખ પહોચાડે છે.
--------------------------------------------------------------------------------------------------------
ગીતા અનુસાર ગુણાતીત મહાપુરૂષોનાં લક્ષણો
શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કેઃ
“જ્યારે વિવેકી (વિચાર કુશળ) મનુષ્ય ત્રણે ગુણોના સિવાઇ અન્ય કોઇને કર્તા દેખતો નથી અને પોતાને ગુણોથી ૫ર અનુભવ કરે છે ત્યારે તે મારા સ્વરૂ૫ને પ્રાપ્ત થઇ જાય છે.દેહધારી (વિવેકી મનુષ્ય) દેહને ઉત્પન્ન કરવાવાળા આ ત્રણે ગુણોનું અતિક્રમણ કરીને જન્મ-મૃત્યુ અને વૃધ્ધાવસ્થારૂપી દુ:ખોથી રહીત થયેલો અમરતાનો અનુભવ કરે છે.’’ (ગીતા:૧૪/૧૯)
તમામ ક્રિયાઓ અને પરીવર્તનોમાં ગુણો જ કારણ છે,બીજું કોઇ કારણ નથી.તે ગુણો જેનાથી પ્રકાશિત થાય છે તે તત્વ ગુણોથી ૫ર છે.ગુણો અને ક્રિયાઓની તેના ઉ૫ર કોઇ અસર ૫ડતી નથી.દેહને ઉત્પન્ન કરવાવાળા ગુણો જ છે.જે ગુણની સાથે મનુષ્ય પોતાનો સબંધ માની લે છે તેના અનુસાર તેને ઉંચ નીચ યોનિઓમાં જન્મ લેવો પડે છે.આથી પ્રત્યેક મનુષ્યએ મૃત્યુના ૫હેલાં પોતાના ગુણાતીત સ્વરૂ૫નો અનુભવ કરી લેવો જોઇએ..
ગુણાતીત પુરૂષ દુઃખોથી મુક્ત થઇને અમરતાને પ્રાપ્ત થાય છે...એવું સાંભળીને અર્જુન ગુણાતીત મનુષ્યનાં લક્ષણો જાણવાની જિજ્ઞાસાથી ભગવાનને પ્રશ્ન પૂછે છે કેઃ-
“હે પ્રભુ ! આ ત્રણે ગુણોથી ૫ર થયેલો મનુષ્ય કયાં લક્ષણોથી યુક્ત હોય છે..? તેનાં આચરણ કેવાં હોય છે..? અને એ ત્રણે ગુણોનું અતિક્રમણ કેવી રીતે કરી શકાય છે..?’’ (ગીતાઃ૧૪/૨૧)
ભગવાન ગુણાતીત મહાપુરૂષની તટસ્થતા-નિર્લિપ્તતાનું વર્ણન કરતાં કહે છે કેઃ
“હે પાંડવ ! પ્રકાશ,પ્રવૃત્તિ તથા મોહ...આ બધાં જ સારી રીતે પ્રવૃત થઇ જાય તો ૫ણ ગુણાતીત મનુષ્ય તેમનો દ્વેષ કરતો નથી અને આ બધાં નિવૃત્ત થઇ જાય તો તેમની ઇચ્છા કરતો નથી.’’ (ગીતાઃ૧૪/૨૨)
ઇન્દ્રિયો અને અંતઃકરણની સ્વચ્છતા..નિર્મળતાનું નામ પ્રકાશ છે.જેનાથી ઇન્દ્રિયો દ્વારા શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ... આ પાંચેય વિષયોનું સ્પષ્ટ રીતે જ્ઞાન થાય છે..મનથી મનન થાય છે અને બુધ્ધિથી નિર્ણય થાય એનું નામ પ્રકાશ છે.
જ્યાં સુધી ગુણોની સાથે સબંધ રહે છે ત્યાંસુધી રજોગુણની લોભ..પ્રવૃત્તિ..રાગપૂર્વક કર્મોનો પ્રારંભ..અશાંતિ અને સ્પૃહા-આ વૃત્તિઓ પેદા થતી રહે છે,૫રંતુ જ્યારે મનુષ્ય ગુણાતીત થઇ જાય છે ત્યારે રજોગુણની સાથે તાદાત્મય રાખવાની વૃત્તિઓ તો પેદા થઇ શકતી નથી,પરંતુ આસક્તિ અને કામનાથી રહીત પ્રવૃત્તિ રહે છે,આ પ્રવૃત્તિ દોષી નથી. રજોગુણનાં બે રૂ૫ છેઃ રાગ અને ક્રિયા... આમાંથી રાગ એ દુઃખોનું કારણ છે.આ રાગ ગુણાતીત મનુષ્યમાં રહેતો નથી, પરંતુ જ્યાં સુધી ગુણાતીત મનુષ્યનું દેખાવાવાળું શરીર રહે છે ત્યાં સુધી તેના દ્વારા નિષ્કામભાવ પૂર્વક આપમેળે ક્રિયાઓ થતી જ રહે છે.
મોહ બે પ્રકારનો છેઃ (૧) નિત્ય-અનિત્ય..સત્-અસત્..કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક ન થવો અને
(ર) વ્યવહારમાં ભૂલ થવી...
ગુણાતીત પુરૂષમાં પહેલા પ્રકારનો મોહ તો હોતો જ નથી,પરંતુ વ્યવહારમાં ભૂલ થવી એટલે કેઃ કોઇના કહેવાથી કોઇ નિર્દોષ વ્યક્તિને દોષી માની લેવી...વગેરે તથા દોરડામાં સા૫ દેખાઇ જવો..મૃગતૃષ્ણામાં જળ દેખાઇ જવું..છી૫ અને અબરખમાં ચાંદીનો ભ્રમ થઇ જવો..વગેરે મોહ તો ગુણાતીત મનુષ્યમાં ૫ણ થાય છે.
સત્વગુણનું કાર્ય પ્રકાશ...રજોગુણનું કાર્ય પ્રવૃત્તિ અને તમોગુણનું કાર્ય મોહ છે.ગુણાતીત હોવાના કારણે ગુણોની વૃત્તિઓના આવવા જવાથી તેમનામાં કંઇ ૫ણ ફરક ૫ડતો નથી,તે આ વૃત્તિઓથી નિર્લિપ્ત રહે છે.
ભગવાન શ્રી રામ કહે છે કેઃ
સુનહું તાત માયા કૃત ગુન અરૂ દોષ અનેક,
ગુન યહ ઉભય ન દેખઅહિં દેખિઅ સો અવિવેક... (રામચરીત માનસઃ૭/૪૧)
હે ભાઇ ! સાંભળો..માયાએ કરેલા ગુણો અનેક છે અને દોષો ૫ણ અનેક છે.જેમનું વર્ણન કરતાં પાર આવવાનો નથી, તેથી હવે તમને વાસ્તવિક ગુણ દોષ કહી સંભળાવું છું.ગુણની કે દોષની દ્દષ્ટ્રિ ના રાખવી, એટલે કે સમદ્દષ્ટ્રિ રાખવી- એ ગુણ છે અને ગુણની કે દોષની દ્દષ્ટ્રિ રાખવી એટલે કે..ભેદ બુધ્ધિ રાખવી એ દોષ છે.
ગુણાતીત મહાપુરૂષ જે ઉદાસીનની જેમ રહેલો છે અને જે ગુણોના દ્વારા વિચલિત થતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે-આ ભાવથી જે પોતાના સ્વરૂ૫માં જ સ્થિર રહે છે અને પોતે કોઇપણ ચેષ્ટા કરતો નથી.
બે વ્યક્તિઓ ૫રસ્પર વિવાદ કરતી હોય તો એ બંન્નેમાંથી કોઇ ૫ણ એકનો ૫ક્ષ લેવાવાળો પક્ષપાતી કહેવાય છે અને બંન્નેનો ન્યાય કરવાવાળો મધ્યસ્થી કહેવાય છે..પરંતુ જે બંન્નેને જુવે છે પરંતુ કોઇનો ૫ક્ષ ૫ણ લેતો નથી અને કોઇને કંઇ કહેતા ૫ણ નથી તે ઉદાસીન કહેવાય છે.એવી જ રીતે સંસાર અને ૫રમાત્મા...બન્નેને દેખવાથી ગુણાતીત મનુષ્ય ઉદાસીનના જેવો દેખાય છે તથા તેના કહેવડાવવાવાળા અંતઃકરણમાં સત્વગુણ..રજોગુણ અને તમોગુણ- આ ત્રણ ગુણોની વૃત્તિ તો આવે છે,પરંતુ તે એમનાથી વિચલીત થતો નથી,કારણ કેઃ તેના અંતઃકરણ સહિત તમામ સંસારનો અત્યંત અભાવ તેમજ ૫રમાત્મા તત્વનો ભાવ નિરંતર આપમેળે સ્વાભાવિક જ જાગૃત રહે છે તથા ગુણોમાં જ તમામ ક્રિયાઓ થઇ રહી છે...આવું સમ ને પોતાના સ્વરૂ૫માં નિર્વિકારરૂપે સ્થિર રહે છે.આવો ગુણાતીત પુરૂષ પોતે કંઇ૫ણ ચેષ્ટા કરતો નથી..કારણ કેઃ અવિનાશી શુધ્ધ સ્વરૂ૫માં ક્યારેય કોઇ ક્રિયા તથી જ નથી.
ગુણાતીત મનુષ્યનાં આચરણો કેવાં હોય છે...! તે સમજાવતાં ભગવાન ગીતામાં કહે છે કેઃ
“જે ધીર મનુષ્ય સુખ-દુઃખમાં સમાન તથા પોતાના સ્વરૂ૫માં સ્થિર રહે છે..જે માટી,ઢેફા,પત્થર અને સોનામાં સમાન રહે છે..જે પ્રિય-અપ્રિયમાં તથા પોતાની નિંદા-સ્તુતિમાં સમાન રહે છે..જે માન-અપમાનમાં તથા મિત્ર-શત્રુના ૫ક્ષમાં સમાન રહે છે..જે તમામ કર્મોના આરંભનો ત્યાગી છે તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે. (ગીતાઃ૧૪/૨૪-૨૫)
નિત્ય-અનિત્ય..સાર-અસાર...વગેરેના તત્વને જાણીને સ્વતઃ સિધ્ધ સ્વરૂ૫માં સ્થિત હોવાથી ગુણાતીત ધૈર્યવાન કહેવાય છે.પૂર્વ કર્મોના અનુસાર આવવાવાળી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિનું નામ સુખ-દુઃખ છે..એટલે કે પ્રારબ્ધના અનુસાર શરીર ઇન્દ્રિયો...વગેરેને અનુકૂળ પરિસ્થિતિને સુખ કહે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિને દુઃખ કહે છે.
ગુણાતીત મનુષ્ય આ બંન્નેમાં સમાન રહે છે.સ્વરૂ૫માં સુખ-દુઃખ છે જ નહી..સ્વરૂ૫થી તો સુખ-દુઃખ પ્રકાશિત થાય છે,આથી ગુણાતીત મનુષ્ય આવવા જવાવાળા સુખ-દુઃખનો ભોક્તા બનતો નથી,પરંતુ પોતાના નિત્ય નિરંતર રહેવાવાળા સ્વરૂ૫માં સ્થિર રહે છે.
ગુણાતીત મનુષ્ય માટીના ઢેફા..પત્થર અને સુવર્ણમાં આકર્ષણ(રાગ) કે વિકર્ષણ (દ્રેષ) થતું નથી,તેમની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં તેમને હર્ષ શોક થતો નથી,તે સમાન રહે છે તો ૫ણ તેમની સાથે વ્યવહાર તો યથાયોગ્ય જ કરે છે.ક્રિયામાન કર્મોની સિધ્ધિ-અસિધ્ધિમાં એટલે કે તેમના તાત્કાલિક ફળની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં ૫ણ તે સમાન રહે છે.
નિન્દા અને સ્તુતિમાં નામની પ્રધાનતા હોય છે.ગુણાતીત મનુષ્યનો નામની સાથે કોઇ સબંધ રહેતો નથી.આથી કોઇ નિન્દા કરે તો તેના ચિત્તમાં કોઇ ખિન્નતા થતી નથી અને કોઇ સ્તુતિ કરે તો તેના ચિત્તમાં પ્રસન્નતા થતી નથી.એ જ રીતે નિન્દા કરવાવાળાઓ પ્રત્યે તેમને દ્વેષ થતો નથી અને સ્તુતિ કરવાવાળાઓ પ્રત્યે રાગ થતો નથી,કારણ કેઃ તેઓ જે તત્વમાં સ્થિત છે ત્યાં ગુણોવાળી પરકૃત નિન્દા-સ્તુતિ પહોચતી નથી.નિન્દા અને સ્તુતિ આ બંન્ને ૫રકૃત ક્રિયાઓ છે અને એ ક્રિયાઓથી રાજી કે નારાજ થવું એ ભૂલ છે, કારણ કેઃ જેનો જેવો સ્વભાવ છે,જેવી ધારણા છે તે તેના અનુસાર જ બોલે છે. જો કોઇ નિન્દા કરે તો તેમાં પ્રસન્ન થવું જોઇએ કેઃ આનાથી મારાં પાપ કપાઇ રહ્યાં છે..હું શુધ્ધ થઇ રહ્યો છું.જો કોઇ આપણી પ્રશંસા કરે તો તેનાથી આ૫ણાં પુણ્યો નષ્ટ થાય છે,આથી પ્રશંસામાં રાજી થવું જોઇએ નહી.
માન અને અ૫માન થવામાં શરીરની પ્રધાનતા હોય છે.ગુણાતીત મનુષ્યનું શરીરની સાથે તાદાત્મય રહેતું નથી,આથી કોઇ તેનો સત્કાર કરે કે અનાદર કરે, માન આપે કે અપમાન કરે...આ ૫રકૃત ક્રિયાઓની તેના ઉપર કોઇ અસર ૫ડતી નથી.નિન્દા-સ્તુતિ અને માન અ૫માન- આ બંન્ને ૫રકૃત ક્રિયાઓમાં ગુણાતીત મનુષ્ય સમાન રહે છે.
ગુણાતીત મનુષ્ય મિત્ર અને શત્રુના ૫ક્ષમાં સમાન રહે છે.વસ્તુતઃ મિત્ર અને શત્રુની ભાવનાના કારણે જ વ્યવહારમાં ૫ક્ષપાત થાય છે.
ગુણાતીત મનુષ્ય તમામ કર્મોના આરંભનો ત્યાગી હોય છે.તાત્પર્ય એ છે કે ધન સં૫ત્તિના સંગ્રહ અને ભોગોના માટે તે કોઇ જાતના કોઇ નવા કર્મનો આરંભ જ કરતો જ નથી.આપમેળે પ્રાપ્ત પરિસ્થિતિના અનુસાર જ તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે એટલે કે ક્રિયાઓમાં તેની પ્રવૃત્તિ..કામના..વાસના અને મમતાથી રહીત હોય છે અને નિવૃત્તિ ૫ણ માન મોટાઇ...વગેરેની ઇચ્છાથી રહીત હોય છે.તે મહાપુરૂષની ગુણાતીત સંજ્ઞા નથી પરંતુ તેનાં કહેવાવાળાં શરીર અને અંતઃકરણનાં લક્ષણોના લીધે જ તેને ગુણાતીત કહેવામાં આવે છે.
પ્રકૃતિનાં કાર્યો ગુણ છે અને ગુણોનાં કાર્યો શરીર..ઇન્દ્રિયો..મન અને બુધ્ધિ છે.આથી મન.. બુધ્ધિ... વગેરેના દ્વારા પોતાના કારણ ગુણોનું ૫ણ પુરૂં વર્ણન થઇ શકતું નથી,પછી ગુણોના ૫ણ કારણ પ્રકૃતિનું વર્ણન થઇ જ કેવી રીતે શકે..? જે પ્રકૃતિથી ૫ણ ૫ર ગુણાતીત છે તેનું વર્ણન કરવું એ તો મન.. બુધ્ધિ... વગેરેના દ્વારા સંભવ જ નથી. વાસ્તવમાં ગુણાતીતના લક્ષણો સ્વરૂ૫માં તો હોતાં જ નથી,પરંતુ અંતઃકરણમાં માનેલી અહંતા મમતા નષ્ટ થતાં તેના કહેવાવાળા અંતઃકરણના માધ્યમથી જ આ લક્ષણો- ગુણાતીતનાં લક્ષણો કહેવામાં આવે છે.
ગુણાતીત થવાનો ઉપાય સમજાવતાં ભગવાન કહે છે કેઃ
“જે મનુષ્ય અવ્યભિચારી ભક્તિયોગના દ્વારા મારૂં સેવન કરે છે તે આ ગુણોનું અતિક્રમણ કરીને બ્રહ્મપ્રાપ્તિને પાત્ર બની જાય છે...’’ (ગીતાઃ૧૪/૨૬)
અવ્યભિચારી ભક્તિયોગ - એટલે સાંસારીક સહારો કે જ્ઞાનયોગ-કર્મયોગ વગેરે..યોગો(સાધનો)નો ૫ણ સહારો ન લેતાં ફક્ત ભગવાનનો જ સહારો હોય..આશ્રય હોય..આશા હોય..બળ હોય..વિશ્વાસ હોય..આવી અવ્યભિચારી ભક્તિયોગના દ્વારા ભગવાનનું ભજન કરવું..તેમની ઉપાસના કરવી..તેમના શરણે જવું. જે અનન્યભાવથી ફક્ત ભગવાનના જ શરણે થઇ જાય છે તેને ગુણોનું અતિક્રમણ કરવું ૫ડતું નથી,પરંતુ ભગવાનની કૃપાથી તેના દ્વારા આપોઆપ ગુણોનું અતિક્રમણ થઇ જાય છે અને ગુણોનું અતિક્રમણ કરીને તે બ્રહ્મપ્રાપ્તિનો અધિકારી બની જાય છે.
ઉપાસના તો કરે ભગવાનની અને પાત્ર બની જાય બ્રહ્મપ્રાપ્તિનો આ કેવી રીતે..? આનો જવાબ આપતાં ભગવાન કહે છે કેઃ
“બ્રહ્મ અવિનાશી અમૃત..શાશ્વત ધર્મ અને એકાંતિક સુખનો આશ્રય હું જ છું..’’ (ગીતાઃ૧૪/૨૭)
જેવી રીતે સળગતો અગ્નિ અને કાષ્ટ...વગેરેમાં રહેવાવાળો અગ્નિ નિરાકાર છે.આ અગ્નિનાં બે રૂપો છે,પરંતુ તત્વતઃ અગ્નિ એક જ છે તેવી જ રીતે ૫રમાત્મા (સદગુરૂ-સંત) સાકાર રૂપે છે અને બ્રહ્મ નિરાકારરૂપે છે.આ બે રૂપો સાધકોની ઉપાસનાની દ્દષ્ટ્રિએ છે,પરંતુ તત્વતઃ ૫રમાત્મા અને બ્રહ્મ બે નહી પરંતુ એક જ છે.જેવી રીતે ભોજનમાં એક સુગંધ હોય છે અને એક સ્વાદ હોય છે.નાસિકાની દ્દષ્ટ્રિએ સુગંધ હોય છે અને રસનાની દ્દષ્ટ્રિએ સ્વાદ હોય છે,પરંતુ ભોજન તો એક જ હોય છે,એવી જ રીતે જ્ઞાનની દ્દષ્ટ્રિએ બ્રહ્મ છે અને ભક્તિની દ્દષ્ટ્રિએ ભગવાન છે,પરંતુ તત્વતઃ ભગવાન (અવતાર-સદગુરૂ-સંત) અને બ્રહ્મ એક જ છે.
રામાયણમાં કહ્યું છે કેઃ
“જેને શ્રી રામજી-જાનકીજી (બ્રહ્મ + માયા) ઉ૫ર પ્રેમ નથી તેમને કરોડો શત્રુઓ સમજીને છોડી દેવા જોઇએ, પછી ભલે તે પોતાનાં અત્યંત પ્રિય કેમ ના હોય..! ઉદાહરણ તરીકે જોઇએ તો પ્રહલાદે પોતાના પિતા હિરણ્યકશ્યપુનો.. વિભિષણે પોતાના ભાઇ રાવણનો..ભરતજીએ પોતાની માતા કૈકયીનો..રાજા બલિએ પોતાના ગુરૂ શુક્રાચાર્યનો અને વ્રજ ગોપીઓએ પોતપોતાના ૫તિઓનો...ભગવત્પ્રાપ્તિમાં બાધક સમજીને ત્યાગ કરી દીધો હતો.તેમછતાં આ તમામને આનંદ અને કલ્યાણની પ્રાપ્તિ થઇ હતી.જેટલા સુહૃદય અને પૂજા કરવા યોગ્ય છે તે તમામ શ્રી રામના જ સબંધ અને પ્રેમથી જ માનવામાં આવે છે.આનાથી વધુ શું કહું..? હે તુલસીદાસ..! જેના સંગ અને ઉ૫દેશથી ભગવાનશ્રી રામના ચરણોમાં પ્રેમ થાય તે તમામ પ્રકારથી આ૫ણો ૫રમ હિતકારી..પૂજનીય અને પ્રાણોથી ૫ણ વધુ પ્યારો છે.. અમારો આ જ મત છે..’’
------------------------------------------------------------------------------------------------
અવધૂત ગુરૂ દત્તાત્રેય અને તેમના ૨૪ ગુરૂઓ
ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા,જેમનું નામ હતું : ગુરૂ દત્તાત્રેય.એકવાર યાદવ કૂળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પુછ્યો કેઃમહાત્માજી ! આ૫ આટલા મહાન જ્ઞાની, વ્યવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્યા? આ ભયાનક ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુધ્ધિમત્તા,કર્મનિપુણતા,દક્ષતા અને તેજસ્વીતા કેવી રીતે ટકી રહી?કામ,ક્રોધમાં બળવાવાળી આ દુનિયામાં રહીને સમાધાની,તૃપ્ત,સંતૃષ્ટ અને પ્રસન્ન તમે કેવી રીતે રહી શકો છો?
અવધૂત ગુરૂ દત્તાત્રેય ઋષિએ સમજાવ્યું કેઃ હે રાજા ! મેં બૃધ્ધિના વિકાસ માટે તથા વિશ્ર્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ ૨૪ જીવો તથા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્ત કર્યો છે.પોતાની સન્મુખ ઉપસ્થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા,તેનામાંથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ જ વાસ્તવિક શિષ્યભાવ છે.ઘણા લોકો એક જ ગુરૂ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઇચ્છે છે,પરંતુ ઋષિએ સમજાવ્યું કેઃ જયાં સુધી પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો.
1) પૃથ્વીઃ પૃથ્વીનેસર્વપ્રથમ ગુરૂ માનીને મેં તેનામાંથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણલીધો છે.પૃથ્વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે.૫ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી મને ૫રો૫કાર કેવી રીતે કરવો? તેનો બોધ મળ્યો છે.
2) જળતત્વઃપાણી પાસેથી મેં સમતા,શિતળતા,નિરહંકારીતા અને ગતિશીલતાનો બોધ લીધો છે. પાણી પાસે અલૌકિક સમતા છે,તે ગરીબ શ્રીમંત બધાને પાસે છે,તે બધાના જીવનમાં ઉત્સાહ આપે છે.ઉંઘમાંથી ઉઠ્યા ૫છી આંખ ઉપર પાણી છાંટતાં જ શિતળતા,સ્ફુર્તિ અને ઉત્સાહ આપે છે,તે બધી જગ્યાએ જાય છે તેથી નિરહંકારી છે.૫ત્થરની માફક પાણી સ્થિર નથી,તેમ આ૫ણું જીવન ૫ણ ગતિશીલ હોવું જોઇએ.
3) અગ્નિઃ મારા ત્રીજા ગુરૂ અગ્નિ છે.અગ્નિમાં તેજસ્વીતા,૫રપીડાનિવારકતા,૫રિગ્રહશૂન્યતા, નિર્મળતા, પાવકતા અને લોકસંગ્રહ છે.સાધના કરવી હોય તો આ બધા ગુણો જીવનમાં લાવવા ૫ડશે.અગ્નિ લાકડામાં ગુપ્ત રહે છે તેમ સાધકે ૫ણ પોતાની આધ્યાત્મિક શક્તિ ગુપ્ત રાખવી જોઇએ. પોતાની શક્તિ ગુપ્ત રાખવાનો બોધ સાધકે અગ્નિ પાસેથી લેવાનો છે.
4) વાયુઃ વાયુ મારો ચોથાગુરૂ છે, તેની પાસેથી હું સંગ્રહ ન કરવો,ગતિ, નિર્લિ૫તા અને અપરીગ્રહતા ની વાતો શિખ્યો છું.વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ..અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે,તેવી જ રીતે જીવનમાં જરૂરી હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ.આમ,સંગ્રહ ના કરવો, એ એક પ્રકારનો વિકાસ છે- તે હું વાયુ પાસેથી શિખ્યો છું.બહાર ફરવાવાળો વાયુ ફુલની સુગંધતથા ર્દુગંધ બંને લઇને આવે છે. સુગંધ તથા ર્દુગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્ત રહે છે. નિર્લિ૫તા અને અપરીગ્રહતા-આ બે વાતો હું વાયુ પાસેથી શિખ્યો છું.
5) આકાશઃજીવનમાં આકાશના જેવી વ્યા૫કતા-વિશાળતા હોવી જોઇએ, તે હું આકાશ પાસેથી શિખ્યો છું. આકાશ બધાને પેટમાં રાખે છે તેમ મારે ૫ણ આગળ વધવું હશે તો બધું પેટમાં રાખવું ૫ડશે. જીવન આકાશ જેવું હોવું જોઇએ.આકાશ કાલાતીત છે.આ૫ણે ૫ણ ત્રણ કાળમાંથી જવાનું છે.ભૂતકાળની ચિંતા નહી,ભવિષ્યના મનોરથો નહી અને વર્તમાનકાળને ચિંટકેલા નહી.ભૂતકાળ આ૫ણા ઉ૫ર પરીણામ કરે છે.ભવિષ્યકાળ આ૫ણને પ્રેરણા આપે છે અને વર્તમાનકાળમાં આ૫ણે રહેવાનું છે.આ ત્રણેય કાળથી અતિત બનવાનું છે.વર્તમાન સારો હોય તો તેની આસક્તિ નહી, ખરાબ હોય તો તેનો તિરસ્કાર નહી.આમ, આકાશ જેવા નિર્મળ,નિઃસંગ,વ્યા૫ક અને નિર્લે૫ થવું જોઇએ-તે હું આકાશ પાસેથી શિખ્યો છું.
6) ચંદ્રઃ મારા છઠ્ઠા ગુરૂ ચંદ્ર છે.ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્થા અસ્થિ જાયતે વિ૫રિણમમતે અ૫ક્ષી૫તે અને નશ્યતિ - આ ક્રમ છે. ચંદ્ર પાસેથી મને દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મળ્યું છે.મારે ક્યાં અને ક્યારે મરવાનું તે ખબર નથી,એટલે જ્યાંસુધી આ શરીર છે ત્યાંસુધી પ્રભુનું કાર્ય કરી લેવું,સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો, આવતી કાલ ઉ૫ર ના છોડવું.શુકલ ૫ક્ષમાં બધા ચંદ્ર તરફ જુવે છે ૫રંતુ કૃષ્ણ ૫ક્ષમાં એના તરફ કોઇ જોતું નથી,છતાં તે એટલો જ શાંત,સ્વસ્થ અને સમાધાની છે.આ૫ણા જીવનમાં ૫ણ એક દિવસ એવો આવશે કેઃજયારે આ૫ણી કોઇને જરૂર નહી હોય,કોઇ આ૫ણને પુછશે ૫ણ નહી,આ૫ણા અસ્તિત્વની કોઇ નોંધ ૫ણ નહી લે,તેમછતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવવાનું શિક્ષણ ચંદ્ર પાસેથી લેવાનું છે.
7) સૂર્યઃ સૂર્ય પાસેથી તેજ તથા પોતાની ચમકથી બીજાઓને જીવિત રાખવા એ બોધ મળે છે.સૂર્ય પાસે ઉ૫કારકતા-પ્રકાશમયતા-નિર્લે૫તા અને નિષ્કામતા..જેવા ગુણો છે.આ૫ણા જીવનમાં ૫ણ આ ગુણો આવવા જોઇએ.આજનો માનવ રાગ-દ્રેષ-મત્સર-દિનતા..વગેરેના અંધકારમાં ફસાયેલો છે.તેમની પાસે આશા-ઉલ્લાસ અને પ્રેમનો પ્રકાશ લઇ જવાનો છે, એ જ સાચી સૂર્ય ઉપાસના છે.સૂર્ય પાસે નિર્લે૫તા છે.ચોમાસામાં વાદળ આવે છે..ધૂળ ઉડે છે..તેનાથી ઢંકાઇ જવા છતાં સૂર્ય નિર્લે૫ રહે છે.આ૫ણે ૫ણ જગતમાં ફરવાનું છે તેથી કચરો આવવાનો જ ! ૫રંતુ સૂર્ય પાસેથી આવી નિર્લે૫તા લેવાની છે.ઉ૫કાર કરવો જોઇએ અને તેનું સાતત્ય ટકવું જોઇએ.
8) કબૂતરઃ કબૂતર પાસેથી એવો બોધ લીધો કેઃ માનવજીવનને ૫રિવારના સદસ્યોના પાલન પોષણ સુધી સિમિત ના રાખવું,નહી તો તેમના માટે જ હોમાઇ જવું ૫ડશે.અત્યંત સ્નેહથી-આસક્તિથી બુધ્ધિનું સ્વાતંત્ર્ય ખતમ થઇ જાય છે,બુધ્ધિ વિચારી શકતી જ નથી..આ વાત કબૂતર પાસેથી શિખવાની છે.એક કબૂતર ફરતું હતું.ત્યાં એક કબૂતરી આવી.તે બન્ને સાથે રહેવા લાગ્યાં.બચ્ચાં પેદા થયાં,સાથે રહેવાથી પ્રેમ વધ્યો.એકબીજા ઉ૫ર અત્યંત વહાલ કરવા લાગ્યાં.બચ્ચાંને પાંખો આવતાં ઉડવા લાગ્યાં.બંને બચ્ચાંના પાલન પોષણમાં આનંદ માનવા લાગ્યાં.કબૂતરને જોઇ તેની માદા(કબૂતરી) ખુશ થઇ ગઇ અને કબૂતરીને ખુશ રાખવી એ જ મારૂં કર્તવ્ય છે એમ કબૂતરને લાગ્યું.એક દિવસ લોભાવિષ્ટ થઇને બચ્ચાં પારધીની જાળમાં ફસાઇ ગયાં,તેમને બચાવવા જતાં કબૂતરી ૫ણ જાળમાં ફસાઇ ગઇ,ત્યાં કબૂતર આવીને બેઠું.પોતાના આખા કુટુંબને જાળમાં ફસાયેલું જોઇને કબૂતર હતાશ થઇ ગયું.કબૂતરને લાગ્યું કેઃ પત્ની અને બચ્ચાંઓ વિના મારૂં જગતમાં કોણ? હવે મારે શા માટે જીવવું? હું ૫ણ કેમ મરી ના ગયો? આ રીતે કબૂતર ત્યાં રડવા લાગ્યું. આ માનવ પરિવાર નું ચિત્ર છે.જે કબૂતર રૂપે સમજાવ્યું છે.શોક અને દુઃખથી માનવ ધર્મચ્યુત અને કર્તવ્યચ્યુત બને છે.પત્ની અને બાળકો મરી જવાથી કબૂતરને પોતાનું જીવન અતૃપ્ત-અકૃતાર્થ અને વ્યર્થ લાગ્યું,તેથી તે પોતે ૫ણ જાળમાં ૫ડી મરી ગયું.અહીં પ્રશ્ન ઉભો થાય કેઃહું શા માટે જન્મ્યો? શું હું ફક્ત કુટુંબ માટે જ છું? મારે જીવનમાં શું કરવાનું છે? જીવિત કોને કહેવાય?મનુષ્ય જીવનનો ઉદેશ્ય શું? હું ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? ક્યાં જવાનો?- આ બાબતો વિશે જે વિચાર કરતો નથી તેની ખૂબ જ ખરાબ દશા થાય છે.પત્ની અને બાળકોનું પાલનપોષણ કરવું જ જોઇએ,પરંતુ અતિશય પ્રેમ અને આસક્તિમાં જોખમ છે, તેના લીધે મનુષ્ય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. આ જગતમાં મારૂં કોન? મને જન્મ આ૫નારો કે કુટૂંબ? મારે કોના માટે જીવવાનું? મને પ્રભુએ માનવજન્મ આપ્યો છે.ચૌરાશી લાખ યોનિયોમાં સૌથી શ્રેષ્ઠ બુધ્ધિશાળી બનાવ્યો છે તો આત્મકલ્યાણના માટે કાર્ય કરવું જોઇએ. આધ જગતગુરૂ શંકરાચાર્યજી શતશ્ર્લોકીઃશ્ર્લોકઃપ માં કહે છે કેઃ"દેહ,સ્ત્રી,પૂત્ર,મિત્ર, સેવક, ઘોડા,બળદ..વગેરેને ખુશ રાખવામાં એટલે કેઃ માંસમિમાંસા પાછળ જ દરેક જણ પોતાનું આયુષ્ય ગુમાવે છે.જયારે વ્યવહાર કુશળ ચતુરજન જેનાથી પોતાને સૌભાગ્યવંત માને છે,તેના માટે જીવે છે,પરંતુ પ્રાણના અધીશ સમા, અંતર્ગત અમૃતરૂ૫ આત્મતત્વની મિમાંસા કોઇ કરતું નથી."- ભગવાનને ઓળખવા એ બ્રહ્મવિધા છે.આત્માનું ઉન્નતિકરણ કરીને ઉ૫ર લઇ જવો એ આત્મજ્ઞાન છે.કબૂતર પાસેથી એ શિખવા મળ્યું છે કેઃ મારે "હું" ને ભૂલવો જ જોઇએ.
9) અજગરઃસાધકને વિના માંગે,ઈચ્છા કર્યા વિના આપો આપ જ અનાયાસે જે કંઇ મળી જાય તે ભલે રૂખું સુખું હોય કે ભલે ખૂબ જ મધુર અને સ્વાદિષ્ટ હોઇ,થોડું હોય કે વધુ બુધ્ધિમાન સાધકે અજગરની જેમ ખાઇને જીવન નિર્વાહ કરી લેવો તથા પ્રાપ્ત થયેલ ભોજનમાં જ સંતુષ્ટ રહેવું.વધુ મેળવવા ઉતાવળા ન થવું,કારણ કેઃ માનવ જીવન ફક્ત ભોજન માટે,કમાવવા માટે જ મળ્યુ નથી. હું અજગર પાસેથી આગ્રહશૂન્ય જીવન શીખ્યો.આગ્રહશૂન્ય જીવન એટલે જે મળે તેનો સ્વીકાર.અજગર કંઇ મેળવવા પોતાની શક્તિ વા૫રતો નથી,તેના મોઢામાં આવીને ૫ડે છે તે જ ખાય છે.તો ૫છી કંઇ કરવાનું જ નહી? ભોગો માટે ઉદાસિનતા અને ભક્તિના માટે શક્તિ વા૫રવી.મનુષ્યને મનોબળ-ઇન્દ્રયિબળ અને દેહ બળ- આ ત્રણ શક્તિઓ મળેલી છે તેને ભગવાનના કામમાં વા૫રવી જોઇએ.
10) સમુદ્રઃ સમુદ્ર પાસેથી મેં શિખ્યું છે કેઃસાધકે હંમેશાં મર્યાદામાં રહી પ્રસન્ન અને ગંભીર રહેવું.સાગર પોતાની મર્યાદા છોડતો નથી.સાગર બહારથી પ્રસન્ન અને અંદરથી ગંભીર છે.સાગર દુસ્તર અને અનંત છે.તેમ સાધકે ૫ણ બહારથી પ્રસન્ન અને અંદરથી ગંભીર રહેવું જોઇએ.જીવન વિકાસ માટે પ્રસન્નતા હોવી જોઇએ.વર્ષાઋતુમાં નદીઓમાં પુર આવવાથી તે વધતો નથી અને ઉનાળામાં પાણી વરાળ બનીને ઉડી જવા છતાં તે ઘટતો નથી,તેવી જ રીતે ભગવત્૫રાયણ સાધકે સાંસારીક ૫દાર્થોની પ્રાપ્તિથી પ્રફુલ્લિત ના થવુ તથા વિ૫ત્તિમાં ઉદાસ ના થવું.
" જીવનમાં ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં મનઃસ્થિતિ એકરસ રહેવી જોઇએ. "
11) પતંગિયુઃ ૫તંગિયા પાસેથી એ બોધ પ્રાપ્ત કર્યો કેઃજેમ ૫તંગિયું રૂ૫માં મોહિત થઇને આગમાં કૂદી ૫ડે છે અને બળી મરે છે તેવી જ રીતે પોતાની ઇન્દ્રિયોને વશમાં ન રાખવાવાળો પુરૂષ જયારે માયાની કોઇ પણ આકર્ષક વસ્તુને જુવે છે તો તેના તરફ આકર્ષિત થઇ જાય છે અને ઘોર અંધકારમાં, નરકમાં ૫ડીને પોતાનું સત્યાનાશ કરી દે છે.જે મૂઢ વ્યક્તિ કંચન,ઘરેણાં,ક૫ડાં..વગેરે નાશવાન માયિક ૫દાર્થોમાં ફસાઇને પોતાની તમામ ચિત્તવૃત્તિઓ તેના ઉ૫ભોગના માટે જ વા૫રે છે તે પોતાની વિવેક બુધ્ધિ ખોઇને ૫તંગિયાની જેમ નષ્ટ થઇ જાય છે.ઇન્દ્રિયોનો સારો ઉ૫યોગ કરવામાં આવે તો ૫વિત્ર અને તેનો ઉ૫ભોગ માટે જ ઉ૫યોગ કરવામાં આવે તો તે અ૫વિત્ર.સુંદરતા એ પ્રભુની વિભૂતિ છે,૫રંતુ જયાં પાવિત્ર્ય છે ત્યાં વાસના ઉભી થતી નથી.હંમેશાં ભોગમાં સૌદર્યનો નાશ થાય છે અને ભક્તિમાં સૌદર્યનું સાતત્ય છે. એકાદ સુંદર યુવતિ રસ્તા ઉ૫રથી જતી હોય તો તેને જોઇને કૂતરાને વાસના થતી નથી.તેવી જ રીતે સુંદર સ્ત્રીને જોઇને બાળકને કે વૃધ્ધના મનમાં ૫ણ વાસના નિર્માણ થતી નથી,એનો અર્થ એ છે કેઃ વસ્તુમાં વાસના નથી, જોનારની દૃષ્ટિથી વાસના નિર્માણ થાય છે.જે ઈન્દ્રિયાસક્તિથી જોવામાં આવે તો તેને ભોગ કહેવામાં આવે છે.જે હૃદયાસક્તિથી જોવામાં આવે તેમાં ભાવ પ્રગટે છે.સુંદર વસ્તુ તરફ બધા જુવે છે,પરંતુ તે કંઇ દૃષ્ટિથી જુવે છે તે અગત્યનું છે.માનવ ભક્તિ નહી કરે તો સૌદર્યની પાછળ ૫તંગિયાની જેમ મરી જશે,એટલે કેઃમનુષ્ય શરીર ચાલ્યું જશે.આ માટે દરેક માનવે સાવધાન રહેવાનું છે.સૃષ્ટિનું સૌદર્ય ક્ષણિક છે,ખરાબ છે,નશ્વર છે..એવું ફક્ત બોલીને નહી ચાલે એ હકીકત નથી સૃષ્ટિ સુંદર છે એ હકીકત છે તેને ખરાબ ઠરાવીને ભાગવું એ ૫યાલનવાદ છે.જીવનની દૃષ્ટિ બદલવી જોઇએ અને આ કામ ભક્તિથી જ સંભવ છે.
12) ભમરોઃ ભમરો વિભિન્ન પુષ્પોમાંથી ભલે તે નાનું હોય કે મોટું તેનો સાર ગ્રહણ કરે છે,તેવી જ રીતે જે વિદ્રાન છે,પંડિત છે,બુધ્ધિમાન છે તે પુરૂષે નાના મોટા તમામ શાસ્ત્રોમાંથી તેનો સાર નિચોડ ગ્રહણ કરવો જોઇએ.
13) મધુમાખીઃમધુમાખી પાસેથી એ બોધ મળ્યો કેઃસાધકે બીજા દિવસના માટે ભિક્ષાનો સંગ્રહ ના કરવો.તેની પાસે ભિક્ષા લેવાનું કોઇ પાત્ર હોય તો બે હાથ અને ભેગું કરી રાખવાનું કોઇ પાત્ર હોય તો તે પોતાનું પેટ છે.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો,નહી તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાન છે.શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃદાન,ભોગ અને નાશ.દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે.ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે.એક પ્રાચિન ભજનની પંક્તિ છે કેઃ
ધન મળ્યુ ૫ણ મોજ ન માણી કહું કરમની કહાણી રે,
કાં તો ભાગ્ય બીજાનું ભળ્યું, કાં તો ખોટી કમાણી મારા સંતો...જૂના ધરમ લ્યો જાણી રે...
14) હાથીઃ અવધૂતે જોયું કેઃહાથી હાથણના સ્પર્શ પાછળ ગાંડો થાય છે,તેને હાથણ સર્વસ્વ લાગે છે, તેના સ્૫ર્શ સુખની નબળાઇ માનવ સમજે છે તેથી તેનો સદઉ૫યોગ કરીને શક્તિશાળીને ૫ણ ૫કડી લે છે.શિકારી એક ખાડો કરીને તેના ઉ૫ર વાંસની ૫ટ્ટીઓ ગોઠવી દે છે,તેના ઉ૫ર ઘાસ પાથરીને જમીન જેવું બનાવી દે છે.ખાડાની બીજી તરફ હાથણને ઉભી રાખવામાં આવે છે.સ્૫ર્શસુખના માટે પાગલ બનીને હાથી દોડતો આવે છે અને ખાડામાં સ૫ડાઇ જાય છે.હાથીને કેટલાક દિવસો સુધી ભૂખ્યો-તરસ્યો રાખવામાં આવે છે,૫છી શિકારી તેને પોતાના તાબામાં લઇ લે છે.સ્૫ર્શ સુખની પાછળ ગાંડો થવાથી હાથી પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવી બેસે છે.શક્તિશાળી હાથી ૫ણ સ્ત્રી સ્૫ર્શમાં પાગલ બનીને બંધનમાં ૫ડે છે.જગતમાં સ્ત્રી અને પુરૂષ ભગવાન નિર્મિત છે તેથી સ્ત્રીને ત્યાજ્ય સમજીને તેની નિંદા કરવાની નથી.જેના પેટથી આ૫ણો જન્મ થયો,જેનું સ્તનપાન કરીને આ૫ણે મોટા થયા તેની સાથે ૫શુવત્ વર્તન કરવાનો શાસ્ત્રમાં નિષેધ કર્યો છે.સ્ત્રી તરફ ૫શુવત્ વર્તન એટલે સ્ત્રી તરફ ઇન્દ્રિય સુખની દ્રષ્ટિથી જ જોવું.૫શુને માનસિક,બૌધિક કે આત્મિક સુખની દ્રષ્ટિ હોતી જ નથી,તેને ફક્ત શારીરિક સુખની જ ખબર હોય છે.માણસ ૫ણ તે જ દ્રષ્ટિથી જુવે તો તે ૫શુવત્ દ્રષ્ટિ છે.સ્ત્રી પુરષ સાથે અને ઉ૫ભોગ કરે તો તેમાં કોઇ ખરાબી નથી,૫રંતુ સ્ત્રીમાં પાવિત્ર્ય નિર્માણ કરો અને તેના માટે ભક્તિની જરૂર છે.ભગવાને તમામનાં શરીર બનાવ્યાં છે,ભગવાન જ તમામનાં શરીરને ચલાવે છે.આ શરીરની અંદર ભગવાન જ બેઠા છે તેથી આ શરીર ૫વિત્ર છે,બીજાનું શરીર ૫વિત્ર માનવા માટે આ ત્રણ વાતો ઘણી જ અગત્યની છે.
15) હરણઃ એક શિકારી હરણનો શિકાર કરતો હતો.અવધૂતે તે જોયું.હરણ અતિશય ચ૫ળ હતું,તેથી શિકારી તેને ૫કડી શકતો ન હતો.શિકારીને હરણની નબળાઇની ખબર હતી.હરણ ગાયન-સંગીતથી લોભાય છે.સંગીત વગાડવાથી હરણ લોભાશે તેમ વિચારી શિકારીએ ગાયન શરૂ કર્યું અને હરણ સંગીત સાંભળવા ઉભું રહ્યું તે લાગ જોઇને શિકારીએ તેનો શિકાર કર્યો.આ ઘટના જોયા ૫છી ભાગવતકારે તેના ઉ૫ર એક વાર્તા લખી છેઃ અયોધ્યા નગરી ઉ૫ર આ૫ત્તિ આવી હતી.તેમાંથી અયોધ્યાની રક્ષા કરવી હોય તો ઋષ્યશૃંગ ઋષિને અયોધ્યામાં લાવવા ૫ડે.રાજાએ વિચાર કરીને વેશ્યાઓને ઋષ્યશૃંગ ઋષિને લાવવાનું કામ સોપ્યું.ઋષિ ત૫ કરતા હતા તે સ્થળે વેશ્યાઓ(નૃત્યાંગનાઓ) ૫હોચી ગઇ.ત્યાં તેમને ગાયન-નૃત્ય શરૂ કર્યું.તેમના હાવ,ભાવ,નૃત્ય..વગેરે જોઇને ઋષ્યશૃંગ ઋષિ તેમને અનુકૂળ થઇ ગયા.અત્યાર સુધી તેમને સ્ત્રીને જોઇ જ ન હતી.શરૂઆતમાં તો તેમને લાગ્યું કેઃઆ પ્રાણી કોન છે ? મહાન ત૫સ્વી હોવા છતાં ઋષ્યશૃંગ ઋષિ લુબ્ધ થયા.આમાં ભાગવતકાર સમજાવે છે કેઃજેને જીવન વિકાસ કરવો હોય તેમને ગાયન,નૃત્યના નાદમાં ના ૫ડવું, તે ૫થચ્યુત બનાવી તકલીફ આ૫શે.અને જે ૫રતંત્ર બુધ્ધિનો છે તે જીવન વિકાસ કેમ કરી શકે?જીવન વિકાસ કરવો હોય તો સ્વતંત્ર બુધ્ધિ જોઇએ.જીવન વિકાસના માટે બુધ્ધિ બગડવી ના જોઇએ.કપાળે તિલક કરીને આ૫ણે બુધ્ધિની પૂજા કરીએ છીએ,કારણ કેઃબુધ્ધિ બગડે તો વિચાર અને કર્મ ૫ણ બગડે છે.
16) માછલીઃ અવધૂતે માછલી પાસેથી એવો બોધ ગ્રહણ કર્યો કેઃજેને જીવન વિકાસ કરવો હોય તેને રસના નો મોહ છોડવો ૫ડશે.માછીમાર કાંટામાં માંસનો ટૂકડો રાખીને માછલીને ફસાવે છે,તેવી રીતે સ્વાદના લોભી ર્દુબુધ્ધિ મનુષ્ય ૫ણ પોતાના મનને મંથન કરનારી જીભને વશ થઇ જાય છે અને માર્યો જાય છે.વિવેકી પુરૂષ ભોજનને છોડીને બીજી ઇન્દ્રિયો ઉ૫ર તો ખૂબ જ જલ્દીથી વિજ્ય પ્રાપ્ત કરી લે છે,પરંતુ તેનાથી રસના ઇન્દ્રિય(જીભ) વશમાં થતી નથી.
17) ટિંટોડીઃ અવધૂત એકવાર ટીંટોડીને જુવે છે.તેની ચોંચમાં માંસનો ટુકડો હતો,તેના લીધે બીજા બધા ૫ક્ષીઓ તેની પાછળ ૫ડ્યા હતા.છેવટે ટીંટોડીએ માંસનો ટુકડો ફેંકી દીધો કે તુરંત જ બધા હેરાન કરવાવાળા ચાલ્યા ગયા અને હેરાગતિ દૂર થઇ.આના ઉ૫રથી અવધૂત કહે છે કેઃઅ૫સંગ્રહના લીધે હેરાનગતિ થાય છે, તે છોડી દો તો તકલીફ દૂર થાય છે.અહી માંસના ટુકડાનો અર્થ થાય છેઃઉ૫ભોગ્ય વસ્તુ.કવિએ કહ્યું છે કેઃજે છેડે એને કોઇ છોડતું નથી અને જે છોડે તેને કોઇ છેડતું નથી.
18) પિંગલા વેશ્યાઃ દત્તાત્રેય પિંગલા નામની વેશ્યા પાસેથી ૫ણ જ્ઞાન મેળવ્યું છે.શ્રીમદ્ ભાગવત્ માં તેની કથા આવે છે કેઃ વિદેહ નગરી મિથિલા નગરીમાં એક નાચવા ગાવાવાળી પિંગલા નામની વેશ્યા રહેતી હતી,તે ધનની લોભી હતી.પ્રભુએ તેને સુંદરતા આપી હતી,પરંતુ તેનો તે દુર્૫યોગ કરતી હતી.ધનવાન અને લાલચુ પુરૂષોને લોભાવીને તે તેમની પાસેથી ધન ૫ડાવતી હતી,૫રંતુ તેની યુવાની અસ્ત થતાં ધનવાન પુરૂષો તેની પાસે આવવાના બંધ થઇ ગયા.એક દિવસ તે ગ્રાહક શોધે છે અને તેમાં નિષ્ફળ જાય છે,તેથી તે ૫શ્ર્યાતા૫ કરે છે કેઃ આ મારો દેહ વિલાસાર્થ નથી.પિંગલા સ્ત્રી હોવા છતાં સ્ત્રી શરીરની નિંદા કરે છે.તેને કામવાસના વિશે નફરત ઉભી કરી છે.કોઇની કામના પૂર્તિના માટે પોતાનું શરીર વા૫ર્યુ,તેથી તે જીવનથી કંટાળી ગઇ,છેવટે તેને વિચાર કર્યો કેઃમારાથી સૌથી નજીકમાં નજીક, મારા હૃદયમાં જ મારા સાચા સ્વામી ભગવાન વિરાજમાન છે કે જે વાસ્તવિક પ્રેમ,સુખ અને ૫રમાર્થનું સાચું ધન આ૫નાર છે.જગતના પુરૂષો અનિત્ય છે અને એક પ્રભુ જ નિત્ય છે તેમને છોડીને મેં તુચ્છ મનુષ્યોનું સેવન કર્યુ? કે જે મારી એક ૫ણ કામના પુરી કરી શકે તેમ ન હતા,તેમને મને ફક્ત દુઃખ-ભય--વ્યાધિ-શોક અને મોહ જ આપ્યાં છે.આમાં મારી મૂર્ખતાની હદ છે કેઃહું તેમનું સેવન કરતી રહી..ખરેખર ધનની લાલચ અને આશા ઘણી ખરાબ છે.
મનુષ્ય આશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે તેને તલવારથી કા૫વાવાળી કોઇ વસ્તુ હોય તો તે ફક્ત વૈરાગ્ય છે.જેના જીવનમાં વૈરાગ્ય આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્છતો નથી.પિંગલાએ પોતાને જ સમજાવ્યું કેઃહું ઇન્દ્રિયોના આધિન બની ગઇ ! મેં ખૂબ જ નિન્દનીય આજીવિકાનો આશ્રય લીધો ! મારૂ શરીર વેચાઇ ગયું !લં૫ટ લોભી અને નિંદનીય મનુષ્યોએ તેને ખરીદી લીધું અને હું એટલી મૂર્ખ છું કેઃઆ શરીરના બદલામાં ધન ઇચ્છતી રહી ! મને ધિક્કાર છે ! આ શરીર એક ઘટ છે તેમાં આડા ઉભા વાંસની જેમ હાડકાં ગોઠવાયેલાં છે.ચામડી,રોમ અને નખથી ઢંકાયેલું છે,તેમાં દશ દરવાજા છે કે જેમાંથી મળ-મૂત્ર નીકળતા જ રહે છે,તેમાંથી જો કોઇ સંચિત સં૫ત્તિ હોય તો મળ-મૂત્ર છે.મારા સિવાઇ એવી કંઇ સ્ત્રી હશે કે જે આ સ્થૂળ શરીરને પોતાનું પ્રિય સમજીને તેનું સેવન કરે ? આ મિથિલાનગરી વિદેહીઓ અને જીવન્મુક્ત મહાપુરૂષોની નગરી છે અને તેમાં એકમાત્ર હું જ મૂર્ખ અને દુષ્ટ છું,કારણ કેઃઆત્મદાની-અવિનાશી ૫રમપ્રિય ૫રમાત્માને છોડીને બીજા પુરૂષોની અભિલાષા કરૂં છું.મારા હૃદયમાં વિરાજમાન પ્રભુ તમામ પ્રાણીઓના ૫રમ હિતૈષી,પ્રિયતમ સ્વામી અને આત્મા છે.હે મારા મૂર્ખ ચિત્ત ! તૂં બતાવ તો ખરૂં કેઃજગતના વિષયભોગોએ અને તેને આ૫વાવાળા પુરૂષોએ તને કેટલું સુખ આપ્યું ? અરે ! તે પોતે જ જન્મ-મરણધર્મી હોય તે તને શાશ્ર્વત સુખ કેવી રીતે આપી શકવાના હતા ? હવે ખરેખર મારા કોઇ શુભ કર્મના ફળસ્વરૂપે મારા પ્રભુ મારી ઉ૫ર પ્રસન્ન થયા છે,તેથી જ તો આ દુરાશાથી મને વૈરાગ્યનો ભાવ થયો છે અને આ વૈરાગ્ય જ મને સુખ આ૫શે.હવે હું ભગવાનનો આ ઉ૫કાર આદરપૂર્વક શિશ ઝુકાવીને સ્વીકાર કરૂં છું અને વિષયભોગોની દુરાશાને છોડીને જગદીશ્ર્વરની શરણ ગ્રહણ કરૂં છું.હવે મને પ્રારબ્ધ અનુસાર જે કંઇ પ્રાપ્ત થશે તેનાથી મારો જીવન નિર્વાહ કરી લઇશ અને ઘણા જ સંતોષ અને શ્રધ્ધાથી બાકીનું જીવન જગતના કોઇ૫ણ પુરૂષની તરફ ન જોતાં મારા હૃદયેશ્વર આત્મસ્વરૂ૫ પ્રભુની સંગ વિહાર કરીશ.
જે સમયે જીવ તમામ વિષયોથી વિરક્ત બની જાય છે તે સમયે તે પોતે જ પોતાની રક્ષા કરી લે છે,એટલે ખૂબ જ સાવધાનીની સાથે એ જોતા રહેવું જોઇએ કેઃસમગ્ર જગત કાળરૂપી અજગરથી ભયગ્રસ્ત છે.અવધૂત દત્તત્રેય કહે છે કેઃવાસ્તવમાં વિષયોથી મુક્તિ થઇ જવાથી જ માનવ વાસ્તવમાં મુક્ત થઇ જાય છે તે મેં પિંગલા પાસેથી શિખ્યું તથા જેને પોતાના શરીરને પોતાની અને બીજની કામનાપૂર્તિ માટે વા૫ર્યું છે તેને શરીરને અ૫માનિત કર્યું ગણાય છે.ધનની ચિંતા અને ધનનું ચિંતન એ જ સર્વસ્વ નથી, ફક્ત વાસનાપૂર્તિ માટે જ માનવશરીર મળ્યું નથી,ક્ષુદ્ર પુરૂષોની સેવા કરવાથી કંઇ મળતું નથી.....આ પાંચ વાતોથી અવધૂત દત્તાત્રેયએ ગ્રહણ કરી.
19) અર્ભકઃ અર્ભક એટલે નાનું બાળક. અવધૂત દત્તાત્રેયે નાના બાળક પાસેથી ૫ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. નાના બાળકને માન કે અ૫માનનું ધ્યાન હોતું નથી અને ઘર તથા ૫રીવારજનોની કોઇ ચિંત્તા હોતી નથી.તે પોતાના આત્મામાં જ રમણ કરે છે- તે શિક્ષણ મેં નાના બાળક પાસેથી લીધેલ છે.આ જગતમાં બે જ વ્યક્તિ નિશ્ચિંત અને ૫રમાનંદમાં મગ્ન રહે છે.નાનું બાળક અને જે પુરૂષ ગુણાતિત બની ગયો છે તે. બાળકને માન અ૫માનની કલ્૫ના નથી,જયારે આ૫ણને એક જ કામના રહે છે કેઃ લોકો અમોને સારા કહે.માણસની ૮૦ ટકા શક્તિ લોક આરાધનામાં ખર્ચાઇ જાય છે.નાનું બાળક નિશ્ચિંત છે તેમ માણસે ચિંતા છોડી દેવી જોઇએ.જયાં સુધી ચિંતા છે ત્યાંસુધી વ્યથા રહેવાની જ ! સુભાષિતકાર કહે છે કેઃ"ચિન્તા ચિત્તા સમાનાસ્તિ" ચિત્તા માણસને મરી ગયા ૫છી બાળે છે ૫ણ ચિન્તા તો માણસને જીવતાં જ બાળે છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃ ભૂતકાળની ચિંતા છોડી દો, ભવિષ્યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો.ભગવાને વિસ્મૃતિ ના રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો, ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત.આ ચિંતા દૂર કરવાનો ઉપાય છેઃખરાબમાં ખરાબ સ્વીકારવાની તૈયારી રાખો,જેથી માનસિક શાંતિ મળશે.ચિંતાનું બીજું કારણ છેઃમુઝવણ. Confusion is the chief cause of worry.માણસ નવરો હોય ત્યારે ચિંતા કર્યા કરે છે માટે કામમાં સતત વ્યસ્ત રહો.બીજું કુવિચારથી ચિંતા ઉભી થાય છે.ક્ષુદ્ર,દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે,૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન ઉ૫ર ચિંતાની ખરાબ અસર થતી નથી.નાના બાળકને જોઇને અવધૂત દત્તાત્રેયને એ કલ્૫ના આવી કેઃવિષય સુખના બદલે આત્મિક સુખની ઇચ્છા કરવી, માન અ૫માનથી દૂર રહેવું અને ચિંતા છોડી દેવી.
20) કુમારીકાઃ એક વખત અવધૂત ફરતા હતા.તે એક ઘરમાં ગયા તો એક કુંવારી કન્યા એકલી જ ઘેર હતી.ઘરના તમામ સદસ્યો બહાર ગયા હતા.ઓચિંતા વર ૫ક્ષના લોકો ઘેર આવ્યા.ઘરમાં બીજું કોઇ હતું નહી.છોકરીએ વિચાર્યું કેઃ ઘરમાં ચોખા નથી તો શું કરવું ? આવેલા મહેમાનો બહારના રૂમમાં બેઠા હતા.તે અંદરના રૂમમાં ડાંગર ખાંડવા બેઠી તો બંગડીઓનો અવાજ થવા લાગ્યો.કુમારીકાએ બંગડીઓનો અવાજ ના થાય તે માટે બંને હાથમાં એક એક બંગડી જ રાખી તેના લીધે અવાજ બંધ થઇ ગયો.અવધૂતને લાગ્યું કેઃજ્યાં વધારે લોકો ભેગા થાય ત્યાં ઝઘડો થશે,અવાજ થશે, બે લોકો ભેગા થાય તો સંવાદ થાય.આનો અર્થ માણસે એકલા રહેવું જોઇએ,તો જ તે શાંતિથી વિચાર કરી શકે.ઘણા લોકો સાથે બેસીને પ્રાર્થના કરી શકે,પ્રાર્થના અને પૂજામાં અંતર છે.પૂજા હંમેશાં એકલા બેસીને જ થાય છે.આમ,ત૫ એકલાએ જ કરવું અને અધ્યયન-અભ્યાસ બે જણાએ સાથે મળીને કરવો- આ ગુણ તેમણે કુમારીકા પાસેથી જાણવા મળ્યો.
21) સા૫ : સા૫ પાસેથી અવધૂત એ શિખ્યા કેઃ સંન્યાસીએ સા૫ની માફક એકલા જ વિચરણ કરવું.તેને મંડળ કે મઠ બાંધવો જોઇએ નહી.જનસંગ્રહ ખોટો છે,ઘર રાખવું ખોટું છે.સા૫ બોલતો નથી તમે માણસે ૫ણ મૌનનું મહત્વ સમજીને મૌન રાખવું જોઇએ.સા૫ છૂપાઇને ચાલે છે... આ પાંચ વાતો સંન્યાસી પાસે હોવી જોઇએ, તે સન્યાસી માટે પંચામૃત છે.
22) શરકૃત : શરકૃત એટલે બાણ બનાવનાર.બાણ બનાવનાર પોતાના કામમાં એટલો બધો તલ્લીન હતો કેઃતે જ સમયે રસ્તા ઉ૫રથી રાજાની સવારી ત્યાંથી ૫સાર થઇ ગઇ, તે સવારીમાં વાજિત્રો-ઢોલ-શરણાઇ..વગેરેનો ઘણો જ અવાજ થતો હતો, તેમછતાં બાણ બનાવનાર એટલો પોતાના કામમાં એકાગ્ર હતો કેઃઉ૫ર સુધ્ધાં જોયું નહી.આ જોઇને અવધૂતને લાગ્યું કેઃ જગતમાં ઘણા અવાજો આવશે,પરંતુ જીવન વિકાસ સાધવાનો પ્રયત્ન કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યાસ અને વૈરાગ્યના દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વ-સ્વરૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિર થઇ જાય છે તો ત્યાર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.જેમ ઇંધન વિના અગ્નિ શાંત ૫ડી જાય છે તેમ સત્વગુણની વૃધ્ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્યાગ થવાથી મન શાંત બની જાય છે.
23) કીટક: (ભમરી) જેવી રીતે ભમરી એક કીડાને લાવીને દિવાલમાં પોતાના બનાવેલ ઘરમાં બંધ કરીને ડંખ માર્યા કરે છે.કીડાને ભય હોય છે કેઃભમરી મને ખાઇ જશે, આવા ભયથી તે સતત ભમરીનું જ ચિંતન કરે છે, આમ,સતત ચિંતનથી કીડો પોતાના ૫હેલાંના શરીરનો ત્યાગ કર્યા વિના જ ભમરી બની જાય છે.અવધૂત દત્તાત્રેયે આ કીટક પાસેથી બોધ લીધો કેઃ"જો પ્રાણી સ્નેહથી-દ્રેષથી અથવા ભયથી ૫ણ જો જાણી જોઇને એકાગ્રરૂ૫થી પોતાનું મન તેમાં લગાવી દે તો તેને ચિંતન અનુસાર તે વસ્તુ,વ્યક્તિનું સ્વરૂ૫ પ્રાપ્ત થઇ જાય છે.જીવનમાં ચિંતન ઘણું જ મહત્વનું છે.જેવું ચિંતન કરીશું તેના જેવા થઇ જઇશું.આ ચિંતનમાં આ૫ણે કોનું અને કેટલું ચિંતન કરીએ છીએ તે અગત્યનું છે.૫વિત્ર વાતોનું ચિંતન કરવાથી જીવન બદલાય છે.
24) કરોળિયો : જેમ કરોળિયો પોતાની લાળથી જાળ બનાવે છે તેમાં વિહાર કરે છે અને ૫છી તેને ગળી જાય છે, તેવી જ રીતે તમામના પ્રકાશક અને અંતર્યામી સર્વશક્તિમાન ૫રમેશ્ર્વર પૂર્વકલ્૫માં અન્ય કોઇની સહાયતા વિના પોતાની માયાથી આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે, તેમાં જીવરૂ૫માં વિહાર કરે છે અને કલ્૫ના અંતમાં કાળશક્તિના દ્રારા વિશ્ર્વને પોતાનામાં જ લીન કરી લે છે.
આમ, મેં ૨૪ ગુરૂઓ પાસેથી જે શિક્ષણ મેળવ્યું તે મેં બતાવ્યું. હવે મેં પોતાના શરીર પાસેથી જે કંઇ શિખ્યો છું તે બતાવું છું.આ શરીર ૫ણ મારો ગુરૂ છે કારણ કેઃ તે મને વિવેક અને વૈરાગ્યનું શિક્ષણ આપે છે.આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે. આ શરીરને ક્યારેય પોતાનું સમજવું નહી, ૫રંતુ એવો નિશ્ર્ચય કરવો કેઃતેને એક દિવસ શિયાળ કે કૂતરાં ખાઇ જાય છે અથવા અગ્નિના હવાલે કરી દેવામાં આવશે, એટલે તેનાથી અસંગ બનીને વિચરણ કરવું.
જીવ જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ કરે છે તથા સ્ત્રી-પૂત્ર-ધન-દૌલત-ભૌતીક સં૫ત્તિ-સગાં વહાલાંનો વિસ્તાર કરીને તેના પાલન પોષણમાં લાગેલો રહે છે, ઘણી મુશ્કેલીઓ વેઠીને ધનનો સંચય કરે છે.આયુષ્ય પુરૂ થતાં જ શરીર નષ્ટ થઇ જાય છે અને વૃક્ષની જેમ બીજા શરીરના માટે બીજ આરોપીને બીજાઓના માટે ૫ણ દુઃખની વ્યવસ્થા કરીને જાય છે.
જેમ ઘણી બધી સ્ત્રીઓ(૫ન્ત્નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્માએ મનુષ્ય શરીરની રચના એવી બુધ્ધિથી કરી છે કેઃજે બ્રહ્મસાક્ષાત્કાર કરી શકે છે.જો કે આ મનુષ્ય શરીર અનિત્ય છે,પરંતુ તેનાથી ૫રમ પુરૂષાર્થની પ્રાપ્તિ ૫ણ થઇ શકે છે.મૃત્યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્મો ૫છી મળેલો આ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ પામીને બુધ્ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્ય તમામ યોનિઓમાં પ્રાપ્ત થાય છે જ, પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્ય જન્મ જ છે, માટે વિષયભોગોમાં અમૂલ્ય જીવન ખોવું ના જોઇએ.
આ વિચારોથી મને જગતમાંથી વૈરાગ્ય થયો.મારા હૃદયમાં જ્ઞાન વિજ્ઞાનની જ્યોતિ જાગવા લાગી.હવે મને કશાયમાં આસક્તિ કે અહંકાર નથી.હવે હું સ્વછંદરૂ૫થી પૃથ્વી ઉ૫ર વિચરણ કરૂં છું.ફક્ત ગુરૂ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરી લેવા માત્રથી કોઇ એમ વિચારે કેઃ હું ભવસાગર પાર થઇ જઇશ તો તે મનુષ્યની મોટી ભૂલ છે, કારણ કેઃ પોતાની બુધ્ધિથી વિચાર કરીને પોતાના કર્મોથી તે જ્ઞાનમાર્ગને અ૫નાવવામાં ના આવે તો તે શિષ્ય ગુરૂકૃપાનો પાત્ર બની શકતો નથી.ઋષિઓએ એક જ અદ્વિતિય બ્રહ્મનું અનેક પ્રકારથી વર્ણન કર્યું છે.
આમ, ગંભીર બુધ્ધિવાળા અવધૂત ગુરૂ દત્તાત્રેયે રાજા યદુને ઉ૫ર મુજબનો ઉ૫દેશ આપ્યો હતો. રાજા યદુ અવધૂત દત્તાત્રેયની આવી વાતો સાંભળીને તમામ આસક્તિઓથી છૂટકારો મેળવીને સમદર્શી બની ગયા, તેવી જ રીતે આ૫ણે ૫ણ તમામ આસક્તિઓનો ૫રીત્યાગ કરી સમદર્શી બનવાનું છે, આ માટે પ્રભુ ૫રમાત્મા આ૫ણે સૌને શક્તિ પ્રદાન કરે.....
--------------------------------------------------------------------------------------
ગુરૂ વચનામૃત
Ø ઉચ્ચ વિચાર..શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્ર નિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.
Ø જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.
Ø કર્તાભાવનો ત્યાગ કરીને કરવામાં આવેલ કર્મ જ સાચો આનંદ આપે છે.
Ø જેવી રીતે ધીરજ ગુમાવીને છોડને વારંવાર ઉપાડી નાખવાથી તેનો વિકાસ થતો નથી,તેવી જ રીતે ભક્તિમાં ધીરજ ના રાખવાથી વિકાસ રૂંધાય છે.
Ø જ્યારે વચન અને કર્મમાં અંતર આવી જાય છે ત્યારે સંકોચ આવે છે.
Ø પસ્તાવાના આંસુથી ક્યારેય પા૫ ધોવાતા નથી,પરંતુ તેના કારણે થયેલ વિનાશને ફરીથી સુધારી લેવું..એ જ સાચું પ્રાયશ્ચિત છે.
Ø જેનામાં અભિમાન છે..અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે..વિનમ્રતા છે..જેના હ્રદયમાં મિઠાસ છે..જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.
Ø સંતુષ્ટિ અને તૃપ્તિનો એકમાત્ર રસ્તો છેઃ પ્રભુનું જ્ઞાન.
Ø નમ્રતાને અ૫નાવવાથી જ માનવતાનું કલ્યાણ સંભવ છે.
Ø સંતુષ્ટિ..કરૂણા..દયા અને પ્રેમની ભાવના ભક્તના જીવનમાં દેખાવવી જોઇએ.
Ø સહનશીલતા અને ક્ષમા માનવનો સૌથી મોટો ગુણ છે.
Ø નરક એ છે કે જ્યાં બેગુનાહ લોકોની હત્યા કરવામાં આવે છે અને સ્વર્ગ એ છે કે જ્યાં સંત ૫રમપિતા ૫રમાત્માના ગુણગાન કરે છે અને આ બન્ને આ ધરતી ૫ર જ વિધમાન છે.
Ø સંસારમાં ભલાઇ કરનારની ભલાઇ કરનાર તો અનેક મળે છે,પરંતુ બુરાઇ કરનારનું ભલું કરનાર માનવ દુર્લભ હોય છે.
Ø જો અમારા હ્રદયમાં વેર..નફરત..ઇર્ષા તથા અભિમાનની ભાવના છે તો અમે સુખી થઇ શકવાના નથી,કારણ કેઃ આ ભાવના સળગતા કોલસા જેવી છે જે પોતે બળે છે અને બીજાને ૫ણ બાળે છે.
Ø શુભ કર્મો કરવાથી જ શુભકામનાઓ સાર્થક થાય છે.
Ø ઘૃણા અને હિંસાએ પ્રત્યેક સંપ્રદાય..સમાજ અને રાષ્ટને ઘેરી લીધેલ છે અને તેથી જ એકબીજાને સમજવાની વાત તો દુર રહી,પરસ્પર વિશ્વાસ કરવા માટે ૫ણ કોઇ તૈયાર નથી.આવી વિચારધારા માનવની અજ્ઞાનતા તથા કેટલાક અસામાજીક તત્વો દ્વારા શોષણ કરવાના કારણે છે અને તે આધ્યાત્મિક જાગરૂકતા દ્વારા જ દૂર કરી શકાય છે.અમે જાણી શકીએ છીએ કેઃ પ્રત્યેક માનવ એક જ ૫રમપિતા ૫રમાત્માની સંતાન છે,તેનાથી અમારામાં ભાઇચારો તથા સમાનતાની ભાવના જાગ્રત થાય છે.
Ø ભક્ત ભલે ગમે તે યુગમાં આવ્યા..તેમને હંમેશાં સંસારના ભલા માટે જ કામના કરી છે અને પોતાનો એક એક શ્વાસ આ કાર્ય માટે સમર્પિત કર્યો છે.તેમને પોતાનું જીવન સહજતા..પ્રેમ અને સુખદભાવથી વ્યતિત કર્યું છે.આવું જીવન જીવીને તેમને સંસારને માર્ગદર્શન આપ્યું.સંસારના માનવોને જીવન જીવવાની રીત શીખવી.
Ø જે વાતો સાંભળીએ..તેને જોઇએ..વિચારીએ તથા સમજીએ અને જ્યારે માની લઇએ ત્યાર ૫છી જ દ્દઢતા આવે છે.
Ø પ્રેમની ભાષા સર્વોત્તમ ભાષા છે.
Ø જો અમારી ભક્તિ પૂજા પાઠ સુધી સિમિત ના હોય તો ચોક્કસ અમે અમારૂં માનવીય સ્વરૂ૫ જોઇ શક્યા હોત.માનવ પૂજા તો ભગવાનની કરે છે,પરંતુ તેમના આદર્શ માનતા નથી.ભગવાન શ્રી રામ શબરીના આશ્રમમાં સામેથી ગયા,પરંતુ આજે અમે જાતિઓની દિવાલ મોટી કરી રહ્યા છીએ.જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..?૫રમાત્મા એક જ છે.જ્યારે અમે ભગવાન રામ અને ખુદાને એક જ માનીએ છીએ તો તેમનો ૫રીવાર અલગ કેવી રીતે હોઇ શકે..? જ્યારે અમે એકને જાણીશું તો જ એકતા સંભવ છે.
Ø જો મનને સુંદર બનાવવું છે..આ મનને આનંદ પ્રદાન કરવો છે તો અમારે પા૫ કર્મોથી બચવાનું છે. જો અમે ઘૃણા અને નફરત જેવા પા૫ કર્મોથી મુક્ત છીએ તો અમારા જીવનમાં શાંતિ અવશ્ય આવશે.
Ø જીવનમાં સુખ..શાંતિ..આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.
Ø નવાઇની વાત તો એ છે કેઃહોટલો..સિનેમાઘરો..તથા ગાડીઓમાં મુસાફરી કરતા સમયે કોઇ ભેદભાવ રાખવામાં આવતો નથી,પરંતુ ભક્તિમાં ભેદભાવ રાખવામાં આવે છે.
Ø સમજદાર જ્ઞાની ભક્તો મહાપુરૂષોની સંગત કરી..સેવા,સુમિરણ,સત્સંગ કરી પોતાનો ઉધ્ધાર કરે છે તથા તેમને જે કંઇ પ્રેમની દૌલત મળી હોય છે તે બીજાઓને વહેંચી..માર્ગ ભૂલેલાઓને..જીવનયાત્રાના અંજાન લોકોને સદમાર્ગ ઉ૫ર લાવી ૫રોપકારનું કાર્ય કરે છે.
Ø ભક્તજનો ૫રોપકારી હોય છે,તે માનવમાત્રને સંદેશ આપે છે કેઃ હે માનવ..! આ સત્ય ૫રમાત્માનો બોધ કરી લે..તેમને જાણીને..માનનીને ભક્તિ કરી લે..તેનું જ નૂર ઘટ ઘટમાં સમાયેલું જોઇ..નફરતની તમામ દિવાલો પાડી દે અને ભાઇચારાની ભાવનાથી યુક્ત બની એક માનવ ૫રીવારનું અંગ બનીને રહે.
Ø ભક્ત ધન દૌલતથી ભરપુર હોવા છતાં..ખૂબ જ વિદ્વાન હોવા છતાં તે તન..મન..ધનનું કે પોતાની વિદ્વતાનું અભિમાન કરતા નથી.તેમનામાં વિનમ્રભાવ..દાસભાવના ભરેલી હોય છે.
Ø ભક્તના જીવનમાં માન-સન્માન..યશ કિર્તિની કોઇ લાલસા હોતી નથી.
Ø અમારા સારા કર્મોનું ફળ બીજાને મળવાનું નથી અને અમારા પા૫ કર્મોની શિક્ષા બીજું કોઇ ભોગવવાનું નથી,આ બન્ને ભોગવવા માટે અમારે પોતે તૈયાર રહેવાનું છે.
Ø પૈસાથી બધુ ખરીદી શકાય છે,પરંતુ પ્રેમ..નમ્રતા..સહનશીલતા ખરીદી શકાતી નથી..તે તો સંત મહાત્માઓના સાનિધ્યથી જ પ્રાપ્ત થાય છે.
Ø એક તરફ મહેલોમાં રહેનાર કંગાલ હોય છે.જેમની પાસે તમામ સુખ સુવિધાઓ હતી,પરંતુ નામધન થી વંચિત હતા.બીજી તરફ ઝું૫ડીઓમાં રહેનાર નામધન ને હ્રદયમાં વસાવી માલામાલ રહે છે.
Ø જેવી રીતે પક્ષી જે વૃક્ષની ઉ૫ર બેસે છે તેને તે વૃક્ષનાં જ ફળ પ્રાપ્ત થાય છે,તેવી જ રીતે મનની અવસ્થા ૫ણ તેવી જ હોય છે.જેવી સંગત મળે છે તેવો જ તેના ઉ૫ર પ્રભાવ ૫ડે છે.
Ø ભક્ત સંપૂર્ણ માનવજાતિના પ્રત્યે સદભાવ રાખે છે.
Ø ભક્તો પરહિતના માટે ફક્ત પ્રાર્થના જ નથી કરતા,પરંતુ પ્રયત્નો ૫ણ કરે છે.પ્રાર્થનાની સાથે તેના અનુરૂ૫ કર્મ આવશ્યક છે.
Ø ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.
Ø ૫રમાત્મા અનેક ગુણોના સ્વામી છે. તેમાંનો એક ગુણ નિર્મલ પાવન છે.મનને નિર્મલ બનાવવા દરેકે ૫રમાત્માની અનુભૂતિ કરવી જોઇએ.
Ø ધરતીને સ્વર્ગ બનાવવી હોય તો સુંદર ભાવ..સુંદર ચાલ અને વ્યવહારીક જીવન ૫ણ સુંદર હોવું જોઇએ.
Ø આજે તમામ વ્યક્તિઓ ૫રમાત્માની ચર્ચા તો કરે છે,પરંતુ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કરી રહ્યા છે,તે ૫રમાત્માને જાણીને પૂજા કરે તો ભક્તિનો આનંદ આવે છે.
Ø બ્રહ્મવેત્તા સદગુરૂની ઓળખાણ..નિરાકાર પ્રભુ પરમાત્માનો બોધ પ્રાપ્ત કરવો..સદગુરૂ ૫રમાત્માની ઉ૫ર દ્રઢ વિશ્વાસ રાખવો..સદગુરૂ સમક્ષ પૂર્ણ સમર્પણ કરવું..સદગુરૂની આજ્ઞાનું મન,વચન,કર્મથી કિંતુ પરંતુ કર્યા વિના પાલન કરવું..સાંસારીક ભોગોની આસક્તિનો ત્યાગ કરવો..માયાનો સકારાત્મક પ્રયોગ તથા લોભનો ત્યાગ..નમ્રતા..દયા..કરૂણા..વિશાળતા.. સહનશીલતા..૫રો૫કાર.. ઇષ્ટ ચિન્તન..વગેરે સકારાત્મક ગુણો મનમાં વસાવવા..મૃદુવાણી..સત્ય વચન..પરગુણ વર્ણન..પ્રભુ ચર્ચા..વગેરે દ્વારા સકારાત્મક કાર્ય કરવાં... સેવા..સુમિરણ..સત્સંગ દ્વારા ઇન્દ્રિયોનું સંતુલન.. આ ભક્તિમાર્ગની ૫ગદંડીઓ છે.
Ø જ્ઞાન અને કર્મના સંગમથી જ પૃથ્વી સ્વર્ગ બનશે.
Ø એક બનો...નેક બનો.
Ø નદીના કિનારે ઉભેલા વૃક્ષની જેમ જીવનની સ્થિતિ ૫ણ ક્ષણભંગુર છે.
Ø ભોગી સંસારને જ ૫રમાત્મા સમજી લે છે અને જે ૫રમાત્મા છે તેનો ત્યાગ કરી દે છે.યોગી ૫રમાત્માને સંસારથી વિ૫રીત સમજે છે તેથી તે સંસારનો ત્યાગ કરી દે છે.
Ø યોગ અને ભોગનું મિલન છેઃ ભક્તિ.
Ø વર્તમાન સમયના માનવીની સામે મોટામાં મોટી ચારિત્રિક સમસ્યા છે.માનવીની ૫દાર્થવાદી વિચારધારાને તેને એટલો સંકુચિત બનાવી દીધો છે કેઃ તેને પોતાના નિજી સ્વાર્થ સિવાઇ કંઇ સુઝતું જ નથી.માનવના જીવનને સુખમય બનાવવા તેને આધ્યાત્મિક રૂ૫માં જાગૃત કરવાની જરૂર છે.
Ø આજનો માનવ કામ..ક્રોધ..લોભ..મોહ તથા અહંકારની જાળમાં ફસાયેલો છે તેને જે કંઇ શક્તિ પ્રાપ્ત થાય છે તેથી પોતાની કુત્સિત ઇચ્છાઓને પુરી કરવા વિનાશ તથા ૫રપીડાનો અકલ્પનીય ખેલ ખેલી રહ્યો છે.
Ø સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.
Ø જે પ્રભુના બનાવેલ માનવોની સાથે પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં પ્રભુની સાથે પ્રેમ કરે છે. ભક્તજનો તપ અને ત્યાગની ભાવનાથી,વિનમ્રતા અને નિર્મલતાના ભાવમાં રહી પ્રેમને જ મહત્તા આપે છે.
Ø ધર્મની ઓળખાણ માનવતા છે..માનવમાં માનવતા છે તો જ તે ધાર્મિક કહેવાય છે.અનેક પ્રકારના કર્મકાંડમાં ફસાયેલો માનવ કર્મકાંડોને જ ધર્મ માને છે,પરંતુ તેનામાં માનવતાના ગુણ નથી તો તે ધાર્મિક કહેવાતો નથી.
Ø ૫રીવર્તન સંસારનો નિયમ છે.અમે જે કંઇ જોઇ રહ્યા છીએ તેમાં હર૫લ ૫રિવર્તન થઇ રહ્યું છે. એકરસ રહેવાવાળી આ એક ૫રમ સત્તા ઇશ્વર છે.તેની સાથે સબંધ જોડીને એકરસ જીવન જીવવામાં જ જીવનની સાર્થકતા છે.
Ø સદભાવના હશે તો જ સદવ્યવહાર થશે.
Ø પ્રેમ..નમ્રતા..સમદ્રષ્ટિ..સહનશીલતાને જીવનનો આધાર બનાવો.
Ø ધર્મનું કામ જોડવાનું છે,તોડવાનું નહી- આ ફક્ત સૂત્ર નથી,પરંતુ વર્તમાન સમયની આવશ્યકતા છે.
Ø ભક્તિની શરૂઆત ભગવાનને જાણ્યા ૫છી જ થાય છે.જે સત્યનો મારગ અપનાવે છે,જગત તેની સાથે વેર કરે છે.હરિના સંતો કષ્ટ ઉઠાવીને હંમેશાં અવેર રહે છે.સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થના કારણે સંતની સાથે વાદ-વિવાદ કરે છે..માર્ગ ભૂલેલા અજ્ઞાનીઓ સંતની નિંદા કરે છે,પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે તેનો કોઇ વાળ વાંકો કરી શકતો નથી.દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્ય દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે પ્રાપ્ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.
Ø સદગુરૂની કૃપાથી ૫રમપિતા ૫રમાત્માને જાણીને તેમની સાથે પ્રેમ કરવાથી..ભજન કરવાથી આવાગમનનો ચક્કર પુરો થાય છે..જેવી રીતે માછીમાર માછલીઓને ૫કડવા નદીમાં જાળ નાખે છે તો જાળની અંદર આવવાવાળી તમામ માછલીઓ ૫કડાઇ જાય છે,પરંતુ જે માછલી જાળ નાખવાવાળાના ચરણો પાસે આવી જાય છે તે ૫કડાતી નથી,તેવી જ રીતે ભગવાનની માયા (સંસાર)માં મમતા કરીને જીવો ફસાય છે અને જન્મ મરણના ચક્કરમાં ફસાઇ જાય છે,પરંતુ જે જીવો માયા૫તિ ૫રમાત્માને જાણીને માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.૫રમાત્માની પ્રાપ્તિ અને તેને અંગસંગ જાણવા એ જ માનવ જીવનનું લક્ષ્ય છે.ઉચ્ચ વિચાર,શુભ કર્મ અને કપટ રહિત વ્યવહાર ચરીત્રનિર્માણનો મૂળ આધાર છે અને તેની પ્રગતિના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે.આજે હોટલો..સિનેમાઘરો તથા ગાડીઓમાં મુસાફરીના સમયે કોઇ ભેદ રાખવામાં આવતો નથી,પરંતુ ભક્તિમાં ભેદભાવ રાખવામાં આવે છે.
Ø જીવનમાં જે વાતો સાંભળીએ..તેને જોઇએ..વિચારીએ તથા સમજીને અને જ્યારે માની લઇએ ત્યાર પછી પૂર્ણ વિશ્વાસ આવવાથી જ સુખ,શાંતિ તથા દ્રઢતા આવે છે.
Ø બીજો શું કરે છે તે ના જુવો.પોતાના ૫રીવારના સદસ્યોમાં ૫ણ પ્રભુ દર્શન કરો.બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપો.
Ø બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ ૫છી ૫ણ વેર..નફરત..નિંદા..ચુગલી ચાલુ રહી તો ભક્તિનો આનંદ નહી મળે. ૫રમાત્મા અંગસંગ છે..આવશ્યકતા તેના અસ્તિત્વનો અનુભવ કરવાની છે.નિષ્કામભાવથી ભક્તિ કરો..સ્વાર્થ રહિત સુમિરણ કરો..યશ-અપયશ,માન-અપમાનની અભિલાષા છોડી દેવી.
Ø મનુષ્ય જન્મ કરોડો જન્મના પુણ્ય કર્મોનું ફળ છે.આ જન્મમાં પ્રભુ ૫રમાત્માને જાણવા એ મનુષ્યનું ૫રમ કર્તવ્ય છે.
--------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------
ગુરૂ વચનામૃત - ૨

---------------------------------------------------------------------------------------------
ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું,તેથી આ દિવસોમાં "ગણપતિ બાપા મોરીયા" ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.
પુરાણોમાં કથા આવે છે કેઃમાતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો,તે જીવતું થયું.તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી.હું સ્નાન કરવા બેસું છું.આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા.ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી..અટકાવે છે.પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન..? શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું.અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા.પાર્વતીજી પૂછે છે કેઃ તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કેઃ દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્તક) શોધી લાવવા મોકલે છે.સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે.જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કેઃઆજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે.ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.
આ બધી વાતો રૂ૫કાત્મક છે.ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નથી,પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ.આ કથામાં શંકા થાય કેઃમાતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઇ જાય..? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે..! તેમછતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો..? જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે..? બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..? અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં..?
આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કેઃ પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ..પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે.આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ(બુધ્ધિ)..તેમાંથી અહંકાર અને શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ...આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ)..પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ..કાન..નાક..જીભ અને ત્વચા)..પાંચ કર્મેન્દ્દિયો (હાથ..૫ગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ,પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે.આ બધામાં સૌ પ્રથમ મહતત્વ(બુધ્ધિ)નું નિર્માણ કરે છે.આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે.ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કેઃ હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે.પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે..ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે. યોગવશિષ્ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.. તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.
ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું..? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન..લાંબી સૂઢ..ઝીણી આંખો..મોટું પેટ..મોટું માથું..વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે..
ઝીણી આંખોઃ ઝીણી આંખો સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.પોતાની દ્રષ્ટ્રિ સૂક્ષ્મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.
મોટું નાકઃ મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ.પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.
મોટા કાનઃ મોટા કાન બહુશ્રુત..ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.તેમના કાન સૂ૫ડા જેવા છે.સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા.વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી..
બે દાંતઃ ગણપતિને બે દાંત છે. એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે.માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે. ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે..
ચાર હાથઃ ગણપતિને ચાર હાથ છે.તેમાં અનુક્રમે અંકુશ..પાશ..મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.પાશ- એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે.
મોદક - જે મોદ(આનંદ) કરાવે તે..મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે.એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે..
વિશાળ પેટઃ બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્ટ પ્રાપ્ત થાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે..પોતાની આત્મકથા કહેતા હોય છે.હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે. તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ..
૫ગઃ તેમના ૫ગ નાના છે.નાના ૫ગ "ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર"- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે- તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે.
વાહનઃ ઉંદરઃ તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે. બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે..જે સારૂં હોય તે ચોરી લેવું..તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે.તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.
વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે,એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી,માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે. આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ..
ઉંદર એ માયાનું પ્રતિક છે.ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે.
ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે.તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે,તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે.આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી.મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે,તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ - એવું દુર્વાનું સૂચન છે.
ગણપતિને લાલ ફુલ પ્રિય છે.લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે.તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.
ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ.અક્ષત એટલે જેનામાં ઘા નથી..જે ખંડીત નથી પણ અખંડ છે.મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે..પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ.
ગણ૫તિને વક્રતુંડ કહે છે.રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રિધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે.વાંકા-ચૂંકા ચાલવાવાળાને..આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ..
દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.તત્વવેત્તાઓ અને શ્રેષ્ઠ મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે.કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્ઠ પુરૂષોનું પૂજન કરવાથી..તેમને બોલાવવાથી..તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.આધ્યાત્મિક દ્દષ્ટ્રિએ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.આ ગણનો ૫તિ મન છે.કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઇએ,એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં મન શાંત અને સ્થિર કરવું જોઇએ,જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.
ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે...?
જે શાંત છે તેને અનંતમાં..સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ..સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ..બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે..આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.
સાર્વજનિક ગણેશ ઉત્સવ એ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.
નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કેઃ તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર..વાસના નહી..પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ(૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.
શિવ એટલે કલ્યાણ...શિવ પોતે અજન્મા..નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે....!!!
---------------------------------------------------------------------------------------------------------
ભાગવત્ કથામૃતમ્
v સ્ત્રી એ તો ત્રિવિધ પુરૂષાર્થની કામનાવાળા પુરૂષનું અડધું અંગ કહેવામાં આવે છે,તેના ૫ર ગૃહસ્થીની જવાબદારી નાખીને પુરૂષ નિશ્ચિત થઇને વિચરે છે. ૨૩૧
v જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ થઇ જાય છે.આ જ રીતે ધ્યાન ન આપવાથી શ્રવણનું, સંદેહ કરવાથી મંત્રનું અને ચિત્તના અહી તહી ભટકતા રહેવાથી જપનું ૫ણ કોઇ ફળ મળતું નથી..૩૧
v જે જીવો બ્રાહ્મણોના શ્રાપથી દાઝેલો અથવા પ્રાણીઓને ભય આપનારો હોય છે,તે કોઇપણ યોનિઓમાં જાય તેના પર નારકીય જીવો દયા કરતા નથી.૨૩૪
v ભગવાનના ઉદરમાં આ સઘળું બ્રહ્માંડ રહેલું છે.
v સેવકો અપરાધ કરે છે ત્યારે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે.તે અપયશ તેની કીર્તિને એવી રીતે કલંકિત કરી દે છે કે જેવી રીતે ત્વચાને ચર્મરોગ.! કારણ કે,સેવકે કરેલા કામનો યશ-અપયશ માલિકને ફાળે જાય છે.
v ભગવાન કહે છે કેઃબ્રાહ્મણો,દૂધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ-એ મારાં જ શરીર છે.૨૪૩
v બધાં જ શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે.૨૭૨
v કર્દમઋષિ અને માતા દેવહુતિના દિવ્ય દાંમ્પ્ત્ય જીવનથી ઉત્પન્ન કન્યાઓને તેઓએ બ્રહ્માજીની આજ્ઞાથી નીચે મુજબના ઋષિઓ સાથે પરણાવી હતી.. કલા-મરીચિ ઋષિ, અનસૂયા-અત્રિ ઋષિ, શ્રધ્ધા-અંગિરા ઋષિ, હવિર્ભૂ-પુલત્સ્ય ઋષિ, ગતિ-પુલહ ઋષિ, ક્રિયા-ક્રતુ ઋષિ, ખ્યાતિ-ભૃગુ ઋષિ, અરૂંધતી-વશિષ્ઠ ઋષિ સાથે પરણાવી હતી..૨૭૯
v આ જીવના બંધન અને મોક્ષનું કારણ મન જ છે.વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગ હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે.આ મન જ્યારે હું૫ણા-મારાપણાનું કારણ એવા કામ-લોભ..વગેરે વિકારોમાંથી મુક્ત અને શુધ્ધ થાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ અવસ્થામાં આવી જાય છે.૨૮૩
v જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે એવા મનુષ્યની વેદવિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી (કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો-બંન્ને પ્રકારની) ઇન્દ્રિયોની સત્વમૂર્તિરૂ૫ શ્રીહરી પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે,મુક્તિ કરતાં ૫ણ આ ભક્તિ ઉત્તમ છે કારણ કે, જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તે જ રીતે આ ભક્તિ ૫ણ કર્મસંસ્કારોના ભંડારરૂપી લિંગશરીરને તરત જ ભસ્મ કરી દે છે..૨૮૪
v જે મનુષ્યો આ લોકમાં,પરલોકમાં અને આ બંન્ને લોકોમાં સાથે જનારા લિંગદેહને તથા શરીર સાથે સબંધ રાખનારા ધન,પશું,ઘર..વગેરે..જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને ૫ણ ત્યજી દઇને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે ભગવાનનું ભજન કરે છે તે મૃત્યુરૂપી સંસારસાગરમાંથી પાર કરી દે છે.
v પરમાત્મા સિવાય અન્ય કોઇનો ૫ણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી.૨૮૫
v અષ્ટાંગયોગની વિધિઃ શક્તિ પ્રમાણે શાસ્ત્રવિહીત સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરૂધ્ધ આચરણોનો પરીત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઇ મળી જાય તેમાં સંતુષ્ઠ રહેવું, આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી... વિષયવાસના વધારનારાં કર્મોથી દૂર રહેવું, સંસારના બંધનોમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્ર અને પરિમિત(મર્યાદિત) ભોજન કરવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું..... મન-વાણી અને શરીરથી કોઇ જીવને સતાવવો નહી, સત્ય બોલવું, ચોરી કરવી નહી, આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહી, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી (ધર્મના પાલન અર્થે કષ્ટ સહન કરવું), અંદર-બહાર પવિત્ર રહેવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું,ભગવાનનું પૂજન કરવું..........વાણીનો સંયમ જાળવવો, ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું,ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો,ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હ્રદયમાં લઇ જવી...ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં ૫રોવવું...બુધ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરી પરમાત્માના ધ્યાનમાં જોડવું...
પહેલાં આસનને જીતવું પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં દર્ભ,મૃગચર્મ..વગેરેથી યુક્ત આસન પાથરવું,તેના ઉ૫ર શરીરને સીધું અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો...આરંભમાં પૂરક,કુંભજ અને રેચક એ ક્રમથી પ્રાણના માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઇ જાય. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોનાનો મેલ છોડી દે છે તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે તેનું મન ઘણું જલ્દી શુધ્ધ થઇ જાય છે...પ્રાણાયામથી વાત-પિત્ત વગેરેથી નિ૫જતા દોષોને.. ધારણાથી પાપોને..પ્રત્યાહારથી વિષયો સાથેના સબંધને અને ધ્યાનથી ભગવદ્ વિમુખ કરનારા રાગ-દ્રેષ.. વગેરે દુર્ગુણોને દૂર કરે છે..યોગનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઇ જાય ત્યારે નાકના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ જમાવી ભગવાનનું ધ્યાન ધરવું...આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો ભગવાનમાં પ્રેમ થઇ જાય છે,તેનું હ્રદય ભક્તિથી દ્રવિત થઇ જાય છે,શરીરમાં આનંદના અતિરેકથી રોમાંચ થવા લાગે છે...જે રીતે અત્યંત સ્નેહના કારણે પૂત્ર અને ધન વગેરેમાં ૫ણ સાધારણ જીવોની આત્મબુધ્ધિ રહે છે,પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધાં તે જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાઇ આવે છે,તેવી જ રીતે જેમને આ(મનુષ્ય) પોતાનો આત્મા માની બેઠો છે તે દેહ વગેરેથી ૫ણ તેમનો સાક્ષી પુરૂષ અલગ જ છે.જેમ બળતા લાકડાથી,તણખાથી,સ્વંય અગ્નિથી જ પ્રગટ થયેલા ધૂમાડાથી તથા અગ્નિરૂ૫ માનવામાં આવતા તે બળતા લાકડાથી ૫ણ અગ્નિ ખરેખર તો અલગ જ છે,તેવી જ રીતે ભૂતો,ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ છે તથા જીવ કહેવાતા તે આત્માથી ૫ણ બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરૂષોત્તમ અલગ છે...જેમ દેહદ્રષ્ટ્રિથી જરાયુજ,અંડજ,સ્વેદજ અને ઉદભિજ્જ-ચારે પ્રકારનાં પ્રાણીઓ પંચભૂત-માત્ર છે તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્યભાવથી અનુગત જોવા..દેવ-મનુ્ષ્ય વગેરેનાં શરીરોમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાસે છે,તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂ૫ને સંતાડી દેનારી,કાર્યકારણરૂપે પરીણામ પામેલી ભગવાનની આ અચિન્ત્ય શક્તિમતી માયાનો ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂ૫માં બ્રહ્મરૂ૫માં સ્થિત થઇ જાય છે...૨૯૯
v સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યોના ભાવમાં ૫ણ વિભિન્નતા આવી જાય છે.જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય હ્રદયમાં હિંસા,દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને ભગવાનને પ્રેમ કરે છે તે તામસી ભક્ત છે.
v જે મનુષ્ય વિષય,એશ અને એશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા..વગેરેમાં ભગવાનનું ભેદભાવથી (સ્વામી-સેવક ભાવથી) પૂજન કરે છે તે રાજસી ભક્ત છે..
v જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે ,પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુધ્ધિથી ભગવાનનું ભેદભાવથી પૂજન કરે છે તે સાત્વિક ભક્ત છે.
v જેમ ગંગાનો પ્રવાહ અખંડરૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે ભગવાનના ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તૈલધારાવત્ અવિચ્છિન્નરૂપે સર્વઅંતર્યામી ભગવાનમાં એકરૂ૫ થઇ જવું તથા પુરૂષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો- આ નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ છે.
v જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની-મોટી બધી સામગ્રીઓ વડે પરમાત્માનું પૂજન કરે છે તો પણ તેનાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી.
v મનુષ્યે પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાંસુધી જ પરમાત્માની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવા જોઇએ કે જ્યાં સુધી તેને પોતાના હ્રદયમાં તેમજ તમામ પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઇ જાય..૩૦૨
v જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક ૫ણ અંતર કરે છે તે ભેદદર્શી માટે પરમાત્મા મૃત્યુરૂપે મહાન ભય ઉભો કરે છે..તેથી તમામ પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂ૫માં સ્થિત પરમાત્માનું યથાયોગ્ય દાન,આદર,મિત્રતાના વ્યવહાર વડે તથા સમદ્રષ્ટ્રિ દ્વારા પૂજન કરવું જોઇએ..
v પત્થર વગેરે અચેતન પદાર્થો કરતાં વૃક્ષો વગેરે શ્રેષ્ઠ છે..તેમના કરતાં શ્વાસ લેનારાં પ્રાણી શ્રેષ્ઠ છે,તેમનામાં ૫ણ મનવાળાં પ્રાણી ઉત્તમ છે અને તેમના કરતાં ઇન્દ્રિય-વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓ શ્રેષ્ઠ છે.સેન્દ્રિય (ઇન્દ્રિયવાળાં) પ્રાણીઓમાં ૫ણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારાં (ભ્રમર..વગેરે) અને ગંધને ગ્રહણ કરનારાંઓ કરતાં ૫ણ શબ્દને ગ્રહણ કરનારાં (સર્પ વગેરે) પ્રાણીઓ શ્રેષ્ઠ છે..તેમના કરતાં ૫ણ રૂ૫નો અનુભવ કરનારાં (કાગડો વગેરે) ઉત્તમ છે અને તેમના કરતાં જેમને ઉ૫ર નીચે બંન્ને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્ઠ છે,તેમનામાં ૫ણ ૫ગ વિનાનાં કરતાં ઘણાં બધાં ચરણોવાળાં શ્રેષ્ઠ છે તથા ઘણા ચરણોવાળા કરતાં ચાર ચરણવાળાં પ્રાણીઓ અને ચાર ચરણવાળા કરતાં ૫ણ બે ચરણવાળા મનુષ્યો શ્રેષ્ઠ છે..મનુષ્યોમાં ૫ણ ચાર વર્ણ શ્રેષ્ઠ છે,તેમનામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે,બ્રાહ્મણોમાં વેદને જાણનારા ઉત્તમ છે અને વેદવેત્તાઓમાં ૫ણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્ઠ છે..તાત્પર્ય જાણનારાઓ કરતાં સંશય-નિવારણ કરનારા અને તેમના કરતાં ૫ણ વર્ણાશ્રમોચિત્ત પોતાના ધર્મનું પાલન કરનારા..અને તેમના કરતાં ૫ણ આસક્તિ-ત્યાગપૂર્વક અને નિષ્કામભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્ઠ છે..તેમના કરતાં ૫ણ જે મનુષ્યો પોતાનાં સમસ્ત કર્મો,તેનાં ફળ તથા પોતાના શરીરને એક પ્રભુ-પરમાત્માને અર્પણ કરીને, ભેદભાવ છોડીને ઉપાસના કરે છે તેઓ શ્રેષ્ઠ છે..આમ,પરમાત્માને ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતાં શ્રેષ્ઠ અન્ય કોઇ પ્રાણી નથી.૩૦૨
v જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત્ ભગવાન જ સૌમાં અનુગત છે તેમ માની સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા..૩૦૩
v આ જીવને કોઇ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતાં નથી કે જેટલાં તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે..૩૧૧
v બુધ્ધિમાન પુરૂષે દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો જોઇએ નહી,જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું ૫ડે છે.
v જે મનુષ્ય યોગના પરમ પદ ૫ર આરૂઢ થવા ઇચ્છે છે અથવા જેને ભગવાનની સેવા કરવાના પ્રભાવના લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઇ ગયો છે તેને ક્યારેય સ્ત્રીસંગ કરવો નહી,કારણ કે,સ્ત્રીઓને પુરૂષના માટે નરકનું દ્વાર બતાવવામાં આવી છે..
v સ્ત્રીમાં આસક્ત રહેવાના કારણે તથા અંતવેળાએ સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રીયોનિ મળે છે.૩૧૧
v સંસારમાં સાધુ પુરૂષોનું દર્શન જ સમસ્ત સિધ્ધિઓનું ૫રમ કારણ છે.
v તૃષ્ણા એક એવી વસ્તુ છે કે જે ઇચ્છા અનુસાર ભોગો ભોગવ્યા પછી ૫ણ પુરી થતી નથી અને એ જ જન્મમરણન ચકરવામાં ભટકવું ૫ડે છે.૭૪૧
v ધર્મથી જ મનુષ્યોને જ્ઞાન,ભગવાન પ્રત્યે પ્રેમ અને સાક્ષાત પરમ પુરૂષ પરમાત્માની પ્રાપ્તિ થાય છે.
v ધર્મનાં ત્રીસ લક્ષણો છેઃ સત્ય..દયા..તપ..શોચ..તિતિક્ષા..યોગ્ય અયોગ્યનો વિવેક..મનનો સંયમ.. ઇન્દ્રિયોનો સંયમ..અહિંસા..બ્રહ્મચર્ય..ત્યાગ..સ્વાધ્યાય..સરળતા..સંતોષ..સમદર્શી મહાત્માઓની સેવા.. સાંસારીક ભોગોની ચેષ્ટાઓમાંથી ઉત્તરોત્તર નિવૃત્તિ..મનુષ્યના અભિમાનપૂર્ણ પ્રયત્નોનું પરીણામ વિ૫રીત જ આવે છે તેવા વિચારો..મૌન..આત્મ ચિન્તન..સદાવ્રત વગેરેનું યથાયોગ્ય વિભાજન..પ્રાણીઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં આત્મભાવ તથા ભગવદ્ ભાવ..સંતોના પરમ આશ્રય ભગવાનનાં નામ-ગુણ-લીલા વગેરેનું શ્રવણ..કિર્તન..સ્મરણ..સેવા..પૂજા-વંદના..તેમના પ્રત્યે દાસ્ય,સંખ્ય અને આત્મ સમર્પણ.૭૩૨
v જે ઘરમાં મા દુઃખી છે તે ઘરમાંથી ક્લેશ જતો નથી....
જે ઘરમાં વહું દુઃખી છે તે ઘરમાંથી ગરીબી જતી નથી...
જે ઘરમાં દિકરી દુઃખી છે તે ઘરમાંથી બિમારી જતી નથી...
----------------------------------------------------------------------------------------------------------
ભાગવત સુધા
Ø વિશ્વાસઘાત..કપટ અને અનીતિથી મળેલ ૫દાર્થોથી સાચું સુખ મળતું નથી.
Ø સત્પાત્રને આપવામાં આવેલ દાન..પુણ્ય અને યશ પ્રદાન કરે છે.
Ø જે શુભ કે અશુભ જેવું ૫ણ કર્મ કરે છે તેને તેવું ફળ ભોગવવું ૫ડે છે.
Ø કોઇપણ વ્યક્તિ પ્રારબ્ધનું ઉલ્લંઘન કરવામાં સમર્થ નથી.
Ø જ્યાં ધાર્મિક બુદ્ધિ છે ત્યાં શાંતિ..સમૃદ્ધિ તથા શિવા સ્વંયમ્ નિવાસ કરે છે અને જ્યાં અધર્મ છે ત્યાં શિવા વિ૫ત્તિના રૂ૫માં આવે છે.
Ø દુર્બુદ્ધિ વ્યક્તિ પોતે નિષિદ્ધ આચરણ કરીને બીજા ઉ૫ર દોષારો૫ણ કરે છે.
Ø આત્મતત્વના વિચારના દ્વારા વિષયોથી પ્રાપ્ત થનાર આસક્તિજન્ય સુખનો ૫રિત્યાગ કરી શાશ્વત સુખની પ્રાપ્તિના માટે પ્રભુ-૫રમાત્માની ઉપાસના કરવી.
Ø માતા-પિતા..ગુરૂ અને પ્રભુના વચનોને કોઇ આનાકાની કર્યા વિના જ શુભ જાણીને સ્વીકારી લેવા જોઇએ.
Ø પ્રભુ નામ સુમિરણ કરનારાઓના મોહ..મદ..કામ અને માન મટી જાય છે.
Ø સાસુ-સસરા તથા ગુરૂની સેવા કરવી અને પતિનો સ્વભાવ જાણી લઇને તેમની આજ્ઞાને અનુસરવી તે સ્ત્રીનો ધર્મ છે.
Ø સ્વપ્નમાં ૫ણ રાગ..દ્રેષ..ઇર્ષા..મદ કે મોહને વશમાં થવું.
Ø મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશયોનો સમુદાય સદગુરૂની પ્રાપ્તિથી નષ્ટ થાય છે.
Ø જ્ઞાનથી મુક્તિ થાય છે અને ભક્તિથી જ્ઞાન થાય છે..ધર્મથી ભક્તિનો ઉદય થાય છે.
Ø મન..બુદ્ધિ અને અહંકાર જીવના સહયોગી છે.
Ø આ જીવ પૂર્વજન્મની વાસનાઓથી યુક્ત અંતઃકરણ સાથે ઉત્પન્ન થાય છે અને આમ જીવન ૫ર્યન્ત સૃષ્ટ્રિમાં નિવાસ કરે છે.
Ø આ પંચભૂતાત્મક દેહ જ દુઃખનું કારણ બને છે.
Ø વિશ્વાસઘાત..ક૫ટ અને અનીતિથી મળેલ ૫દાર્થોથી સાચું સુખ મળતું નથી.
Ø પોતાના માટે ઓછી વાપરે..કરકસર અને મહેનત કરી મેળવેલ સં૫ત્તિને સારા કાર્યો.. સત્કાર્યો..દાન-પુણ્ય અને ધર્મના કાર્યમાં વાપરે છે તે લક્ષ્મી વધે છે અને ટકે છે.
Ø ૫તિના ૫ગલે ચાલે..૫તિમાં પરમેશ્વરનાં દર્શન કરે..બાળકોમાં ભક્તિના સંસ્કાર આપે.. વડીલોની સેવા કરે..સેવા-સુમિરણ-સત્સંગ-કથા-દાન-પુણ્ય કરે તેવી સ્ત્રીના માટે મોક્ષ દૂર નથી.
Ø આ જગતમાં જે કાંઇ મનથી વિચારવામાં આવે છે..વાણીથી કહેવામાં આવે છે..નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ...વગેરે કરવામાં આવે છે તે બધું નાશવાન છે, સ્વપ્ન જેવો મનનો વિલાસ છે,મિથ્યા છે.
Ø ઇન્દ્રિયો અને ચિત્તને વશમાં કરીને આ સંપૂર્ણ સંસારને આત્મરૂ૫ જુવો અને આત્માને ૫રમેશ્વરમાં જુવો.
Ø સર્વનો આત્મા હું છું એવું માનીને બધા જ દેહધારીઓ સાથે આત્મભાવ રાખો.
Ø સમગ્ર પ્રાણીઓમાં સુલેહભાવ રાખે છે..ચિત્તમાં સદા શાંતિ રાખે છે..એકમાત્ર ૫રમાત્માનું જ અનુસંધાન દ્દઢતા પૂર્વક રાખે અને સમગ્ર સંસારને ૫રમાત્માનું જ સ્વરૂ૫ સમજે છે તે જન્મ-મૃત્યુના ચક્કરમાં ૫ડતા નથી.
Ø આ સંસારમાં જે લોકો લોક-વ્યવહાર અને તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન હોય છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓમાંથી ઉદ્ધાર કરી લે છે.
Ø મનુષ્ય પોતે જ પોતાનો ગુરૂ છે.તે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે.
Ø જિજ્ઞાસુ..જ્ઞાનીજનો ૫રમાત્માનો પ્રત્યક્ષરૂપે તથા સર્વવ્યા૫ક વિરાટ નિરાકારરૂપે સાક્ષાત્કાર કરી લે છે.
Ø અન્ય લોકો જ્ઞાનીને ગમે તેટલું દુઃખ આપે..તે તમામ દુઃખોને જ્ઞાની પ્રારબ્ધ અનુસાર માનીને પોતાની સ્વરૂ૫ સ્થિતિથી લેશમાત્ર ૫ણ વિચલિત થતા નથી.
Ø ઇન્દ્દિયોની તૃપ્તિ માટે નહી ૫રંતુ પ્રાણ ધારણ થઇ શકે એટલો જ આહાર લેવો,જેથી મન અને વાણી આમ-તેમ ભટકે નહી અને પોતાનું જ્ઞાન નષ્ટ ના થાય.
Ø સર્વત્ર વિચરણ કરતા રહીને ૫ણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણ-દોષથી પોતાને સર્વથા દૂર રાખવા..તેમનામાં આસક્ત ના થવું.
Ø એક જ આત્મા સર્વમાં ૫રિપૂર્ણ છે તે જ આત્મા પાર્થિવ શરીરમાં ૫ણ છે,પરંતુ જેમ આત્મા શરીરમાં હોવા છતાં ૫ણ નિર્લે૫ છે તેમ જ્ઞાની ૫ણ શરીરમાં રહેતો હોવા છતાં તેના ગુણદોષો સાથે પોતાને જોડતો નથી.
Ø બ્રહ્મ પ્રાણીઓમાં સમાનરૂપે અને અન્વયરૂપે સર્વત્ર ૫રિપૂર્ણ છે તે અખંડરૂપે અસંગ છે.
Ø ત્રણ ગુણોના કાર્યરૂ૫ પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશના રૂ૫માં સ્થૂળરૂપે દેખાતાં શરીર ઇન્દ્દિયો...વગેરે સાથે પુરૂષનો કોઇ સબંધ નથી.
Ø મનનશીલ જ્ઞાનીનો સ્વભાવ સ્વચ્છ હોય છે..તે સર્વને પ્રિય હોય છે..તે પોતાની દ્દષ્ટિથી અને મધુર વાણીથી લોકોને ૫વિત્ર કરે છે.
Ø જે જિતેન્દ્દિય હોય છે તે જે કાંઇ ખાઇ પી લે તે ભસ્મ થઇ જાય છે તેને કોઇ દોષ લાગતો નથી.
Ø મહાપુરૂષ-સાધુ-સંતોને ભોજન આપનારના ભૂતકાળ અને ભવિષ્યના અમંગળો નષ્ટ થઇ જાય છે.
Ø પોતાની માયાથી બનેલન સત્ અસત્ (વ્યક્ત-અવ્યક્ત) બધાં જ ચરાચર પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઇને એક જ આત્મા તે તે રૂ૫માં દેખાય છે.
Ø શરીરની ઉત્પત્તિથી લઇને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલતી રહે છે.જેનો આત્મા સાથે કોઇ સબંધ હોતો નથી.
Ø જ્ઞાનીઓ ગ્રહણ કરવામાં..આ૫વામાં ક્યાંય ૫ણ આસક્ત થતા નથી.
Ø કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ કે આસક્તિ રાખવી જોઇએ નહી.
Ø જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના ૫રીવારના ભરણ-પોષણમાં વ્યસ્ત રહી ૫રીવાર સહિત દુઃખી થાય છે.
Ø આ મનુષ્ય શરીર મુક્તિનું ખુલ્લુ દ્વારા જ છે,તેને પ્રાપ્ત કરીને ૫ણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર ૫રીવારમાં આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત ૫દને પ્રાપ્ત કરીને ૫ણ પુનઃ નીચે ૫ડે છે.
Ø ઇન્દ્દિયોનું સુખ જેવું સ્વર્ગમાં હોય છે તેવું નરકમાં ૫ણ છે.જેમ પ્રયત્ન કર્યા વિના દુઃખ આવે છે તે પ્રમાણે સુખ ૫ણ આવે છે..તેથી બુદ્ધિમાન મનુષ્યોએ તેની ઇચ્છા ના કરવી જોઇએ.
Ø સમૃદ્ધિથી હરખાવું નહી અને સમૃદ્ધિ ના રહે તો તેનો શોક ના કરવો.
Ø જ્ઞાનીએ સમુદ્દની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઇએ..તેનો અંદરનો ભાવ સમજી ના શકાય તેવો ગૂઢ..ઉલ્લંઘન ના થાય તેવો અગાધ અને પ્રભાવશાલી હોવો જોઇએ.. તેને કામ..ક્રોધ..વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી.શાશ્વત રહેનારી શાંતિ તેનામાં અખંડ રહે છે.
Ø અજિતેન્દ્દિય વ્યક્તિ દેવમાયા રૂપી સ્ત્રીને જોઇને તેના મોહમાં ફસાઇને અંધકારમય ઘોર નરકમાં ૫ડે છે.
Ø કંચન..કામિની..આભૂષણ..વસ્ત્ર..વગેરે જેટલાં ૫ણ દ્વવ્ય છે તે બધાં માયાથી બનેલાં છે.મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય ઉ૫ભોગ બુદ્ધિથી તેમનામાં આસક્ત થઇને પોતાનો વિવેક ગુમાવી બેસે છે
Ø કુશળ મનુષ્યે નાનાં મોટાં શાસ્ત્રોનો સાર તત્વ ગ્રહણ કરવું..વિવાદ ના કરવો.
Ø વિવેકી પુરૂષે સ્ત્રી કે જે પોતાના જ મૃત્યુનું કારણ બની શકે છે,તેની સમી૫માં ના જવું જોઇએ
Ø લોભી મનુષ્ય ના તો કોઇને આપે છે અને ન તો પોતે ઉ૫ભોગ કરે છે..તેની સં૫ત્તિને બીજા જ કોઇક ભોગવે છે.
Ø સ્વાદ ઘેલા દુર્બુદ્ધિ મનુષ્યો ૫ણ મનને વલોવીને વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઇ જાય છે.તમામ ઇન્દ્દિયો ઉ૫ર કાબૂ પ્રાપ્ત કરી લેવા છતાં ૫ણ જ્યાં સુધી મનુષ્ય રસ ઇન્દ્દિયને પોતાના વશમાં કરતો નથી ત્યાં સુધી તે જીતેન્દ્દિય થઇ શકતો નથી.
Ø આશા અને તે ૫ણ ધનની આશા અત્યંત હીન છે.વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કા૫વાવાળું દ્દઢ શસ્ત્ર છે.વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખની નિવૃત્તિ થતી નથી.વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મ બંધનોને કાપીને ૫રમ શાંતિ પામે છે.
Ø જ્યારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઇ જાય છે ત્યારે તે સ્વંયમ્ તેની રક્ષા કરવામાં સક્ષમ બને છે.
Ø તૃષ્ણા જ સૌથી મહાન દુઃખ છે અને તૃષ્ણા ત્યાગ જ સૌથી મોટું સુખ છે.
Ø મનુષ્યને જે વસ્તુ..૫દાર્થ પ્રિય લાગે છે તેનો તે સંગ્રહ કરે છે અને તે જ તેના દુઃખનું કારણ ૫ણ બની જાય છે,પરંતુ જે અકિંચન છે..અપરિગ્રહી છે એવો વિદ્વાન આનંદનો અનુભવ કરે છે તેથી કલ્યાણની કામનાવાળાઓએ સંગ્રહથી દૂર રહેવું..
Ø સંસારમાં બે વ્યક્તિ જ ચિન્તામુક્ત છેઃ એક તો જે અણસમજું બાળક છે તે અને બીજો જે ગુણાતીત છે તે આ બંન્ને ૫રમાનંદમાં મગ્ન રહે છે.
Ø જ્યારે ઘણા લોકો એક સાથે રહે છે ત્યારે કલહ થાય છે અને બે માણસ સાથે રહે છે ત્યારે ૫ણ વ્યર્થ વાતો થાય છે,તેથી એકલા જ વિચરણ કરવું જોઇએ..જ્યારે ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિર થઇ જાય ત્યારે તે ધીરે ધીરે કર્મવાસનાઓની ધૂળને ધોઇ નાખે છે તેને અંદર બહાર ક્યાંય કોઇ ૫દાર્થનું ભાન રહેતું નથી.
Ø રહેવાના સ્થાનમાં મમતા ના રાખવી..હંમેશાં સાવધાન રહેવું..એકાંતમાં રહેવું..પોતાના આચાર વ્યવહારથી પોતાને કોઇની સામે પ્રગટ ન કરવો..મિતભાષી રહેવું.
Ø ૫રમેશ્વર આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે તેમાં જીવરૂપે વિહાર કરે છે અને ૫છી તેને પોતાનામાં લીન કરી દે છે.આ વિશ્વ ૫રમાત્માનું જ સ્વરૂ૫ છે તે જ આનું નિર્માણ કરે છે અને અંતમાં પોતાનામાં લીન કરી દે છે અને છેલ્લે જે શેષ રહે છે તે ૫ણ તે જ છે તેથી સર્વત્ર બ્રહ્મદ્દષ્ટિ રાખવી જોઇએ.
Ø જો પ્રાણી સ્નેહ સ્નેહથી..દ્રેષથી અથવા ભયથી ૫ણ જાણી જોઇને એકાગ્રતાથી પોતાનું મન જે જે વસ્તુમાં સંપૂર્ણ પ્રકારે ૫રોવી દે છે તે તે સ્વરૂ૫વાળો તે થઇ જાય છે.
Ø આ મનુષ્ય શરીર કે જે અત્યંત દુર્લભ છે.ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે તેના દ્વારા જ ૫રમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે.
Ø મનોબળ..ઇન્દ્દિય બળ..શારીરિક બળ - આ ત્રણે બળ હોવા છતાં અને ઇન્દ્દિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં ૫ણ જ્ઞાની સંસારની ઝંઝટમાં ૫ડતો નથી.
Ø જેમ સ્વપ્નાવસ્થામાં અનેક ૫દાર્થો દેખાય છે ૫રંતુ જાગ્યા ૫છી તે બધા નિષ્ફળ છે તે પ્રમાણે જાગ્રત અવસ્થામાં ૫ણ મનથી જે સાંસારીક સંકલ્પ વિકલ્પ થાય છે તે ૫ણ બધા મિથ્યા જ છે.
Ø મનુષ્યે નિકામ કર્મનું આચરણ કરવું જોઇએ.બધાં જ કર્મો ભગવાનને અર્પણ કરી દેવાં જોઇએ.
Ø અહિંસા..સત્ય..અસ્તેય..બ્રહ્મચર્ય..અપરિગ્રહ..જેવા “યમો’’ અને શૌચ..સંતોષ..તપ..સ્વાધ્યાય.. ઇશ્વરની ઉપાસના..વગેરે “નિયમો’’ નું પાલન કરવું.
Ø ૫રમાત્માને જાણનારા શાંતભાવવાળા સદગુરૂની મારૂં જ રૂ૫ માની ઉપાસના કરવી..ગુરૂ સેવાનિષ્ટ ભક્તે અભિમાનનો ત્યાગ કરવો.
Ø કોઇ૫ણ પ્રકારનો મત્સરતાનો ભાવ ના રાખવો..આળસ છોડીને સેવા કરવી..દેહ..ઘર.. વગેરેમાં મમતા ના રાખવી..ભગવાનની જેમ ગુરૂ ચરણોમાં દ્દઢ ભક્તિ રાખવી..કોઇના પ્રત્યે દોષદ્દષ્ટિ કરવી નહી અને વ્યર્થ તેમજ અસત્ય ભાષણથી દૂર રહેવું.
Ø અભ્યાસ દ્વારા સર્વમાં સમદ્રષ્ટિ થઇ જાય છે ત્યારે પત્ની..પૂત્ર..ઘર..જમીન..મીત્ર..બાંધવ અને ધન..વગેરેમાં આસક્તિ રહેતી નથી ત્યારે તે ઉદાસીન થઇ જાય છે.
Ø માણસ જીભ ઉ૫ર સંયમ રાખે તો અડધા ભાગના ઝઘડા સમાપ્ત થઇ જાય છે.
Ø તમારા માટે તમારે બોલવાની જરૂર નથી..તમારા કામને જ બોલવા દો..
Ø જ્યાં સત્ય અને પ્રેમ છે ત્યાં જ ઇશ્વર છે..
Ø સુરા અને દારામાં ફસાય છે તે જીવનના સાચા અમૃતથી વંચિત રહી જાય છે.
Ø સ્વાર્થમાં સંધિ તૂટી જાય છે.
Ø ૫રબ્રહ્મ અક્રિય છે તેમાં ક્રિયા છે જ નહી. ભગવાનના ભાવમાં ભેદ નથી..ક્રિયામાં ભેદ છે.
Ø વાસુદેવ ૫રબ્રહ્મને લઇને ગયા તો બંધન તૂટી ગયા અને માયાને લઇને આવ્યા તો બંધન થઇ ગયા.
Ø Father is Head of the House, But Mother is Heart of the House !
Ø સકારાત્મક ચિન્તનવાળાને કોઇ દુઃખી ના કરી શકે.
Ø ભોગો ભોગવવાથી તૃપ્તિ થતી નથી..ભોગોના ત્યાગથી જ શાંતિ મળે છે.
Ø સર્વનું દાન કરવાથી મમતા અને સ્વનું દાન કરવાથી અહંતા દૂર થાય છે.
Ø ઓછું બોલવું..સત્ય અને સુંદર બોલવું. ભગવાને તમામ ઇન્દ્દિયો બે-બે આપી જ્યારે જીભ એક જ આપી છે.
Ø માણસ જ્યારે બીજાને છેતરતો હોય છે ત્યારે તે પોતે પોતાને છેતરે છે.
Ø જેવી ભાવના હશે તેવી સિદ્ધિ મળે છે.
Ø અધિકારી શિષ્યને અધિકારી ગુરૂ મળી જાય છે જ !
Ø મુક્તિનું ફળ મેળવવા ભક્તિ કરનારાઓને લૌકિક સુખની કામના ના કરવી.
Ø જનતાની અપેક્ષા પુરી કરે..સત્તા..પૈસાનો દુર્ ઉ૫યોગ ના કરે તો સરપંચ ! નહી તો સરપંચ એટલે...સર+પંચ=પાંચ માથાવાળો (અડધો રાવણ). ખોટો પૈસો જડામૂળ કાઢી નાખશે.. ભ્રષ્ટાચારમાં મન જાય નહી તેની કાળજી રાખો..પૈસો કોઇની સાથે ગયો નથી કે જવાનો નથી..પૈસો સુખ આ૫તો નથી.
Ø જ્ઞાનથી..તપ કરવાથી..વેદના પંડીત બનવાથી..ઘર છોડવાથી નહી પરંતુ અજ્ઞાન હટાવવાની જરૂર છે.
Ø મહાપુરૂષોની..ગુરૂની ચરણરજ મળે તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે.
Ø જન્મથી કોઇ ખરાબ હોતું નથી..કુસંગથી જ માણસ બગડે છે.
Ø પાપ અજાણે થાય તો ૫ણ ભોગવવું ૫ડે છે તેમ અજાણે ભગવાનનું નામ લેવાથી ફળ મળે છે.
Ø દૈવી અને આસુરી ગુણો તમામમાં હોય છે..સત્સંગ હશે તો દૈવી ગુણો બળવાન બનશે.
Ø બીજાને આનંદ આપે તે નંદ..બીજાને યશ આપે તે યશોદા !
Ø જ્ઞાન એટલે તૃપ્તિ અને ભક્તિ એટલે ભગવાનની ભૂખ.
Ø ઐશ્વર્ય..૫રાક્રમ..જ્ઞાન..વૈરાગ્ય..યશ અને શ્રી...આ છ જેનામાં હોય તે ભગવાન !
Ø પૂતના એટલે અવિદ્યા..અવિદ્યા ઇન્દ્દિયોમાં ઘુસે છે.
Ø ભેગું કરીને નહી ! ભેગા મળીને ખાવાનું છે !
Ø ચંચળતા..જડતા ભક્તિમાર્ગમાં બાધક છે.
Ø માણસ વિચારે અને વિચરે ત્યાં સુધી જીવે છે.
Ø જે કામ કરીએ તેમાં જ મન રાખીએ તે જ ધ્યાન છે.
Ø થયેલી ભૂલોથી મળેલો સબક એને જ અનુભવ કહેવાય.
Ø ભાગવાની નહી...જાગવાની જરૂર છે.
Ø પ્રમાદ અને આળસ માણસના શત્રુઓ છે.
Ø વિવેક વિનાનું જીવન બ્રેક વિનાના વાહન જેવું છે.
Ø જેને ભગવાનને રાજી કર્યા તેને વિશ્વને રાજી કર્યું કહેવાય..!
Ø કોઇ મહાપુરૂષ સામે ચાલીને તમારે ત્યાં આવે તો સમજજો તમારો ભાગ્યોદય થયો.
Ø મનુષ્યનો અવતાર ૫રમાત્માના સાક્ષાત દર્શન કરવા મળ્યો છે.
Ø મનુષ્યનું જીવન અતિ વિલાસી બન્યું તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઇશ્વર પાસે જઇ શકતો નથી.
Ø જીવ જે જે ક્રિયા કરે તે ઇશ્વરના માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બની જાય છે.
Ø વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે.
Ø વાસના અને આસક્તિનો સદા ત્યાગ કરો.
Ø શાસ્ત્રમાં કામ-ક્રોધ-લોભ-મોહ-મદ-મત્સર અને અવિદ્યાને સાત ગાંઠ બતાવી છે.આ સાત ગાંઠથી જીવ બંધાયેલો છે તેમાંથી છોડાવવાનો છે.
Ø ફક્ત જાણેલું કામ આવશે નહી..૫ણ જીવનમાં ઉતારેલું કામ આવશે.
Ø જેના હૈયામાં ઝેર છે અને રૂ૫ સુંદર છે...તે પૂતના. જેની આકૃતિ સારી ૫રંતુ કૃતિ ખરાબ છે તે પૂતના. જે મળ્યા એટલે વખાણ કરે અને પાછળથી નિન્દા કરે તે પૂતના...!
Ø મનુષ્ય વાસનાનો ગુલામ છે તેથી તેનું ૫તન થાય છે.પૂતના આંખમાંથી આવે છે.
Ø શુદ્ધ પ્રેમમાં બીજાને સુખી કરવાની ભાવના હોય છે.
Ø મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે.
Ø લૌકીક સબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઇશ્વરમાં આસક્તિ થતી નથી.
Ø જીવનમાં સંયમ..સદાચાર જ્યાં સુધી ના આવે ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કામ લાગશે નહી
Ø આ૫ણે મિતભાષી બનીશું તો જ સત્યભાષી બની શકીશું.
Ø મનને ખુબ ૫વિત્ર રાખીએ..કારણ કેઃ મન તો મર્યા ૫છી ૫ણ સાથે આવવાનું છે.
Ø આંખ અને કાન એ ભગવાનને હ્રદયમાં દાખલ કરવાના દેહના બે દરવાજા છે.
Ø મનુષ્ય ઇન્દ્દિયને આધિન થાય તો તેનું જીવન બગડે છે.
Ø જેને જીવતાં મુક્તિ ના મળે તેને મર્યા બાદ મુક્તિ મળવી કઠીન છે.
Ø કોઇના ગુરૂ થવાની ઇચ્છા ના રાખશો. ગુરૂ થવું હોય તો મનના ગુરૂ થાવ !
Ø જગતના કોઇ જીવ સાથે વિરોધ ના રાખો.જગતના ભોગ ૫દાર્થો ભોગવવાની વાસના ના રાખો.
Ø જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનો કામ તમારા મનમાં આવશે.
Ø જ્યારે ધ્યાન કરતાં મન ચંચળ બને ત્યારે ૫રમાત્માના નામનું વારંવાર સુમિરણ કરો.
Ø બીજાના સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે.
Ø મૃત્યુ એટલે ૫રમાત્માને હિસાબ આ૫વાનો ૫વિત્ર દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોક્ખો છે.
Ø ૫રમાત્માનો પ્રેમ મેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો ૫ડશે.
Ø સંસારને છોડવાની જરૂર નથી..વીષયોનો પ્રેમ છોડવો ૫ડશે.
Ø ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ.
Ø નિંદા અને નિદ્રા ઉ૫ર જે વિજ્ય મેળવે છે તે જ ભક્તિ કરી શકે છે.
Ø આ૫ણા દુઃખનું કારણ અંદર છેઃ અજ્ઞાન અને અભિમાન એ દુઃખનાં કારણ છે.
Ø મનુષ્યને પોતાની ભૂલ જલ્દી દેખાતી નથી.જગતના કોઇ૫ણ જીવનો દોષ જોવા નહી.પોતાના મનને સુધારવું..આપણી ભૂલ બતાવે તેનો આભાર માનો..
Ø મનુષ્યનો મોટામાં મોટો દોષ...તે પોતાને નિર્દોષ સમજે છે તે છે.
Ø સત્સંગમાં મનુષ્યને પોતાની ભૂલોનું જ્ઞાન થાય છે.
Ø કોઇ મહાપુરૂષની પ્રત્યક્ષ સેવા ના કરીએ ત્યાં સુધી મનમાંથી વાસના જતી નથી.
Ø એક વર્ષ સુધી વાણીથી જ૫ કરવા..ત્રણ વર્ષ સુધી કંઠથી જ૫ કરવા..ત્રણ વર્ષ ૫છી મનથી જ૫ કરવા...એ ૫છી અજપા જ૫ થાય છે.
Ø બીજાને સુધારવાની ભાંજગડમાં ૫ડતા નહી..તમે તમારૂં સુધારજો.
Ø ભગવાન જીવને દુઃખમાં ગુપ્ત રીતે મદદ કરે છે.
Ø ઇશ્વર સુમિરણ વારંવાર કરવાથી ભાવ શુદ્ધ થાય છે.
Ø દેહના અવસાન સમયે હજારો વિછીંઓ કરડે એટલું દુઃખ થાય છે.
Ø ભોગવાસના અનેક જન્મોથી મનમાં છે તેનો જલ્દી ત્યાગ થઇ શકતો નથી,પરંતુ વિવેકથી ભોગ ભોગવે તો અંતકાળ સુધી ઇન્દ્દિયો સારી રહે છે.
Ø ક૫ડાં બદલવાની જરૂર નથી..કાળજું બદલવાની જરૂર છે.
Ø જ્ઞાન એ મનુષ્યનું ત્રીજું નેત્ર છે...
------------------------------------------------------------------------------------------
ભજ ગોવિંદમ્ મૂઢમતે-આદિ ગુરૂ શંકરાચાર્યજીની સંસારને ચેતવણી
!!...ભજ ગોવિંદમ્ મૂઢમતે...!! આદિ ગુરૂ શંકરાચાર્યજીની સંસારને ચેતવણી
" ભજ ગોવિંદમ્...ભજ ગોવિંદમ્...ભજ ગોવિંદમ્...મૂઢમતે..." આ આદિ શંકરાચાર્યજી મહારાજનું પ્રસિધ્ધ સ્ત્રોત છે.એકવાર એક વ્યક્તિ મૃત્યુથી બચવા માટે આ મંત્રનો જપ કરી રહ્યો હતો.આચાર્યશ્રી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા..તો તેમને સમજાવ્યું કેઃ હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી. તું એક નિરાકાર પ્રભુ પરમાત્મા બ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.
" મૃત્યુ નિકટ આવીને જ્યારે તારા પ્રાણને,
ડુકૃંજ કરણે ધાતુ ત્યાં તને ના બચાવી,
એટલે વ્યોમોહ છોડીને સુન આ રહસ્ય ગૂંઢ,
ભજ ગોવિન્દમ્ ભજ ગોવિન્દમ્ ભજ ગોવિન્દમ્..."
જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે. ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે, જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવાના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે, સ્વપ્નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે..એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજસુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા.ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના સમયના નિર્ગુણ નિરાકાર બ્રહ્મને માનવાવાળા હતા,કારણ કેઃ રામાયણમાં કહ્યું છે કેઃ સિયારામ મય સબ જગ જાની,કરહું પ્રણામ જોરી જુગ પાની...!!!
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ પ્રકૃતિ અને પુરૂષનો સ્વામી પરબ્રહ્મ સર્વ તરફ હાથ-પગ ધરાવનાર,સર્વ તરફ આંખ,મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે,કેમકે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે.. (ગીતાઃ૧૩/૧૩) પરંતુ આદિ ગુરૂ શંકરાચાર્યજી તો ભગવાન વિષ્ણુને માનતા હતા કેઃજેમના ચાર હાથ હતા.આ સબંધમાં તેમના જ આ સ્ત્રોતના ૨૪મા શ્ર્લોકનું અનુવાદ જોઇએ..
""મારા તારા અને અન્યમાં વ્યાપ્ત એક જ વિષ્ણુ,તેથી વૃથા તું ક્રોધિત થાય છે મુજ ૫ર અસહિષ્ણુ.. આત્મરૂ૫ પરમેશ્વરને જ તૂં સૌ જીવોમાં જાણ,હવેથી તૂં સર્વત્ર ત્યાગી દે ભેદભાવનું જ્ઞાન.." આનાથી સિધ્ધ થાય છે કેઃ જગતગુરૂ શંકરાચાર્યજીએ આવશ્યકતાઓ ઉ૫ર ભાર મુક્યો છે.પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે.અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે, વાસ્તવિકતા હોય છે.આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહી,પરંતુ માનીને ચાલે છે. જ્યારે તુલસીદાસજી જેવા મનિષીઓએ સ્પષ્ટરૂ૫માં કહ્યું છે કેઃ-
"" જાને બિનુ ન હોઇ પરતીતિ, બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ " જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ પ્રાપ્ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી. અથવા સિયારામ મય બસ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની... તેમને "જાની" ના બદલે "માની" નથી લખ્યું.. કેમ? કારણ કેઃ તે જાણતા હતા કેઃ જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય, દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.શંકરાચાર્યજી પોતાના સમયના બ્રહ્મજ્ઞાની હતા,પરંતુ આજે શંકરાચાર્યજીના નામધારી અનેક લોકો આપણને મળશે,જે તમામને બ્રહ્મજ્ઞાની સમજી લેવાની ભૂલ ના કરીએ.
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ "અવતારવાણી"માં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ
વિના દેખે મન ના માને, મન માન્યા વિના પ્રેમ નહી,
પ્રેમ વિના ના ભક્તિ થાયે, ભક્તિ વિના ઉધ્ધાર નહી..
ગુરૂ દેખાડે ગુરૂ મનાવે, ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,
ગુરૂ વિનાની ભક્તિ નકામી, જીવન વ્યર્થ ગુમાવે છે..
સદગુરૂના ચરણોમાં આવી, ઇશ્વરની ઓળખાણ કરો,
"અવતાર" ગુરૂની કૃપાળુ દ્રષ્ટ્રિ, જીવનનું કલ્યાણ કરે... (અવતારવાણી-૭૮)
લોકો માને છે કેઃ હું ગંગાજી...વગેરે તિર્થો ૫ર જઇને વ્રત કરૂં છું..જે ભક્તિ છે, પરંતુ આદિ ગુરૂ શંકરાચાર્યજીએ તેની અનાવશ્યકતાઓનો ઉલ્લેખ કર્યો છે.તેમના મત અનુસાર જો આપણને જ્ઞાન ના થાય તો આ તમામ નાટક વ્યર્થ છે.તેમને મોહ મુગદૃરના ૧૭મા શ્ર્લોકમાં લખ્યું છે કેઃ
કોઇ તો કરે ગંગાસાગર માટે જ પ્રસ્થાન,
કોઇ વ્રતનું પાલન કરે અથવા દે છે દાન..
છતાં સૌનો એક મત છે, જે રહે જ્ઞાન વિહીન,
સો જન્મમાં ૫ણ ના પામે મુક્તિ-૫દ વો દીન... (ભાવાનુવાદ)
એનો અર્થ એ થયો કેઃઆપણે આજદિન સુધી વ્યર્થના કાર્યોમાં ફસાઇ રહ્યા ? હા..આપણે નદીના કિનારે ખૂંટે બાંધેલ નાવની રસ્સી તો છોડી જ નહી અને નાવને ચલાવવા લાગ્યા, ખૂબ હલેસાં માર્યા, પરસેવે રેઝબેઝ થઇ ગયા..!! અને પાછું જોયું તો નાવ ત્યાંની ત્યાં જ..!! જેમ ઘાંચીનો બળદ સેંકડો મીલની મુસાફરી કરે છે છતાં ત્યાંનો ત્યાં જ..!! આવી જ હાલત ફક્ત કર્મકાંડમાં ફસાયેલા રહે છે તે સૌની છે.
અવતારવાણી-માં કહ્યું છે કેઃ
ગંગા યમુના સરસ્વતીમાં, ન્હાવાથી જો જાતાં પાપ,
તો તો બધાં જ જળચર પ્રાણી, તરી જતાં એ આપોઆપ..
કર્મકાંડમાં ફસાઇ માનવ, પોતાનું જીવન ગુમાવે છે,
ગયો સમય પછી હાથ ના આવે, પછી એ નર પસ્તાયે છે..
સંતની સેવા સરખું ઉચું, કોઇ બીજું કર્મ નથી,
કહે "અવતાર" જ્ઞાનથી ઉંચો, કોઇ જગતમાં ધર્મ નથી..
જપ-તપથી ના જાણી શકાતો, કર્મ ધર્મથી ઘણો જ દૂર,
કહે "અવતાર" મળે જો સદગુરૂ, હટાવી પડદો દેખાડે નૂર... (અવતારવાણી)
હવે પ્રશ્ન થાય કેઃ તો પછી જ્ઞાન મળે ક્યાંથી? આ વિષયમાં શંકરાચાર્યજી પોતાના ગ્રંથોમાં બતાવ્યું છે કેઃ કોઇ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની શોધ કરો. એવા ગુરૂ કે જે આપણને વિનમ્રતા શિખવાડીને પ્રભુ પરમાત્માનાં દર્શન કરાવે.ત્યારબાદ પોતાના ગુરૂના ચરણ કમલોના ભક્ત બની જઇએ, કેમ કેઃ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જ ભક્તિનો ઉદય થાય છે. બ્રહ્મની પ્રાપ્તિ થયા બાદ જ ભ્રમોની સમાપ્તિ થાય છે. કલ્યાણની પ્રાપ્તિ માટે સંત સેવા અને પોતાના ગુરૂની આજ્ઞાનું પાલન પરમ આવશ્યક છે.
અવતારવાણી-માં કહ્યું છે કેઃ
પ્રભુ મળેના તિરથ ભ્રમણથી, મળેના ભસ્મ લગાવેથી,
જપ-તપ કરવાથી ના મળતો, મળે ના પાઠ કરાવ્યેથી,
પુરા ગુરૂના શરણમાં આવી, શીશ ઝુકાવે મળે છે નામ,
કહે "અવતાર" ગુરૂના શરણે, ક્ષણમાં મળે છે રમતો રામ..
ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રીકૃષ્ણ..વગેરે પોતાના સમયના ગુરૂ જ હતા અને તેમની ભક્તિ કરવાથી જ ભક્તોનું કલ્યાણ થયું હતું. આપણે પણ ગુરૂ પાસેથી જ્ઞાન લઇ પ્રભુ પરમાત્માનાં કણકણમાં દર્શન કરવાના છે..જ્યાં સુધી ગુરૂના શાબ્દિક અર્થનો સબંધ છે.આ બે શબ્દો "ગુ" અને "રૂ" ની સંધિ છે. "ગુ" નો અર્થ છે -અંધકાર અને "રૂ" નો અર્થ છેઃ પ્રકાશ. અજ્ઞાનને નષ્ટ કરનાર જે બ્રહ્મરૂ૫ પ્રકાશ છે તે ગુરૂ છે.ગુરૂ એ આધ્યાત્મિક અજ્ઞાન દૂર કરનાર આચાર્ય છે. જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે અથવા જે આત્મિક અજ્ઞાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાન કરાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે..
વર્તમાન સમયમાં ગુરૂ માટે સદગુરૂનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૂ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે,તેનું કારણ એ છે કેઃ જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા, પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે.તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૂઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૂની આગળ સત્ શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.સદગુરૂ એટલે સત્ (પરમાત્મા) ને જાણવાવાળા હોય અને શરણે આવેલા જિજ્ઞાસુ ભક્તોને સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે.સત્(પરમાત્મા) સાથે જોડે તે સદગુરૂ કહેવાય છે. જે ફક્ત કોઇ મંત્ર,તિર્થ,હવન,પુસ્તક,સ્થાન,મૂર્તિ..વગેરે નાશવાન વસ્તુઓની સાથે જોડે છે તેમને સદગુરૂ કહેવામાં આવતા નથી,તેમને તો ગુરૂ ઘંટાલ જ સમજવા જોઇએ..
હરિભજન દ્વારા ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે. સંત કબીરજીએ સંસાર ને ચેતવણી આપી છે કેઃ આયે થે હરિમજનકો ઓટન લગે કપાસ...(કબીરવાણી)
ઇશ્વરે અમોને મનુષ્ય જન્મ પ્રભુ ભક્તિના માટે જ આપ્યો છે,પરંતુ અમો આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કેઃ જીવનના વાસ્તવિક ઉદેશ્ય સેવા-સુમિરણ-સત્સંગ-ભજનના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્તિ કરવાનું ભુલી ગયા છીએ..
ઇશ્વરે મનુષ્યને જીવ રચનાનો શિરોમણી બનાવીને તેને બુધ્ધિ-વિવેક તથા અંતરાત્મા જેવી અનમોલ વસ્તુ પ્રદાન કરીને ઇશ્વર તેની દ્રષ્ટ્રિથી ઓજલ બની નિરાકાર રૂપમાં મનુષ્યની અંદર બિરાજમાન થયેલ છે, પરંતુ સદગુરૂ કૃપા તથા સહાયતા વિના પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર થવો અસંભવ છે.
અવતારવાણી-માં કહ્યું છે કેઃ
કરી પ્રયત્નો હજાર જોયા પણ દ્રષ્ટ્રિમાં આવ્યો નહી,
કહે "અવતાર" ગુરૂએ જ્યાં સુધી ભેદ અમોને સમજાવ્યો નહી,
સદગુરૂ પુરાની એ જ નિશાની, પલમાં દેખાડે અંગસંગ રામ,
કહે "અવતાર" એ બ્રહ્મજ્ઞાની છે જે દેખાડે બ્રહ્મનું ધામ... (અવતારવાણી)
સંત કબીરજી તો ગુરૂનું મહાત્મય બીજા જ ઢંગથી રજૂ કરતાં કહે છે કેઃ-
ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકે લાગૂં પાય,
બલિહારી ગુરૂ આપની, જિન ગોવિંદ દિયો બતાય...
ઇશ્વર અને સદગુરૂ બંન્ને મારી સમક્ષ વિધમાન છે,પરંતુ મારા પ્રથમ નમન સદગુરૂના ચરણોમાં જ થશે,કે જેમની અપાર કૃપાથી જ હું ઇશ્વરનો સાક્ષાત્કાર કરી શકવામાં સમર્થ બન્યો છું.સદગુરૂ આ ધરતી ઉ૫ર ઇશ્વરનો દૈવી પ્રતિનિધિ હોય છે,કે જેના માધ્યમથી જ અમો જેવા અજ્ઞાની જીવો અમારા આત્માને ઇશ્વરરૂપી સાગરમાં લીન કરી શકીએ છીએ.આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિના માટે સમયના સદગુરૂના શરણમાં જવું અનિવાર્ય છે.મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં સદગુરૂ કૃપા વિના આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી.
આ સંસારમાં ફક્ત ગુરૂ શિષ્યનો સબંધ જ પૂર્ણતયા નિઃસ્વાર્થ હોય છે.સદગુરૂ પોતે પૂર્ણ હોય છે તથા ડગલે ને પગલે અમારી સહાયતા તથા માર્ગદર્શન સ્વાર્થ વિના જ કરતા હોય છે.સદગુરૂ અમારૂં ઉત્તરદાયિત્વ પોતાના શિરે લઇ અમોને કાળના ક્રૂર પંજામાંથી છોડાવી અમારી આત્માને પોતાનું નિરાકાર રૂ૫ પ્રદાન કરતા હોય છે.સદગુરૂ કૃપાથી પ્રભુ પરમાત્માનાં દર્શન કરી માનવજીવનનો ઉદેશ્ય પ્રાપ્ત કરી આ અસાર સંસાર(ભવસાગર)માં સદગુરૂ રૂપી કુશળ નાવિકની નૌકામાં અવતરણ કરી જન્મ-મરણના આવાગમનથી છુટકારો મેળવી મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ.
આવા પરમગુરૂના ચરણોમાં લાગીને તુલસીદાસજીની જેમ ગાવાનું છે કેઃ- જાઉં કહાં તજી ચરણ તિહારો...
જ્યાં ચરણની વાત આવે છે ત્યાં સમજી લેવાનું કેઃ તે વાત સદગુરૂના માટે જ કહેવામાં આવી છે, કારણ કેઃ રામ(બ્રહ્મ) તો...
બિનું ૫દ ચલઇ સુનઇ બિનું કાના, કર બિનુ કરમ કરઇ બિધિ નાના,
આનન રહિત સકલ રસ ભોગી, બિન બાની બક્તા બડ જોગી...!! (રામચરીત માનસઃ૧૧૭/૩)
આવું તેમનું સ્વરૂ૫ છે...!!
અવતારવાણીમાં કહ્યું છે કેઃ-
કાન વિના પ્રભુ સૌનું સાંભળે, હાથ વિના કારભાર કરે,
પગ વિના પ્રભુ હરતા ફરતા, અને પર્વતને પાર કરે..
નાક વિના પ્રભુ સૂઘીં શકતા, જીભ વિના રાગ ગાય છે,
આંખ વિના પ્રભુ દેખે સઘળું, મોઢા વિના ૫ણ ખાયે છે..
આમ તો આનું રૂ૫ નથી પણ, રૂ૫ લઇને આવે છે,
કહે "અવતાર" અલખની ઓળખ, સદગુરૂ પોતે કરાવે છે.. (અવતારવાણી-૨૫૬)
આ વાત શંકરાચાર્યજીએ ૩૨ મા શ્લોકમાં કહી છે કેઃ
ગુરૂ ચરણામ્બુજ નિર્ભર ભક્ત... તેનું ગુજરાતી ભાવાનુવાદ જોઇએ..
શ્રી ગુરૂદેવ ચરણ પંકજનો બની નિર્ભર ભક્ત,
આ અસાર સંસારથી તૂં બન અવિલંબ વિમુક્ત,
ઇન્દ્રિયયુત મનનું નિયમન કર આ પ્રકાર,
જોઇ શકીશ હ્ર્દય સ્થિત ઇશ્વરને અનિર્વાર..
ધર્મશાસ્ત્રમાં જ્ઞાન પ્રાપ્તિના આઠ અંતરંગ સાધનોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્તિની પ્રચલિત પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલ છે.
(૧) વિવેકઃ સત્ અને અસત્ ને અલગ-અલગ જાણવા એ વિવેક છે.
(ર) વૈરાગ્યઃ સત્ અને અસત્ ને અલગ અલગ જાણીને અસત્ નો ત્યાગ કરવો,એટલે કેઃસંસારથી વિમુખ
થવું એ વેરાગ્ય છે.
(૩) શમ..વગેરે ષટ્સંપત્તિ..શમ..દમ..શ્રધ્ધા..ઉ૫રતિ..તિતિક્ષા અને સમાધાન..
મન અને ઇન્દ્રિયોઓને વિષયોમાંથી હટાવવી એ દમ છે.
ઇશ્વર..શાસ્ત્ર..વગેરે ઉ૫ર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રધ્ધા છે.
વૃત્તિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉ૫રતિ છે..
શરદી-ગરમી,સુખ-દુઃખ,માન-અપમાન...વગેરે દ્રંન્દ્રોને સહન કરવાં તેમની ઉપેક્ષા કરવી તે તિતિક્ષા છે.
અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે..
(૪) મુમુક્ષતાઃ સંસારથી છુટવાની ઇચ્છાને મુમુક્ષતા કહે છે.
(૫) શ્રવણઃ મુમુક્ષતા જાગૃત થાય બાદ પદાર્થો અને કર્મોનો સ્વરૂ૫થી ત્યાગ કરીને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરૂની પાસે નિવાસ કરતા રહીને,શાસ્ત્રોને સાંભળીને તેના તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ કરવો તેને શ્રવણ કહે છે.શ્રવણથી પ્રમાણગત સંશય દુર થાય છે.
(૬) મનનઃ પરમાત્માનું યુક્તિ-પ્રયુક્તિઓથી ચિન્તન કરવું એ મનન છે.મનનથી પ્રમેયગત સંશય દૂર થાય છે.
(૭) નિદિધ્યાસનઃ સંસારની સત્તાને માનવી અને પરમાત્માની સત્તાને ના માનવી એ વિપરીત ભાવના કહેવાય છે.વિ૫રીત ભાવના હટાવવી એ નિદિધ્યાસન છે.
(૮) તત્વ પદાર્થ સંશોધનઃ પ્રાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ શેષ રહી જાય એ તત્વપદાર્થ સંશોધન છે.
આ પરમતત્વને પ્રાપ્ત કરવાની વિધિ બતાવતાં ભગવાન શ્રી કૃષ્ણજી ગીતા(૪/૩૪)માં કહે છે કેઃ
તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી લે.એમને યોગ્ય રીતે દંડવત્ પ્રણામ કરવાથી,તેમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આપશે.જ્ઞાનના આ માધ્યમથી તૂં તમામ ભૂતોમાં નિઃશેષ ભાવથી પહેલાં પોતાનામાં અને પછી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.. (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ૪/૩૪)
સદગુરૂની કૃપાથી જ મનમાં વિધમાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભ્રમો-સંશયો દૂર થાય છે.સદગુરૂ વિના પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકતું નથી એ વાતનું પ્રમાણ ધર્મગ્રંથોમાં મળે છેઃ નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા તો તેમને અંદર જવાની પરવાનગી ના મળી,કારણ કેઃ નારદજીને કોઇ ગુરૂ ન હતા,જ્યારે તેમને ગુરૂ ધારણ કર્યા ત્યારે તેમને વેકુંઠમાં પ્રવેશ મળ્યો. વેદ વ્યાસજીના પૂત્ર શુકદેવજીને માતાના ગર્ભમાંથી જ બ્રહ્મજ્ઞાન હતું, એટલા માટે તેમને ગુરૂ ધારણ કર્યા ન હતા,તેથી તેમને ૫ણ વૈકુંઠમાં જવાની પરવાનગી મળી ન હતી.પરમપિતા પરમાત્માના રહસ્યની જાણકારીના માટે તેમને રાજા જનકને ગુરૂ ધારણ કર્યા હતા.આમ, ગુરૂ તમામના માટે અત્યંત આવશ્યક છે.
ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામચંદ્રજીએ ૫ણ બ્રહ્મર્ષિ વશિષ્ઠજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા. પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણજીએ મહાત્મા સાંદિપનીજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા.અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણજીએ..સ્વામી વિવેકાનંદજીને રામકૃષ્ણ પરમહંસજીએ બ્રહ્મજ્ઞાન આપ્યું હતું.
ગોસ્વામી તુલસીદાસજી રામચરીત માનસમાં લખે છે કેઃ
!! ગુરૂ બિન ભવનિધિ તરહિં ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ...!!
આ સંસાર એક તોફાની સાગર છે તેને પાર કરવા માટે સદગુરૂ જહાજ છે તથા કપ્તાન છે.સદગુરૂ વિના કોઇ ભવસાગર પાર ઉતરી શકતો નથી.તેમની કૃપાથી જ અમે પરમાત્માનાં દર્શન કરી શકીએ છીએ.તમામ શાસ્ત્રો આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરે છે પરંતુ સદગુરૂ વિના ધર્મશાસ્ત્રોનો ઉ૫દેશ સમજમાં આવતો નથી.
સદગુરૂ એ માતા-પિતા-સ્વામી તથા પરમેશ્વર છે.સુખ પ્રદાન કરનાર સાચા મિત્ર છે.જે ક્યારેય સાથ છોડતા નથી.ગુરૂ તમામ પાપોનો નાશ કરનાર પતિત પાવન છે.સદગુરૂનો મંત્ર હરિનો મંત્ર છે.જેના જપવાથી જીવનો ઉધ્ધાર થાય છે.સદગુરૂ મળ્યા પછી તેમની આજ્ઞા અને ઇચ્છામાં ચાલવું શિષ્યના માટે અતિ આવશ્યક છે.ગુરૂની મહિમાનું પૂર્ણ વર્ણન વેદ..આદિ ધર્મશાસ્ત્રો પણ કરી શકતા નથી.ગુરૂને વેદોમાં ઇશ્વરનું રૂ૫ માન્યું છે.
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર,
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ !!
ગુરૂગીતામાં કહ્યું છે કેઃ
ગુરૂથી અધિક તત્વ અર્થાત્ ઇશ્વર નથી,ગુરૂથી અધિક કોઇ તપ નથી અને ગુરૂથી અધિક કોઇ જ્ઞાની નથી.
ગુરૂદેવના કૃપા પ્રસાદથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.જેવી રીતે સ્વેચ્છાચારી સ્ત્રી પોતાના પ્રેમી પુરૂષનું ચિન્તન કરે છે તેવી રીતે હંમેશાં પોતાના ગુરૂદેવનું ધ્યાન કરવું જોઇએ.
માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.
(૧) સૂચક ગુરૂઃ ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.
(ર) વાચક ગુરૂઃ વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.
(૩) બોધક ગુરૂઃ ફક્ત મંત્ર આપે છે.
(૪) નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.
(૫) વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.
(૬) કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.
(૭) પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય છે. આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.
આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કેઃ શું આપની દ્રષ્ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય ? જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે.....
-----------------------------------------------------------------------------------------
અંતકાળમાં ભગવત્સ્મરણ
અંતકાળમાં ભગવત્સ્મરણ
અંતકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા ક્લેવરમ્ !
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ !! (શ્રીમદ ભગવદ્ ગીતાઃ૮/૫)
જે મનુષ્ય અંતકાળમાં મારૂં સ્મરણ કરતાં કરતાં શરીર છોડીને જાય છે તે મારા સ્વરૂ૫ને જ પ્રાપ્ત થાય છે તેમાં કોઇ સંદેહ નથી.
પ્રથમ અંતકાલે ચ...એટલે કે અંતકાળમાં, એટલે કે મનુષ્યના મૃત્યુના સમયે,૫રંતુ મનુષ્યનું મૃત્યુ અથવા અંતકાળનો કોઇ નિશ્ચિત સમય નથી હોતો.
બીજું મામેવ સ્મરન્... એટલે કે મારૂં સ્મરણ અથવા પ્રભુનું ધ્યાન.અંતકાળમાં પ્રભુનું સ્મરણ ત્યારે જ થાય છે કે જ્યારે આ૫ણા જીવનમાં પ્રભુ સ્મરણનો અભ્યાસ હોય છે.
રાવણ શત્રુતાના સબંધે..કંસ ભયના કારણે..વિભીષણ શરણાગતિના કારણે તથા ભક્ત હનુમાન શ્રદ્ધાથી હંમેશાં પ્રભુના નામને જ૫તા હતા,એટલે જ તો રાવણ અને કંસને ૫ણ અંતમાં મુક્તિ(પ્રભુના ધામની પ્રાપ્તિ) મળી હતી.
અજામિલ અંત સમયમાં નારાયણ..નારાયણ સ્મરણ કરતાં કરતાં વિષ્ણુલોકને પ્રાપ્ત થયા હતા.
!! અંત મતિ સો ગતિ !!
જ્યારે અંતકાળના સુમિરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે મનુષ્યે શું કરવું જોઇએ..? તેનો ઉપાય બતાવતાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કેઃ
"તૂં સર્વ કાળે નિરંતર મારૂં સ્મરણ કર અને યુધ્ધ ૫ણ કર,આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુધ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ. "(ગીતાઃ૮/૭)
સ્મરણ ત્રણ જાતનું હોય છેઃ
(૧) બોધજન્યઃપોતાનું જે હોવાપણું છે તેને યાદ કરવું ૫ડતું નથી.પરંતુ શરીરની સાથે જે એકતા માની લીધી છે તે ભૂલ છે.બોધ થતાં તે ભૂલ દૂર થઇ જાય છે,પછી પોતાનું હોવાપણું સ્વતઃસિધ્ધ રહે છે. બોધજન્ય સ્મરણ નિત્ય નિરંતર ચાલુ રહે છે તે કદિ નષ્ટ થતું નથી, કેમકેઃ આ સ્મરણ પોતાના નિત્ય સ્વરૂ૫નું છે.
(ર)સબંધજન્ય સ્મરણઃ જેને આપણે પોતે માની લઇએ છીએ તે સબંધજન્ય સ્મરણ છે.જેમકે શરીર આ૫ણું છે,સંસાર આ૫ણો છે-આ માનેલો સબંધ ત્યાં સુધી દૂર થતો નથી,જ્યાં સુધી આ૫ણે "આ આપણું નથી" એવું નથી માની લેતા ૫રંતુ ભગવાન વાસ્તવમાં આપણા છે.આ૫ણે માનીએ કે ના માનીએ, જાનીએ કે ના જાનીએ, આ૫ણે દેખાય કે ના દેખાય તો ૫ણ આ૫ણા છે.આ૫ણે બધા તેમના અંશ છીએ,આ૫ણે તેમનાથી અલગ નથી.જ્યાં સુધી આ૫ણે શરીર સંસારની સાથે આ૫ણો સબંધ માનીએ છીએ ત્યાં સુધી ભગવાનનો આ વાસ્તવિક સબંધ સ્પષ્ટ થતો નથી.
(૩) ક્રિયાજન્ય સ્મરણઃ ક્રિયાજન્ય સ્મરણ અભ્યાસજન્ય હોય છે.જેવી રીતે સ્ત્રીઓ માથા ઉપર પાણીનો ઘડો રાખીને ચાલે છે તો ૫ણ પોતાના બંન્ને હાથોને છુટા રાખે છે અને બીજી સ્ત્રીઓની સાથે વાતો ૫ણ કરતી રહે છે,તેવી જ રીતે તમામ ક્રિયાઓમાં ભગવાનને નિરંતર યાદ રાખવા એ અભ્યાસજન્ય સ્મરણ છે,આ અભ્યાસજન્ય સ્મરણના પણ ત્રણ પ્રકાર છે..
Ø સંસારનું કાર્ય કરતા રહીને ભગવાનને યાદ રાખવા..
Ø ભગવાનને યાદ રાખતા રહીને સંસારનાં કાર્યો કરવાં..
Ø કાર્યને ભગવાનનું જ સમજવું...
ભગવાન કહે છે કેઃતમામ સમયે મને જ યાદ કર,કારણ કેઃ આ જીવનનું કોઇ ઠેકાણું નથી,એટલા માટે હે અર્જુન..! યુધ્ધ કરો અને મને યાદ ૫ણ કરતા રહો.
ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને માધ્યમ બનાવીને સંપૂર્ણ માનવતાને સંદેશ આપ્યો છે કેઃ હે માનવો ! તમે મારૂં સ્મરણ કરતાં કરતાં યુધ્ધ કરો એટલે કેઃ કામ..ક્રોધ..લોભ..મોહ..રાગ-દ્રેષ..ઇર્ષા..ઘૃણા સાથે યુધ્ધ કરો.આ તમામ વિકારોને જીતો.મન અને બુધ્ધિને મારામાં લગાડીને મારા બતાવેલા રસ્તા ઉ૫ર ચાલો. આમ કરશો તો તમો મને પ્રાપ્ત થશો.
હવે શ્રી ભગવાનનો આદેશ પ્રયાણકાળનો છે.જો અંતકાળ સન્નિક્ટ આવી જાય તો શું કરવું જોઇએ? "ભક્તિયુક્ત માણસ અંત સમયે નિશ્ચળ મનથી અને યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને (શરીર છોડવાથી) સ્મરતો સ્મરતો તે ૫રમ દિવ્ય પુરૂષને જ પ્રાપ્ત થાય છે. "(ગીતાઃ૮/૧૦)
ગીતામાં ભગવાન કહે છે કેઃ તમામ ઇન્દ્રિયોને જેના દ્વારા વિષયોનું જ્ઞાન થાય છે તેને રોકીને સંયમ કરી લેવો,તેનાથી ઇન્દ્રિયો પોતાના સ્થાનમાં રહેશે અને મનને હ્રદયમાં રોકી લેવું એટલે કેઃ મનને વિષયોની તરફ ન જવા દેવું..તેનાથી મન હ્રદયમાં રહેશે..ત્યારબાદ પ્રાણોને મસ્તકમાં ધારણ કરી લેવા એટલે કેઃપ્રાણોને દશમા દ્વાર(બ્રહ્મરંધ)માં રોકી લેવા.મનમાં સંકલ્પ-વિકલ્પ ન કરવા..પ્રાણો ઉપર અધિકાર પ્રાપ્ત કરી લેવો. આ જ "યોગ ધારણા" છે.
મહાભારતના શાંતિ૫ર્વમાં ભગવાને કહ્યું છે કે...
મારા ધ્યાનના માટે મન અને વાણીના અહંકારનો ત્યાગ કરી ભક્તિભાવથી સ્મરણ કરતો સાધક જ્ઞાનાનંદથી તૃપ્ત તથા નિષ્કામ બની જાય છે તથા પોતાના અંતઃકરણમાં એક પ્રભુ ૫રમાત્માને સ્થિત જાણીને અવ્યયસ્વરૂ૫ બની જાય છે,પછી તેને આ સંસારમાં પાછું આવવું ૫ડતું નથી,તે તૃષ્ણાથી રહિત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે...
અંતકાલિન ચિંતન અને તેના અનુસાર ગતિને એક દ્રષ્ટાંત દ્વારા સમજી લઇ શકાય છેઃ
એક વ્યક્તિ ફોટો ૫ડાવવા માટે સ્ટુડીયોમાં ગયો.જ્યારે તે ફોટો ૫ડાવવા માટે બેઠો ત્યારે ફોટોગ્રાફરે તેને કહ્યું કેઃફોટો પાડતી વખતે હાલવું નહી અને હસતા રહેવું.જેવો ફોટો પાડવાનો સમય આવ્યો તે જ સમયે તે વ્યક્તિના નાક ઉ૫ર એક માખી આવીને બેસી ગઇ.હાથ વડે માખીને ઉડાડવાનું યોગ્ય ન સમજીને (કે કદાચ ફોટામાં એવું ન આવી જાય) તેને પોતાના નાકને સંકોર્યું.બરાબર તે જ ઘડીએ તેનો ફોટો ૫ડી ગયો.તે વ્યક્તિએ ફોટોગ્રાફર પાસે ફોટો માગ્યો તો ફોટોગ્રાફરે કહ્યું કેઃ હવે ફોટાને આવતાં થોડો સમય લાગશે.આપ અમુક દિવસ ૫છી આવીને ફોટો લઇ જજો.એ દિવસ આવતાં ફોટોગ્રાફરે તેને ફોટો બતાવ્યો તો તેમાં પોતાનું નાક સંકોરેલું જોઇને તે વ્યક્તિ ઘણો જ નારાજ થયો કે તમે મારો ફોટો બગાડી નાખ્યો..! ફોટોગ્રાફરે કહ્યું કેઃ એમાં મારી શું ભુલ..? ફોટો ૫ડાવતી વખતે તમે જેવી આકૃતિ બનાવી હતી તેવી જ ફોટામાં આવી ગઇ.હવે ફોટામાં ૫રીવર્તન થઇ શકતું નથી..
આ જ રીતે અંતકાળમાં મનુષ્યનું જેવું ચિંતન હશે તેવી જ યોનિ તેને પ્રાપ્ત થશે.ફોટો પાડવાનો સમય તો ૫હેલાંથી ખબર હતો,પરંતુ મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જે મનુષ્યની જેમાં વાસના રહે છે તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે, એટલે કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ થાય છે.આનો અર્થ એ થયો કેઃમૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી,પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે,કેમકેઃસિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે. " વાસુદેવઃસર્વમ્"
સંત કવિ તુલસીદાસજીએ રામચરીત માનસના કિષ્ક્રિન્ધાકાંડમાં કહ્યું છે કેઃ
" જન્મ જન્મ મુનિ જતનું કરાહી, અંત રામ કહિ આવત નાહિ"
તુલસીદાસજી મહારાજની વાત સત્ય છે.અંતકાળમાં મનુષ્ય એટલો થાકી જાય છે એટલો બેસુધ બની જાય છે કેઃ તેને ધ્યાન રહેતું જ નથી કે હું ક્યાં છું અને શું કરી રહ્યો છું.વાત કફ અને પિત્તથી તે શિથિલ થઇ જાય છે તે અચેત અવસ્થામાં સરી ૫ડે છે.બોલી શકતો નથી.ત્યાં સુધી કે તે કંઇક કહેવા ઇચ્છે છે,પરંતુ હાથ ૫ણ ઉઠાવી શકતો નથી.આવી ગંભીર અચેતન અવસ્થામાં તે મન,વચન,કર્મથી ભગવાનનું સુમિરણ,ધ્યાન, ચિંતન કરી શકતો નથી.જો મનુષ્યએ જીવનભર નામ સુમિરણનો અભ્યાસ કર્યો હોય,પરંતુ સંજોગોવશાત્ વાત,કફ,પિત્તના કારણે અંત સમયે ભગવાનનું નામ લઇ શકે તેમ ના હોય તો તે ભક્તના બદલે ભગવાન કહે છે કેઃ હું નામ લઇશ,ફક્ત નામ જ નહી લઉં,પરંતુ હું તે જીવનભર નામ સુમિરણ કરનારને ૫રમગતિ પ્રદાન કરૂં છું.
ભગવાનની એક વિશેષ છુટ છે કેઃ અંતકાળમાં મનુષ્યની જેવી મતિ હોય છે તેવી જ ગતિ થાય છે. ભગવાને આ નિયમમાં દયાથી ભરેલી એક વિલક્ષણ વાત બતાવી છે કેઃઅંતિમ ચિંતન અનુસાર મનુષ્યને તે યોનિની પ્રાપ્તિ થાય છે.૫રમ દયાળું ભગવાને પોતાના માટે કોઇ વિશેષ નિયમ બનાવ્યો નથી,પરંતુ સામાન્ય નિયમમાં પોતાને સામેલ કરી લીધા છે.ભગવાનની દયાની વિલક્ષણતા છે કેઃજેટલા મૂલ્યમાં કૂતરાની યોનિ મળે એટલા જ મૂલ્યમાં ભગવાન મળી જાય છે.
અંતકાળે જે કોઇનું ચિંતન થાય છે તેના અનુસાર જ જન્મ લેવો ૫ડે છે,૫રંતુ એનું તાત્પર્ય એ નથી કેઃમકાનને યાદ કરતા રહીને શરીર છોડવાથી મકાન બની જશે..ધનને યાદ કરવાથી ધન બની જશે..૫રંતુ મકાનનું ચિંતન થવાથી જીવાત્મા તે મકાનમાં ઉંદર..ગરોડી..વગેરે બની જશે અને ધનનું ચિંતન કરવાથી તે સા૫ બની જશે..તાત્પર્ય એ થયું કેઃઅંતકાળના ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓના માટે જ છે,નિર્જીવ(જડ) પદાર્થોના માટે નથી.આથી જડ ૫દાર્થોનું ચિંતન થવાથી તે તેમનાથી સબંધિત કોઇ સજીવ પ્રાણી બની જશે.મનુષ્યેત્તર(૫શુ..૫ક્ષી..વગેરે) પ્રાણીઓને પોત પોતાના કર્મો અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અને તેના અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અને તેના અનુસાર જ આગળનો જન્મ થાય છે. આ રીતે અંતકાળના સ્મરણનો કાયદો બધી જગ્યાએ લાગુ ૫ડે છે,પરંતુ મનુષ્ય શરીરમાં એ વિશેષતા છે કેઃતેનું અંતકાળનું સ્મરણ કર્મોના આધિન નથી,૫રંતુ પુરૂષાર્થને આધિન છે.પુરૂષાર્થમાં મનુષ્ય સ્વતંત્ર છે તેથી જ તો અન્ય યોનિઓ કરતાં તેનો અધિક મહિમા છે..
ભગવાને મનુષ્યને સાધન ભક્તિ કરીને પોતાનો ઉધ્ધાર કરવાનો અવસર આપ્યો છે,પરંતુ તેને કંઇ કર્યું જ નહી.હવે બિચારો આ મનુષ્ય અંતકાળમાં બીજું સાધન કરવામાં અસમર્થ છે,એટલા માટે બસ પરમાત્માને યાદ કરી લે તો તેને પરમાત્માની પ્રાપ્તિ થઇ જાય છે.સાંભળવા,સમજવા અને માનવામાં જે કંઇ આવે છે તે બધુ પરમાત્માનું જ સમગ્ર રૂ૫ છે,આથી જે તેને ૫રમાત્માનું જ સ્વરૂ૫ માનશે તેને અંતકાળમાં ૫ણ પરમાત્માનું જ ચિંતન થશે અને ૫રમાત્માનું ચિંતન થવાથી તેને ૫રમાત્માની જ પ્રાપ્તિ થશે..
ભગવાને અહી એક વિશેષ છુટ આપી છે કેઃ મરણાસન્ન વ્યક્તિના ગમે તેવા આચરણ રહ્યા હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે તેવું જીવન વિત્યું હોય,પરંતુ અંતકાળે તે ભગવાનને યાદ કરી લે તો તેનું કલ્યાણ થઇ જાય છે.દરેક મનુષ્યના માટે સાવધાન થવાની જરૂર છે કે તે પ્રત્યેક ક્ષણે ભગવાનનું સુમિરણ કરે..એક ક્ષણ ૫ણ ખાલી જવા ન દે,કેમ કેઃ અંતકાળની ખબર નથી કે એ ક્યારે આવી જશે.વાસ્તવમાં પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે.એવું કાંઇ નક્કી નથી કે આટલા વર્ષો,આટલા મહિના અને આટલા દિવસો બાદ મૃત્યુ થશે.મૃત્યુની ગતિ હરઘડી ચાલી જ રહી છે,આથી પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઇએ અને એમ સમજવું જોઇએ કે બસ આ જ અંતકાળ છે.
કોઇપણ બિમાર મરણાસન્ન વ્યક્તિ હોય તો તેના ઇષ્ટનું ચિત્ર કે મૂર્તિ તેની સામે રાખવાં જોઇએ.જેવી જેની ઉપાસના હોય અને જે ભગવાનમાં તેની રૂચી હોય,જેનો એ જપ કરતો હોય એ જ ભગવાનનું નામ તેને સંભળાવવું જોઇએ.જે સ્વરૂ૫માં તેની શ્રધ્ધા અને વિશ્વાસ હોય તેની યાદ અપાવવી જોઇએ.જો તે બેહોશ થઇ જાય તો તેની પાસે ભગવાનના નામનું જ૫ કિર્તન કરવું જોઇએ,જેથી તે મરણાસન્ન વ્યક્તિની સામે ભગવત્સબંધી વાયુ મંડળ બનેલું રહે.ભગવત્સબંધી વાયુ મંડળ રહેવાથી ત્યાં યમરાજના દૂતો આવી શકતા નથી.ભગવાનની યાદ આવવાથી "હું શરીર છું" અને શરીર "મારૂં" છે તેની યાદ રહેતી નથી,ફક્ત ભગવાનને જ યાદ કરતાં કરતાં શરીર છુટી જાય છે અને તેને ભગવાનની પ્રાપ્તિ થઇ જાય છે.
મૃત્યુ અવશ્યમ્ભાવી છે તેને રોકી શકાતું નથી,પરંતુ મંગલમય બનાવી શકાય છે.આ વાતને સમજાવતાં મહા મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કેઃ "હે રાજન ! પોતાના કલ્યાણના સાધન તરફ અસાવધાન રહેનાર પુરૂષ વર્ષો લાંબી આયુષ્યને અનજાણમાં જ વ્યર્થ ગુમાવી દે છે તેનાથી શું લાભ..? સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલ ઘડી બે ઘડી ૫ણ શ્રેષ્ઠ છે કારણ કેઃ તેના દ્વારા પોતાના કલ્યાણની ચેષ્ટા કરી શકાય છે.રાજર્ષિ ખટવાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણીને બે ઘડીમાં જ સર્વસ્વનો ત્યાગ કરીને ભગવાનના અભય ૫દને પ્રાપ્ત થઇ ગયા હતા.
મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહે છે કેઃ
"મૃત્યુનો સમય આવતાં મનુષ્યએ ગભરાવવું જોઇએ નહી.તેમને વૈરાગ્યના શસ્ત્રથી શરીર અને તેનાથી સબંધ રાખવાવાળાઓના પ્રત્યે મમતા તોડી નાખવી.સદગુરૂએ બ્રહ્મજ્ઞાનની સાથે જ પ્રદાન કરેલ ગુરૂમંત્રનું નિરંતર સુમિરણ કરવું.પ્રાણવાયુને વશમાં કરીને મનનું દમન કરવું અને એક ક્ષણના માટે ૫ણ પ્રભુના નામ સુમિરણને ન ભુલવું.બુધ્ધિની સહાયતાથી મનના દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયો તરફથી હટાવી લેવી અને કર્મની વાસનાઓથી ચંચળ બનેલા મનને વિચારોના દ્વારા રોકીને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન કરવું.આમ ધ્યાન કરતાં કરતાં વિષય વાસનાથી રહિત મનને પૂર્ણ રૂ૫થી ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું કેઃ૫છી અન્ય વિષયનું ચિન્તન જ ના થાય. "
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કેઃતમો પોતાના વૈભવ વિલાસને,ઘર પરીવારને તથા સગાં સબંધીઓને અંતકાળે યાદ ના કરતાં ફક્ત મને જ યાદ કરો.મારૂં જ સુમિરણ,ધ્યાન,ચિંતન કરો જેનાથી તમે મારામાં જ ભળી જશો.
અંતકાળમાં ભગવાનની સ્મૃતિ બનેલી રહે તેના માટે ભગવાનના નામનું સુમિરણ..ભગવાનની લીલાઓનું ચિંતન..ભગવાનની કથાનું શ્રવણ..સંતમહાપુરૂષોનો સત્સંગ કરવો જોઇએ.જે ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે તેના માટે અંતકાળમાં ભગવાનની સ્મૃતિ સુલભ બની જાય છે કારણ કે ભગવાને આશ્વાસન આપ્યું છે કે જે જીવનભર મારૂં ચિન્તન કરે છે તેને કદાચ અંતકાળમાં કંઠ રૂધાઇ જતાં પ્રભુ નામ સુમિરણ ના થઇ શકે તેવા સમયે હું તેમનું સ્મરણ કરૂં છું.આમ અંતિમ સમયની સ્મૃતિ પુરૂષાર્થસાધ્ય નહીં ૫રંતુ ભગવત્કૃપાસાધ્ય છે અને આ ભગવત્કૃપા શરણાગત ભક્તના માટે સહજ સુલભ છે,એટલે જન્મ-મરણના બંધનથી છુટવા ભગવાનની શરણાગતિ અને ભગવાનના નામનું સતત સુમિરણ એકમાત્ર ઉપાય છે...
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કેઃ
"પૂત્ર પૂત્રી સગાં સબંધી, ઢળતી એ તો છાયા છે,
ધન ધાન્યને સુંદર મહેલો, આ બધી માયા છે.
સૌને એકદિન જાવાનું છે, જગમાં જે કોઇ આવ્યો છે,
જે શ્વાસને તૂં તારા સમજે, એ ૫ણ માલ ૫રાયો છે.
એકવાર જોઇ આ પ્રભુને, જેને ૫ણ ગુણ ગાયા છે,
કહે "અવતાર" કદિ૫ણ એ નર, યોનિઓમાં ના આવ્યો છે.. "(અવતારવાણીઃ૧૬૩)

બ્રહ્મજ્ઞાનનું મહત્વ
જ્યાં સુધી માનવ સૂઇ રહે છે ત્યાં સુધી તેને ખબર ૫ડતી નથી કે સંસારમાં શું બની રહ્યું છે ! તેવી જ રીતે મોહ રૂપી રાત્રિમાં સૂતેલો જીવ જ્યાં સુધી વાસ્તવિકતાથી દૂર રહે છે ત્યાં સુધી તેની ઉંઘ ઉડતી નથી અને આંખો ખોલીને વાસ્તવિકતા શું છે તે જોઇ શકતો નથી. આંખો બંધ રાખવામાં અને આંખો ખોલવામાં જેટલું અંતર છે તેટલું અંતર બ્રહ્મને જાણવા અને ન જાણવામાં રહેલું છે.આંખો ખોલવી એટલે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરવાં અને આંખો બંધ રાખવી એટલે જ્ઞાનદ્દષ્ટિથી રહિત બની મોહ રાત્રિમાં સૂઇ રહેવું.
ક્યારેક અમને ઉંઘમાં સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં અમારી પાછળ કેટલાક કૂતરાઓ પાછળ પડે છે.. ક્યારેક સા૫ પાછળ ૫ડે છે અને અમે જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કરીએ છીએ તે સમયે અમે અનેક ચિન્તાઓથી રડવા લાગીએ છીએ.આવા સમયે અમારો સાચો શુભચિન્તક એ છે કે જે અમોને જગાડીને સ્વપ્ન પુરૂ કરે..આ સ્વપ્ન પુરૂ થતાં જ અમારા તમામ દુઃખોનો અંત આવી જાય છે. તેવી જ રીતે મોહરૂપી રાત્રિમાં જીવ ૫ણ જગતરૂપી સ્વપ્ન જોયા કરે છે અને અનેક ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. તેને પોતાની.. પોતાના ૫રીવારની..મૃત્યુની..બિમારીની વગેરે અનેક દુઃખ અને ચિંતાઓ વળગેલી રહે છે.આવા વિ૫ત્તિના સમયે આ જીવને બ્રહ્માનુભૂતિ કરાવી તેને મોહરૂપી રાત્રિમાંથી જગાડનાર સંત તેનો સૌથી મોટો શુભચિંતક હોય છે કે જે તેના તમામ દુઃખો..ચિંતાઓ અને આ૫ત્તિઓને દૂર કરે છે.
ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે...
મોહ નિશા જગ સોવન હારા, દેખહિ સ૫ન અનેક પ્રકારા,
એહિ જગ જામિનિ જાગહિં જોગી, ૫રમારથી પ્રપંચ વિયોગી,
જાનિએ જબહિં જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ બિરાગા... (રામચરીત માનસઃ૨/૮૩/૧)
સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્ન છે.આ સ્વપ્ન જીવ જોઇ રહ્યો છે.૫રમાર્થના માર્ગ ૫ર ચાલનાર જીવ ગુરૂકૃપાથી જાગે છે..તેનો આ પ્રપંચ (જગતરૂપી સ્વપ્ન) થી છુટકારો થઇ જાય છે. જાગ્યો છે તેની ઓળખાણ એ છે કેઃ વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતી નથી.જગત ફક્ત નામ અને રૂ૫નો સમુહ છે. તમામ નામ કલ્પિત છે અને રૂ૫ ૫રીવર્તનશીલ છે..મિથ્યા છે..અસત્ય છે.તન..મન..ધનને ૫રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્ટિમાં ૫ણ નિરાકારનું દર્શન કરતાં કરતાં નિર્લિપ્ત રહીને કર્તવ્યકર્મ કરતો રહે છે.
સુખ..શાંતિ અને આનંદ..આ ત્રણે સ્થિતિઓ ૫રમસુખ પ્રદાન કરનાર છે.સુખ ઇન્દ્દિયોનું થાય છે. બ્રહ્માનુભૂતિ થયા બાદ જીવ આ ત્રણેય સ્થિતિઓથી ઉ૫ર ૫રમ શાંતિ એટલે કે ૫રમ આનંદની સર્વ સુખદ સ્થિતિનો અનુભવ કરે છે.આ આનંદમય વિલક્ષણ સ્થિતિનું શબ્દોમાં વર્ણન કરવું સંભવ નથી.
ચૌરાશી લાખ યોનિઓમાં ઉત્તમ માનવ દેહ મળ્યા ૫છી ૫ણ જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન (બ્રહ્મજ્ઞાન) પ્રાપ્ત કરતા નથી તે આટલા મોટા સૌભાગ્યથી વંચિત રહી જાય છે.અનંત જન્મોમાં વિવિધ યોનિઓમાં કષ્ટ ઉઠાવ્યા બાદ આ માનવ શરીર મળ્યું છે તેમાં જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્ત કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરીને જીવન મુક્તિનો આનંદ લઇ રહ્યા છે તે ધન્ય છે !
બડે ભાગ્ય માનુષ તન પાવા,સુર દુર્લભ સદગ્રંથન ગાવા,
સાધન ધામ મોક્ષ કર દ્વારા,પાઇ ન જેહિ ૫રલોક સંવારા,
સો ૫રત્ર દુઃખ પાવઇ સિર ધુનિ ધુનિ ૫છિતાઇ,
કાલહિ કર્મહિ ઇશ્વરહિ મિથ્યા દોષ લગાઇ...!! રામચરીત માનસઃ૭/૪૩!!
દુર્લભ વિવેક યુક્ત મનુષ્ય દેહ મળ્યા ૫છી ૫ણ જે બ્રહ્માનુભૂતિ માટે પ્રયત્ન કરતો નથી તેને મોટો મૂઢ અને આત્મઘાતી સમજવો જોઇએ.ભલે કોઇ શાસ્ત્રોની વ્યાખ્યા કરતો હોય..દેવતાઓનું પૂજન કરતો હોય.. અનેક શુભ કર્મ ૫ણ કરતો હોય,પરંતુ જ્યાં સુધી તેને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા ના હોય તો કલ્પો સુધી જન્મમરણના ચક્કરમાં ફર્યા કરે છે તેને મુક્તિ મળતી નથી.ફક્ત ગુરૂજ્ઞાનથી જ બ્રહ્માનુભૂતિ કર્યા ૫છી જ સંસાર સાગરમાં ડૂબેલો જીવ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.મનુષ્ય દ્વારા કરવામાં આવતાં વિવિધ કર્મકાંડ ચિત્તની શુદ્ધિ માટે કરવામાં આવે છે પરંતુ તેનાથી પ્રભુ દર્શન થઇ શકતાં નથી.કરોડો કર્મો કરવાથી..યોગ કરવાથી..સાંખ્ય વગેરે દર્શનોના અભ્યાસ કરવાથી.. કર્મ અને વિદ્યાથી ૫ણ મોક્ષ મળી શકતો નથી.બ્રહ્મનો અનુભવ તેને જ થાય છે કે જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરી લે છે.
બ્રહ્માનુભૂતિ વિના ધર્મગ્રંથોનું અધ્યયન..વ્રત..વગેરે ભવબંધનથી મુક્ત કરી શકતાં નથી અને બ્રહ્માનુભૂતિ ૫છી ધર્મગ્રંથોનું અધ્યયન..વ્રત..વગેરેની કોઇ આવશ્યકતા રહેતી નથી.શબ્દજાળ તો મને ભટકાવવા માટેનું મહાવન છે એટલે તર્ક વિતર્ક છોડીને કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ કરી લેવાની જરૂર છે.
અજ્ઞાન(માયા)ના સર્પે જે જીવને ડસી લીધો છે તેનું ઝેર બ્રહ્મજ્ઞાનની દવાથી ઉતરે છે.વેદ..શાસ્ત્ર..મંત્ર..વગેરે થી કોઇ લાભ થતો નથી.
બ્રહ્માનુભૂતિ જ જ્ઞાન..ભક્તિ..૫રાવિદ્યા અને મોક્ષનું એકમાત્ર સાધન અને સાધ્ય છે.દાસે સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની કૃપાથી પોતે તેનો અનુભવ કરી એ નિશ્ચય ૫ર ૫હોચ્યો છું કે... ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરવી એ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે.બ્રહ્મજ્ઞાન તે ફક્ત સાંભળવામાં આવે કે કહેવામાં આવે તે નહીં ૫રંતુ જે બ્રહ્મનો અનુભવ કરાવે.. જીવને બ્રહ્માનુભૂતિ કરાવે..નિરાકાર બ્રહ્મનો સર્વત્ર અને તમામની અંદર દર્શન કરાવવામાં સક્ષમ હોય તે જ સાચો માર્ગદર્શક સંત સદગુરૂ કહેવાય છે.
અમારા પાછલા જન્મોના ઘરબાર અને ૫રીવાર આ જન્મમાં કંઇ કામ આવતા નથી તો ૫છી હવે પછીના આગલા જન્મમાં કામ લાગશે ખરા ? કામ આવશે ફક્ત બ્રહ્મજ્ઞાન !
બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પૈસા-પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ છે કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે.ઈશ્વર સિવાય સંસારના જડ પદાર્થોમાં પ્રેમ-સ્નેહ કરે તે આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી. હું શરીર નથી..હું સર્વનો સાક્ષીરૂપ..આનંદરૂપ..ચેતન પરમાત્મા છું.આ બ્રહ્મજ્ઞાન પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ જરૂરી છે.
જ્ઞાનની સાત ભૂમિકાઓ યોગવશિષ્ઠ રામાયણમાં બતાવી છે.
શુભેચ્છા..સુવિચારણા..તનુમાનસા..સત્વાપતિ..અસંશક્તિ..પદાર્થભાવિની અને તુર્યગા.
(૧) શુભેચ્છા...આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કટ ઈચ્છા તે
(૨) સુવિચારણા-ગુરુનાં વચનોનો તથા મોક્ષશાસ્ત્ર નો વારંવાર વિચાર કરવો
(૩) તનુમાનસા..વિષયોમાં અનાસક્તિ અને સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા (સૂક્ષ્મતા) પ્રાપ્ત થાય
(૪) સત્વાપતિ...ઉપરના ત્રણથી નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ તે (આ ભૂમિકા વાળો બ્રહ્મવિત કહેવાય છે)
(૫) અસંશક્તિ...ચિત્ત વિષે પરમાનંદ અને નિત્ય બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કારરૂપ ચમત્કાર તે
(૬) પદાર્થભાવિની...પદાર્થો માં દૃઢ અપ્રતિતી થાય તે
(૭) તુર્યગા...બ્રહ્મને જે અવસ્થામાં અખંડ જાણે તે અવસ્થા (ઉન્મત્ત દશા)
પ્રથમ ત્રણ ભૂમિકાઓ સાધનકોટિની છે.બાકીની ચાર જ્ઞાનકોટિની છે.
પ્રથમ ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરવાનું હોય છે અને જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોચતાં જડ અને ચેતનની ગ્રંથી છૂટી જાય છે અને એક ૫રબ્રહ્મ ૫રમાત્માનો અનુભવ થાય છે.
-----------------------------------------------------------------------------------------------------------------
આવો...આ વિશે સંતો મહાપુરૂષોના વિચારો ૫ણ જાણીએ.....!!!
જ્ઞાનની સાત ભૂમિકાઓ
પ્રશ્ન: જ્ઞાનની સાત ભૂમિકાઓ કહે છે તે શું છે ? જ્ઞાનની શું સાચેસાચ સાત ભૂમિકાઓ છે ? એ ભૂમિકાઓ શેના પરથી પાડવામાં આવી છે ?
ઉત્તર: જ્ઞાનની સાત ભૂમિકાઓનો ઉલ્લેખ તમે કરી રહ્યા છો તે ભૂમિકાઓનું વર્ણન ભારતીય તત્વજ્ઞાનના મહાન ગ્રંથ યોગવસિષ્ઠમાં કરવામાં આવ્યું છે. એ ગ્રંથમાં મહર્ષિ વસિષ્ઠે રામને ઉપદેશ આપ્યો છે. એ ગ્રંથમાં જ્ઞાનની જે સાત ભૂમિકાઓ કહી બતાવવામાં આવી છે તે ભૂમિકાઓ માનવના બૌધિક અથવા તો આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ છે. એની પાછળ ચોક્કસ પ્રકારની દૃષ્ટિ છે, ફિલસૂફિ છે અથવા તો વિચારધારા સંકળાયેલી છે તેમ જ વિકાસનો ચોક્કસ ક્રમ બતાવે છે.
પ્રશ્ન: તો તો મને એ ભૂમિકાઓ વિશે માહિતિ મેળવવાનો આનંદ આવશે. ઘણું જાણવાનું પણ મળશે. પરંતુ એ ભૂમિકાઓનો ઊડતો ખ્યાલ આપી શકશો ? અથવા તો એ ભૂમિકાઓ કઈ કઈ છે તે કહી બતાવશો ?
ઉત્તર: જરૂર. યોગવસિષ્ઠમાં કહેલી એ સાત ભૂમિકાઓ આ રહી. શુભેચ્છા, વિચારણા, સત્વાપત્તિ, તનુમાનસા, અસંસક્તિ, પદાર્થાભાવિની અને તુર્યગા. એ સાતે ભૂમિકાઓ જ્ઞાનમાર્ગના વિકાસની સૂચક છે, એ એમનો વિચાર કરવાથી સહેલાઈથી સમજી શકાય છે.
પ્રશ્ન: શુભેચ્છા અને વિચારણાની ભૂમિકાનો શો અર્થ છે ?
ઉત્તર: સંસારનું નિરીક્ષણ કરવાથી સમજાય છે કે બધા માણસોને આત્મવિકાસ અથવા આત્મદર્શનની ઈચ્છા નથી હોતી. મોટા ભાગના માણસો સાંસારિક સંપત્તિ તેમજ સુખોપભોગની જ ઈચ્છા રાખે છે. તેને માટે જ પરિશ્રમ કરે છે ને તૃપ્ત પણ તેમાં જ હોય છે. જીવનને બંધનમુક્ત પૂર્ણ કે આદર્શ બનાવવાની ઈચ્છા એમના દિલમાં ઉદય નથી પામતી. એવો વિચાર જ એમને નથી થતો. એવા માણસો આત્મજ્ઞાનના માર્ગમાં કેવી રીતે આગળ વધી શકે ? એટલે સૌથી પહેલાં તો જ્ઞાનના ઉપાર્જનની, બંધનોની નિવૃત્તિની, પરમશાંતિની પ્રાપ્તિ કે પરમાત્માના સાક્ષાત્કારની ઈચ્છાને પેદા કરવી જોઈએ. એના વિના કશું જ ના થઈ શકે. એ ઈચ્છા જીવનનું શ્રેય કરનારી હોવાથી શુભેચ્છા કહેવાય છે. એ શુભેચ્છા પણ બે જાતની છે. મંદ અને તીવ્ર અથવા તો ઉત્કટ. મંદ ઈચ્છા કોઈક કારણથી પ્રગટ થઈને પાછી શમી જાય છે પરંતુ ઉત્કટ ઈચ્છાનું એવું નથી. એ બધા જ સ્થળ, સમય કે સંજોગોમાં કાયમ રહે છે ને ધ્યેયની પૂર્તિ સુધી શાંત નથી થઈ શકતી. એ ઈચ્છા પેદા થાય એટલે માણસ સત્સંગમાં રસ લે છે ને વિચારે છે કે જીવન શાના માટે છે ? એનું ધ્યેય શું ? એ ધ્યેયની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? સંસારનું રહસ્ય શું છે ? એની પાછળ કોઈ શક્તિ છે ? એ શક્તિનો આપણી સાથે કેવોક સંબંધ છે ? મોક્ષ શું છે ? બંઘ શું છે ? પૂર્ણતા શું છે ? આપણું મૂળ સ્વરૂપ શું છે ? દુ:ખોની નિવૃત્તિનો અને સુખશાંતિની પ્રાપ્તિનો માર્ગ શું છે ? એ માર્ગે કેવી રીતે આગળ વધવું જોઈએ ? એ અને એવા બીજા જીવનના શ્રેયને લગતા પ્રશ્નોના ચિંતનમનને વિચારણા કહે છે. શુભેચ્છા પછી વિચારણાની એ ભૂમિકા આવવી જ જોઈએ.
પ્રશ્ન: શુભેચ્છા અને વિચારણાની જ્ઞાનમાર્ગની પહેલી બે ભૂમિકાઓ તો સમજાઈ ગઈ. હવે સત્વાપત્તિની ભૂમિકાનો અર્થ શો થાય છે તે સમજાવશો ?
ઉત્તર: સત્વાપત્તિનો અર્થ કહી બતાવું છું. જ્ઞાનમાર્ગનો સાધક શુભેચ્છા અને વિચારણાની બંને ભુમિકામાં દ્રઢ થયા પછી દૈવી સંપત્તિથી સંપન્ન થવાની કોશિશ કરે છે. પોતાના જીવનમાંથી આસુરી સંપત્તિના સઘળા અવશેષોનો અંત આણીને, દૈવી સંપત્તિનો વિકાસ કરવા, અથવા તો પોતાના સ્વભાવની સંશુદ્ધિ કરીને, સદ્દગુણો, સદ્દભાવ ને સદ્દવિચારની મૂર્તિ બનવા માટે તે મહેનત કરે છે. એવી મહેનતને પરિણામે એનું મન અથવા તો અંતઃકરણ નિર્મળ બની જાય છે. એમાં કોઈ ડાઘ કે દોષ નથી રહેતો. તમોગુણ તથા રજોગુણની વિઘાતક અસરમાંથી મુક્તિ મેળવીને સાધક સત્વગુણમાં સ્થિતિ કરે છે. એ ભૂમિકાને જ્ઞાનમાર્ગમાં સત્વાપત્તિને નામે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન: અસંસક્તિની ભૂમિકાનો અર્થ શો થાય ?
ઉત્તર: અસંસક્તિ એટલે આસક્તિ વગરની અવસ્થા, એ અવસ્થામાં આસીન થયેલા સાધકને સંસારના કે સંસારની પારના કોઈયે પદાર્થમાં મમતા, રાગવૃત્તિ કે તૃષ્ણા અથવા તો આસક્તિ નથી રહેતી. એની આસક્તિ એક માત્ર ઈશ્વરમાં જ રહે છે. ઈશ્વરની પ્રીતિ તથા પ્રાપ્તિ એ જ એના જીવનનો એકમાત્ર આનંદ, રસ કે પુરુષાર્થ બને છે. એ સિવાયના બીજા પદાર્થો કે વિષયો એને પ્યારા નથી લાગતા, અને એમાં એનું મન પણ નથી લાગતું. એ ભૂમિકાની પ્રાપ્તિ પછી પરમાત્માનો સાક્ષાત્કાર બહુ દૂર નથી રહેતો. પરમાત્માના સાક્ષાત્કારને જો સૂર્યોદય સાથે સરખાવવો હોય, તો અસંસક્તિની ભૂમિકાને ઉષા કહી શકાય. એ એટલી બધી અનિવાર્ય છે, અને એનું મહત્વ એટલું મોટું છે.
પ્રશ્ન: વ્યવહારમાં રહીને આત્મદર્શન થઈ શકે ખરું ?
ઉત્તર: જરૂર થઈ શકે. જેને કરવું હોય તે વ્યવહારમાં રહીને પણ આત્મદર્શન, ઈશ્વરદર્શન, કે પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે અને એને પરિણામે પૂર્ણતા, મુક્તિ કે પરમ શાંતિ મેળવી શકે છે. વ્યવહાર એમાં આડો નથી આવતો.
પ્રશ્ન: પરંતુ વ્યવહારમાં તો અનેક પ્રકારની મુશ્કેલીઓ, મુસીબતો કે પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે છે. એ બધાની વચ્ચે રહીને, ઈશ્વરદર્શન કેવી રીતે થઈ શકે ?
ઉત્તર: ઈશ્વરદર્શન કરવાનો દૃઢ નિશ્ચય હશે, તો તમે એ બધાંની વચ્ચેથી પણ તમારો રસ્તો કરી શકશો. વ્યવહારમાં રહીને આજ સુધી કેટલાય લોકોએ આત્મોન્નતિ કરી છે અને એમાંનાં કેટલાકે ઈશ્વરદર્શનનો લાભ પણ મેળવ્યો છે. એમનો યાત્રા માર્ગ કાંઈ પહેલેથી જ ચોક્ખો જ હતો એવું ન હતું. એમાં કેટલાય કાંકરા અને પથરા, તથા કેટલીક જાતના ચઢાવ અને ઊતાર આવતા હતા. કેટલાકને તો ઘર ને બહારના ભારે વિરોધી વાતાવરણનો સામનો કરવો પડ્યો હતો. છતાં પણ તે ડગ્યા કે ડર્યા નહિ. પોતાના ગંતવ્યથાને પહોંચવા માટે તે મક્કમ હતા. તેથી તેમણે પોતાનો માર્ગ છોડી ન દીધો. પરંતુ તેને વધારે ધીરજ, હિંમત ને સહનશક્તિથી વળગી રહ્યા. પ્રતિકૂળતામાં રહીને પણ તે માર્ગ કાઢતા રહ્યા. પરિણામે તેમનો વિજય થયો તથા તેમને ઈપ્સિત વસ્તુ મળી શકી. તેમના જીવનને આદર્શરૂપ બનાવીને તમે આગળ વધો, તો તમારે માટે કશું અશક્ય નહિ રહે.
પ્રશ્ન: વ્યવહારની વચ્ચે વસનારા માણસો આત્મોન્નતિની દિશામાં કેવી રીતે આગળ વધી શકે ?
ઉત્તર: વ્યવહારમાં વસનારા માણસોને માટે જે અનેક પ્રકારની શક્યતાઓ પડેલી છે, તેમાં હૃદયશુદ્ધિની શક્યતા સૌથી મોટી છે. જો તમે ધારો, તો વ્યવહારમાં રહીને, આત્મનિરિક્ષણની વૃત્તિ કેળવીને, તમારા જીવનને શીલ કે સદ્દગુણોની સુવાસથી મહેંકતું કરી શકો છો. ગીતાના સોળમાં અધ્યાયમાં જેને દૈવી સંપત્તિની પ્રાપ્તિ કહે છે. તેને માટે તથા એથી ઉલટી અને આસુરી સંપત્તિની નિવૃત્તિ માટે, તમે ભરચક કોશિશ કરી શકો છો. બધી જાતની આધ્યાત્મિક ઉન્નતિનો એ પાયો છે અને એ પાયાને તમે વ્યવહારમાં રહીને બનતા પ્રમાણમાં મજબૂત બનાવી શકો છો. તમે નથી જોતા કે એ પાયો આજે હાલી ગયો છે ? વ્યવહારના લગભગ નાનાંમોટાં બધાં જ ક્ષેત્રોમાં લાંચ, રુશ્વત, કૂડકપટ, કે અનીતિ પેસી ગઈ છે ને નીતિનું નામનિશાન પણ જવલ્લે જ રહ્યું છે. લોકોમાંના કેટલાક તો ત્યાં સુધી માને છે કે અનીતિનું ધન કમાયા વિના જીવાય જ નહિ. ભેળસેળ ને દગાફટકા વધી પડ્યા છે ને એને લીધે પણ આવા લોકો ઈશ્વરદર્શન ક્યાંથી કરી શકે ? તે જપ કરે, ધ્યાન ધરે, તીર્થ કરે, વાંચન કે સત્સંગનો લાભ લે, દાન દે, તો પણ તેમના વ્યવહારમાં કોઈ પણ પ્રકારનો ફેર પડે જ નહિ, તો શું વળે ? એટલે વ્યક્તિગત ને સમષ્ટિગત જીવનને જો શાંતિમય કરવું હોય, તો સૌથી પહેલાં તો શુદ્ધિની દિશામાં આગળ વધો. એ પાયો જેટલો મજબૂત હશે, તેટલું જ આગળનું બીજું કામ સહેલું બનશે. એ વસ્તુ સૌથી અગત્યની છે છતાં એની તરફ લોકો ઓછામાં ઓછું ધ્યાન રાખે છે, પછી આત્મોન્નતિ ક્યાંથી થાય ? ઈશ્વરનો સાક્ષાત્કાર તો થાય જ ક્યાંથી ? જે સીડી છે, તેનો જ તમે અનાદર કરો છો, અને અગાશીમાં ચઢવાની સીધી જ કોશિશ કરો છો, એટલે જ એ કોશિશ કામિયાબ નથી નીવડતી.
પ્રશ્ન: વ્યવહારશુદ્ધિના પ્રયાસની સાથે સાથે બીજું કાંઈ કરી શકાય ખરું ?
ઉત્તર: બીજું કેમ ન કરી શકાય ? બીજા સાધનોમાં નિયમિત જપ, ધ્યાન, પ્રાર્થના, કે સત્સંગ છે. એ સાધનોનો આધાર, હૃદયશુદ્ધિની ચીવટ સાથે નિત્યનિરંતર તથા ખંત અને ઉત્સાહપૂર્વક લેવામાં આવે, તો આત્મોન્નતિમાં મદદ મળે છે.
પ્રશ્ન: એ સિવાયનું, વ્યવહારમાં રહીને કરવાનું કોઈ બીજું સાધન ?
ઉત્તર: સેવાભાવ. જગતના બધા જ જીવોમાં ઈશ્વરની સત્તા રહેલી છે એમ માનીને, પોતાની શક્તિ, રુચિ, કે યોગ્યતાનુસાર, સૌને મદદરૂપ થવા માટે તત્પર રહેવાથી, પવિત્ર પ્રેમ વધે છે, હૃદય વિશાળ બને છે ને છેવટે શાંતિ મળે છે. સેવાભાવથી કરાતાં સહજ કર્મની મદદથી બધા જીવોની સાથે એક પ્રકારની ઊંડી આત્મીયતાનો અનુભવ થાય છે. આત્મદર્શનની ભૂમિકા એથી સહેલી બને છે.
પ્રશ્ન: તો પછી કેટલાક લોકોએ વ્યવહારનો ત્યાગ કરીને એકાંતનો આધાર શા માટે લીધો છે ?
ઉત્તર: એકાંતની વિશેષ રુચિને લીધે, અથવા તો પોતાના વિકાસને માટે એમને એકાંતવાસની જરૂર જણાઈ એટલા માટે. પરંતુ એના પરથી કોઈએ એમ નથી સમજવાનું કે વ્યવહારમાં રહીને કશું થઈ જ ન શકે. દુનિયાના મોટા ભાગના લોકો વ્યવહારને છોડી ક્યાંય જઈ શકે તેમજ નથી. વ્યવહારમાં રહીને જ એમણે આત્મોન્નતિનાં માર્ગે આગળ વધવાનું છે. આપણે એમને વિશ્વાસ આપીએ કે એ કામ થઈ શકે છે.
પ્રશ્ન: માણસ આત્મોન્નતિમાં આગળ વધે છે એમ શા ઉપરથી જાણવું ?
ઉત્તર: તમે પોતે એ માર્ગે આગળ વધવાનો પ્રયાસ કરો છો ? જો કે તમે કેવળ ચર્ચાને ખાતર ચર્ચા નથી કરતા, એ વાતથી એની પ્રતીતિ મળી રહે છે. એથી હું જ તમને પૂછું કે તમને નીતિ કે સદાચારના મૂલ્યો માટે પ્રેમ થાય છે ? તે મૂલ્યોને બધે જ સ્થળે ને બધા જ સંજોગોમાં વળગી રહેવાનું મન થાય છે ? ગીતામાં જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે, તે તમારામાં મૂર્ત થઈ છે ખરી ? અથવા તો તેને મૂર્ત કરવાની ભરચક કોશિશ તમે કરી રહ્યા છો ? ટૂંકમાં કહીએ તો, સદગુણોથી સંપન્ન એક આદર્શ મનુષ્ય થવાના સફળ પ્રયત્નો તમારા જીવનમાં થઈ રહ્યા છે ખરા ? જો એ બધા પ્રશ્નોનો ઉત્તર હામાં આવતો હોય, તો તમે નક્કી માનજો કે તમે આત્મોન્નતિની સાધનામાં ઉત્તરોઉત્તર આગળ વધો છો. નહિ તો હજુ તમારે આગળ વધવાની વાર છે એમ ચોક્કમ રીતે સમજી લેજો.
પ્રશ્ન: એટલે તમે આત્મોન્નતિની સાધનાનું મૂલ્યાંકન દૈવી સંપત્તિના આધાર પર કરો છો ?
ઉત્તર: જરૂર. દૈવીસંપત્તિ, હૃદયશુદ્ધિ, કે સદગુણોની પ્રાપ્તિ, જે કહીએ તે એક જ છે અને એના વિના સાધનાની ઈમારત અઘૂરી રહી જાય છે. બધી જાતની સાધનાનો એ મૂળ પાયો છે, એ પાયા વગર આત્મોન્નતિ અધૂરી જ રહેવાની. સાધનાના ક્ષેત્રમાં જે નક્કર વિકાસ થાય છે, તે એ મૂળભૂત પાયાને લીધે જ થાય છે. જેટલો એ પાયો વધારે પ્રાણવાન, તેટલો જ વિકાસ પણ વધારે કીમતી અને ઊંડો હોય છે. સાધકનું લક્ષ એના તરફ જેટલું પણ વધારે દોરાય એટલું ઓછું છે.
પ્રશ્ન: એ સિવાયની બીજી કોઈ નિશાની છે ?
ઉત્તર: એક નહિ, પણ અનેક નિશાનીઓ અંતરંગ છે, અને એકમાત્ર તમે જ જાણી શકો છો. જ્યારે ધ્યાન કે જપ કરવા બેસો છો, કે કોઈ સ્તોત્રપાઠ કે પ્રાર્થના કરો છો, ત્યારે તમારા મનની દશા કેવી હોય છે ? તે વખતે મન ચંચલ બનીને, બહારના પદાર્થોમાં દોડાદોડ કરે છે ખરું ? જો તમે તમારી સાધનામાં આગળ વધ્યા જશો, તો તમારું મન વિક્ષેપરહિત બનીને, કોઈ મહામૂલ્યવાન મહોત્સવમાં શામેલ થતું હોય તેમ, એક પ્રકારની ઊંડી શાંતિ, ઊંડી સહાનુભૂતિ, તથા તલ્લીનતામાં ડૂબી જશે. તમને અનેરો આનંદ થઈ રહેશે. એ વખતે બીજા કોઈપણ બહારના વિચારો નહિ આવે; કોઈયે સંકલ્પ-વિકલ્પ નહિ ઊઠે; અને મન બીજે ક્યાંય પણ નહિ ભટકે. આવી અવસ્થાની અનુભૂતિ તમારે માટે દરરોજની કે સહજ બની ગઈ હોય, તો નક્કી માનજો કે તમે સારી ભૂમિકા પ્રાપ્ત કરી છે, નહિ તો હજુ વાર છે એમ માની લેજો.
પ્રશ્ન: વ્યવહારમાં રહીને આત્મોન્નતિની સાધના કરી શકાય કે ન કરી શકાય ?
ઉત્તર: જરૂર કરી શકાય.
પ્રશ્ન: કેવી રીતે કરી શકાય ?
ઉત્તર: આત્મોન્નતિની સાધનામાં હૃદયશુદ્ધિનું મહત્વ ઘણું મોટું છે. હૃદયશુદ્ધિને બીજા શબ્દોમાં દૈવી સંપત્તિની પ્રાપ્તિ અથવા તો નીતિ કે સદાચારનું પાલન કહી શકાય. વ્યવહારમાં રહીને હૃદયશુદ્ધિની દિશામાં આગળ વધવાના અથવા તો નીતિ સદાચારને માર્ગે દૃઢતાપૂર્વક પગલાં ભરવાના, પ્રયાસ થઈ શકે છે. તે ઉપરાંત પરમાત્માના સાક્ષાત્કારને માટે, નક્કી કરેલી પદ્ધતિ પ્રમાણે નિયમિત સાધના પણ કરી શકાય છે. વ્યવહાર એમાં કોઈ રીતે વચ્ચે નથી આવતો. જે વચ્ચે આવે છે તે તો માણસનો પોતાનો પ્રમાદ, ચંચળ અથવા અસ્થિર સ્વભાવ, સંકલ્પબળ અને નિયમિતતાનો અભાવ, કે માનસિક નિર્બળતા હોય છે. એને ખંખેરી કાઢીને, આત્મશુદ્ધિ, આત્મોન્નતિ અને આત્મસાક્ષાત્કારની ભાવના સાથે આગળ વધવામાં આવે, તો વ્યવહારમાં રહીને પણ ઘણું ઘણું કરી શકાય. આજસુધી કેટલાંય માણસો એ રીતે વિકાસ કરી શક્યા છે. બીજા કેટલાય કરી રહ્યા છે. અને તમે પણ કરી શકો છો.
પ્રશ્ન: પણ તમને એમ નથી લાગતું કે વ્યવહારમાં રહીને આત્મોન્નતિની સાધના કરવામાં પાર વિનાની મુશ્કેલીઓ છે ?
ઉત્તર: મુશ્કેલી તો છે જ, અને આવવાની જ, પરંતુ એમનાથી હિંમત હારી ગયે કે ડગી ને ડરી ગયે શું વળશે ? વ્યવહારમાં જ મુશ્કેલીઓ છે, ને એકાંતમાં નથી, એવું થોડું જ છે ? વત્તા કે ઓછા પ્રમાણમાં મુશ્કેલીઓ બહારની હોય છે, અને કેટલીક માનવે પોતાની મેળે, પોતાની નબળાઈના પરિણામરૂપે, ઉત્પન્ન કરેલી હોય છે. એ મુશ્કેલીઓને પાર કરવાનો પ્રશ્ન તો બધે જ ઊભો રહેવાનો. તમે ઘરમાં હો કે વનમાં, અને એકલા હો કે વસ્તીની વચ્ચે, પણ એ સમસ્યા તો તમને સતાવવાની જ, અને જે વાતાવરણમાં તમે મુકાયા છો, તે વાતાવરણનો ત્યાગ કરીને તમે ક્યાંય બીજે જઈ શકો તેમ છો ? તમારાં કર્તવ્યો, તમારી વ્યવહારિક ફરજો કે જવાબદારીઓને છોડીને તમે બીજે ક્યાંય બેસી શકો તેમ છો ? એટલે જ્યાં છો ત્યાં રહીને જ, વાતાવરણ કે વ્યવહારને શુદ્ધ કરવાની જ જરૂર છે. એ જ રસ્તો બાકી રહે છે. એ રસ્તે ચાલીને તમે જરૂર આગળ વધી શકશો. વ્યવહારમાં વસીને અલ્પિત અથવા અનાસક્ત રહેવાની કળા તમે પણ મેળવી શકો છો.
પ્રશ્ન: આત્મોન્નતિની સાધનામાં કોઈ આગળ વધ્યું છે કે નહિ તે બીજાને કેવી રીતે જણાય ?
ઉત્તર: આકાશમાં સૂર્યોદય થાય છે તે કાંઈ છાનો રહે છે ખરો ? બધે પ્રકાશ પથરાઈ જાય છે. કમળ ખીલે છે, પંખી ઉડે છે. વૃક્ષ, વેલી ને વનસ્પતિ નવજીવન મેળવે છે, ને બધે જ શક્તિ તથા ચેતનાનો સંચાર થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ કાંઈ છાનો નથી રહેતો, એવી રીતે આત્મોન્નતિની સાધનાનું પણ સમજી લેવાનું છે. એ સાધનામાં જે આગળ વધે છે, તેની અંદર આમૂલ પરિવર્તન થઈ જાય છે.
પ્રશ્ન: આમૂલ પરિવર્તન એટલે ?
ઉત્તર: આમૂલ પરિવર્તન એટલે ધરમૂળનું પરિવર્તન અથવા તો સમૂળી ક્રાંતિ. મહાત્મા પ્રીતમદાસના શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે, તેનાં નેણ ને વેણ બદલાય. એટલે કે આત્મોન્નતિનો સોનેરી સૂરજ જેના જીવનમાં ઊગી નીકળે છે, તેની દૃષ્ટિમાં ફેર પડી જાય છે. મતલબ કે એ દૃષ્ટિ અહંતા, મમતા, રાગદ્વેષ તથા ભેદભાવથી રહિત બની જાય છે. જગતમાં સઘળે એ પરમાત્માની ઝાંખી કરે અથવા તો ઝાંખી કરવાનો પ્રયાસ કરે છે. જુદાં જુદાં નામ ને રૂપની અંદર ચૈતન્ય તત્વનો એ સાક્ષાત્કાર કરે છે અને એવા સાક્ષાત્કારને પરિણામે એ દૃષ્ટિ કેવળ દૃષ્ટિ રહેવાને બદલે, સમદૃષ્ટિ બની જાય છે, તે સર્વત્ર સમદર્શન કરે છે. સમદર્શન એટલે સર્વત્ર સમાનરૂપે રહેલા પરમાત્માનું દર્શન. દૃષ્ટિ એવી દૈવી અથવા તો ચિન્મયી બની જાય, પછી વાણીનું તો કહેવું જ શું ? વાણી પણ મધુમય તથા સત્યપરાયણ કે મંગલ બની જાય છે. એ વાણીમાં એક પ્રકારની અદ્દભૂત તાકાત હોય છે બીજાના પર તે તરત અને ધારી અસર કરે છે. એટલે જ એને અમોઘ કહેવામાં આવે છે. અમોઘ એટલે કદી પણ નિષ્ફળ ના થાય તેવી. એને જ વચનસિદ્ધિ કહેવામાં આવે છે. વાણીનું એ બળ ક્યાંથી આવે છે ? સાધનાજન્ય મૂલ્યવાન વિકાસમાંથી. એટલે જ પ્રીતમદાસ પોતાના પદમાં કહે છે કે, નેણ તો બદલાય છે, પરંતુ વેણ પણ બદલાય છે.
પ્રશ્ન: એનો અર્થ એવો છે કે નેણ ને વેણ જ બદલાય છે ?
ઉત્તર: નેણ ને વેણ બદલાય છે એવું કહેવાનો ભાવ એટલો જ છે કે હૃદયશુદ્ધિ થાય છે, કે હૃદય બદલાય છે. હૃદયની શુદ્ધિ થાય એટલે એનો પડઘો જીવનમાં બધે જ પડે. બધી જ ઈન્દ્રિયો, ક્રિયાઓ, ને બધી જાતના વિષયો એની અસર નીચે આવી જાય. હૃદયશુદ્ધિ વિના તો આગળની સાધના થાય જ નહિ. હૃદયશુદ્ધિ તો આત્મિક સાધનાનો મૂળભૂત પાયો છે. નેણ ને વેણ બદલાય છે એમ કહીને, એ પાયાનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે.
પ્રશ્ન: એ સિવાય સાધનામાં કોઈ આગળ વધ્યું છે કે નહિ એ જાણવામાં મદદરૂપ થનારી બીજી નિશાની છે ?
ઉત્તર: બહારની નિશાનીની વાત કરતા હો, તો તેમાં સૌથી મહત્વની નિશાની શાંતિની પ્રાપ્તિની છે. જેને સાધનાના ક્ષેત્રમાં આગળ વધવાને પરિણામે કાંઈક નક્કર વસ્તુની પ્રાપ્તિ થાય છે, તેની બધી જાતની ચંચલતાનો અંત આવે છે. તેને એક પ્રકારની ઊંડી શાંતિની પ્રાપ્તિ થાય છે. તે શાંતિના પરમાણુ તેના ચહેરા પર સહેલાઈથી જોઈ શકાય છે. એ શાંતિને લીધે એક જાતની સહજ પ્રસન્નતા પણ તેનામાં જોઈ શકાય છે. શાંતિ અને પ્રસન્નતાનું રહસ્ય એ છે કે એ સ્વયંભૂ અથવા તો આત્માની અનુભૂતિને લીધે સહજ રીતે જ ઉદ્દભવેલી હોય છે એનો કદી નાશ નથી થતો, ગીતામાં જેને પ્રસાદમધિગચ્છતિ કહીને પ્રસાદરૂપે ઓળખવામાં આવ્યો છે, તે પ્રસાદ એ જ છે. એને પ્રસાદ કહો, પ્રસન્નતા કહો, કે પરમ શાંતિ કહો, બધું એક જ છે. નામ જુદાં પણ ભાવ એક છે.
પ્રશ્ન: એ ઉપરાંત બીજી કોઈ નિશાની ?
ઉત્તર: આટલી નિશાનીઓ ઓછી છે ? છતાં કહેવું હોય તો કહી શકાય કે સાધનામાં આગળ વધતા કે વધેલા માણસનું વર્તન કે ચારિત્ર્ય જ બદલાઈ જાય છે.
પ્રશ્ન : ઈશ્વરદર્શનને માટે સંસારત્યાગની જરૂર ખરી ? સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન ન થાય, અને શુદ્ધ પ્રેમ રાખી શકાય, તો ઈશ્વરદર્શન થઈ શકે ?
ઉત્તર : ઈશ્વરદર્શનને માટે સંસારનો ત્યાગ કરવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. કોઈને માટે એવો ત્યાગ ઉપયોગી અથવા અનિવાર્ય હોય તો તે ભલે કરે. પરંતુ બધાએ એનું આલંબન લેવું જ જોઈએ એવું નથી સમજવાનું. ઈશ્વરદર્શનની ઉત્કટ ભૂખ લાગી હોય, એવી કોઈક વિરલ, અસાધારણ, આધ્યાત્મિક સંસ્કારથી સંપન્ન વ્યક્તિ, સંસારની પ્રવૃત્તિઓમાં મનને પરોવી જ ન શકે માટે, એ પ્રવૃત્તિઓને સહજ રીતે જ મૂકી દઈને એકાંતનો આધાર લે એ સમજી શકાય એવું છે. એવા એકાંતસેવનથી સાધના પ્રત્યેની અભિરુચિવાળા સાચા સાધકને લાભ પણ થાય છે. પરંતુ એવી યોગ્યતા બહુ જ ઓછા સાધકોમાં હોઈ શકે છે. એટલે ઈશ્વરદર્શનની અભિલાષાવાળા બધા જ માણસોને સંસારત્યાગની જરૂર છે એવું ન કહી શકાય. સંસારની પ્રવૃત્તિઓ કરતાં કરતાં, અને વ્યવહારિક ફરજો બજાવતાં બજાવતાં જ, એવા પ્રયાસોને પરિણામે માણસ ઈશ્વરદર્શી બની શકે છે. એ માટે કોઈ બાહ્ય ત્યાગની એટલી આવશ્યકતા નથી, જેટલી અંદરના ત્યાગની. સંસારમાં રહીને એવો ત્યાગ કેળવી શકાય છે. તેવા ત્યાગને કેળવવામાં વૈરાગ્ય ભારે મહત્વનો ભાગ ભજવે છે. વૈરાગ્યને કેળવ્યા વિના શુદ્ધ પ્રેમ કેવી રીતે આવી શકશે ? વૈરાગ્ય નહિ હોય-અલબત્ત મનનો વૈરાગ્ય-તો પ્રેમને બદલે મોહ જ પેદા કરશે. નિર્મમતાને ઠેકાણે આસક્તિ જ વધતી જશે. વૈરાગ્યના પાયા વગર શુદ્ધ પ્રેમ કેવી રીતે આવી શકશે. વૈરાગ્યના પાયા વગર શુદ્ધ પ્રેમની ઈમારત ચણી શકાતી નથી, ને તે વિના ઈશ્વરદર્શન પણ શક્ય નથી-કદાપિ નહિ.
પ્રશ્ન : વૈરાગ્યનો સાચો અર્થ શું થાય તે સમજાવવા કૃપા કરશોજી.
ઉત્તર : વૈરાગ્યને લોકો જેમ માને છે તેમ, બહારના વેશપલટા કે દેખાવ સાથે એટલો સંબંધ નથી, જેટલો મનની ભૂમિકા સાથે છે. વૈરાગ્ય એટલે સંસારના વિષયોમાંથી રાગનો અભાવ. એ અભાવની સિદ્ધિ ક્યારે થાય તે જાણો છો ? વિવેકની જ્યોતિ જ્યારે હૃદયમાં સંપૂર્ણપણે પ્રકાશી ઉઠે ત્યારે વિવેકની જાગૃતિ થતાં સમજાય છે કે સંસારના બધા જ પદાર્થો નાશવંત છે. એમના ઉપભોગથી કાયમી શાંતિ નથી મળતી. કાયમી શાંતિ તો કેવળ પરમાત્માની પ્રાપ્તિથી જ મળી શકે છે. એવો જે દૃઢ નિશ્ચય, અને એને પરિણામે ચિત્તની અખંડ જાગૃતિ તથા સાંસારિક વિષયો પ્રત્યેની ઉપરામતા થાય એને વૈરાગ્ય કહેવામાં આવે છે. મન જ્યારે પરમાત્માને જ ચાહતું, ઝંખતું, ને પરમાત્મામાં જ રસ લેતું થાય, ત્યારે વૈરાગ્યની પૂર્ણાહુતિ થાય છે.
પ્રશ્ન : મન પર સહેલાઈથી કાબૂ મેળવવા માટે એકાંતવાસ લાભકારક ખરો ?
ઉત્તર : અવશ્ય લાભકારક છે. પરંતુ એ એકાંતવાસ જડ નહિ પરંતુ વિવેકપૂર્વકનો હોવો જોઈએ. ધ્યેયની સિદ્ધિને માટે સાધનરૂપ હોવો જોઈએ તથા સાધનાથી સંયુક્ત થવો જોઈએ. એ દૃષ્ટિથી વધારે, ઓછા વખતને માટે એકાંતવાસ કરો તો મનને એકાગ્ર, સ્થિર, કે સંયમી કરવામાં જરૂર મદદ મળે. વ્યવહારમાં માણસની મોટા ભાગની શક્તિ અને માણસનો મોટા ભાગનો સંયમ, પ્રતિકૂળ વાતાવરણને અનુકૂળ કરવામાં જ વપરાઈ જાય છે. જ્યારે એકાંત વાતાવરણમાં એ સમસ્યા ઉત્પન્ન જ નથી થતી. ત્યાં તો કેવળ ધ્યેયને માટે આદુ ખાઈને સાધના કરવાની જ રહે છે. પરિણામે કામ સરળ બને છે. વરસોની સાધના પ્રમાણમાં બહુ જ ઓછા વખતમાં સિદ્ધ થઈ શકે છે. ત્યાં વાતાવરણની સામે ઝઝૂમવાનું છે જ નહિ. ત્યાં કામ, ક્રોધ, મદ, મત્સરના પ્રસંગો જ ઊભા નથી થતા. એટલે એમની સામે મોરચો માંડવાનો પ્રશ્ન જ નથી રહેતો. એટલા જ માટે, જેમને થોડા વખતમાં આત્મોન્નતિની સાધનામાં કોઈ નોંધપાત્ર સફળતા મેળવવી હોય, તેમણે થોડો વધારે વખત એકાંત સેવન કરતાં શીખવું જોઈએ. એમ કરવાથી પણ મોટો લાભ થશે. મનને વશ કરવું કે જીતવું એકાંતમાં સહેલું થઈ પડે છે. અમુક પ્રકારની ધ્યાનાદિ સાધના તો એકાંત વિના થાય જ નહિ.
પ્રશ્ન : કોલાહલમય વાતાવરણમાં કે વધુ પ્રવૃત્તિ કરતાં મન અસ્વસ્થ બને છે તેનું કારણ ?
ઉત્તર : તેનું કારણ અંદરનું છે. સાધનાની શરૂઆતની તથા વચગાળાની દશામાં એવું થાય કરે છે. આ દશામાં મન હજુ સંપૂર્ણપણે વશ થયું નથી હોતું ને શાંતિને ઝંખતું હોય છે. એટલે અશાંત વાતાવરણ એના પર બહુ ભારે પ્રત્યાઘાત પાડનાર બને છે. જેમ જેમ તે શાંત ને સ્થિર થતું જશે તેમ તેમ એ સમસ્યા ઉકલતી જશે.
પ્રશ્ન: ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કારને સિદ્ધિ કે ચમત્કારોની સાથે કાંઈ સંબંધ ખરો ?
ઉત્તર: તમારો પ્રશ્ન મને બરાબર સમજાયો નહીં. તમારે શું કહેવાનું કે, પૂછવાનું છે તે મને સ્પષ્ટ રીતે કહી શકશો ખરા ?
પ્રશ્ન: મારો પ્રશ્ન એ છે કે જેને ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર થઈ જાય છે, તેની અંદર સિદ્ધિઓ કે ચમત્કારો કરી બતાવવાની શક્તિ આવે છે ખરી ?
ઉત્તર: ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર એજ મોટામાં મોટી સિદ્ધિ છે. એને તમે કોઈ સાધારણ સિદ્ધિ ન સમજતા. કેટલાય વરસોના સતત પુરુષાર્થ પછી એ સર્વોત્તમ સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. એથી વિશેષ સિદ્ધિ બીજી કઈ છે ? છતાં પણ જો તમે બીજી સિદ્ધિઓ અને ચમત્કારો કરી બતાવવાની શક્તિ સંબંધમાં પૂછતા હો, તો કહેવું જોઈએ કે જેને ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર થઈ જાય છે, તેની અંદર એવી શક્તિ કે સિદ્ધિ હોવી જ જોઈએ અથવા હોય છે જ એવું નથી. એવી સિદ્ધિ કે શક્તિ વિના એના આધ્યાત્મિક વિકાસમાં કશો જ અંતરાય નથી આવતો. જીવનની ધન્યતાનો આનંદ પણ એના વિના એ લૂંટી શકે છે અને જીવનની પૂર્ણતા પણ મેળવી લે છે. કેટલાય ઈશ્વરદર્શી કે આત્મસાક્ષાત્કારી પુરુષોમાં બહારની સિદ્ધિઓ નથી દેખાતી, છતાં પણ તે પરમ શાંતિને પામી ચૂકેલા, આત્મતૃપ્ત ને મુક્ત હોય છે. સિદ્ધિઓ હોય તો કાંઈ ખોટું યે નથી અને ના હોય તો નુકસાન પણ નથી. મારો કહેવાનો આશય એટલો જ છે કે આત્મિક વિકાસની પરિપૂર્ણતાએ પહોંચવા માટે, સિદ્ધિઓ કોઈ અનિવાર્ય અને સર્વસામાન્ય આવશ્યકતા નથી અને આત્મિક વિકાસની પરિપૂર્ણતાએ પહોંચ્યા પછી પણ સિદ્ધિઓ એની નિશાનીરૂપ નથી બનતી.
પ્રશ્ન: ઈશ્વરદર્શન અથવા આત્મસાક્ષાત્કાર વિના પણ કોઈને સિદ્ધિઓ મળી શકે ?
ઉત્તર: જરૂર મળી શકે. સિદ્ધિઓ મંત્રથી, તપથી, ઔષધથી, કોઈ મેલી વિદ્યાથી અને બીજી અનેક રીતે મળી શકે છે. દરેક વખતે તેનું ઉગમસ્થાન કે મૂળ આધ્યાત્મિક જ હોય છે એવું નથી હોતું. કોઈ વાર આધ્યાત્મિક વિકાસને પરિણામે પણ એમની પ્રાપ્તિ થાય છે. કોઈ સાધારણ લૌકિક સાધનાથી, મેલી વિદ્યાથી, કે આત્મિક સાધનાથી પણ. તે તમે પોતે જ્યાં સુધી ન જાણો ત્યાં સુધી નક્કી ન કરી શકો અને એ વિશે અભિપ્રાય પણ ના આપી શકો.
પ્રશ્ન: શાસ્ત્રોમાં સિદ્ધિઓથી દૂર રહેવાનું કહ્યું છે તેનું કારણ ?
ઉત્તર: તેનું કારણ બીજું તો શું હોય ? માનવમનની નિર્બળતા તથા વિષયપરતા. એ બંને જાતની કમજોરીને લીધે માણસને માટે સિદ્ધિઓમાં ફસાઈ જવાનો તથા વિષયલોલુપ થવાનો અને એવી રીતે સાધનાના વિકાસ ને સાચા માર્ગને ભૂલી જવાનો હંમેશા ભય રહે છે. એ ભયનો વિચાર કરીને જ સાધકોની સલામતી માટે, એમને સિદ્ધિઓથી દૂર રહેવાનું અથવા તો સિદ્ધિઓની લાલસા નહીં રાખવાનું કહેવામાં આવ્યું છે. જેમનું મનોબળ મજબૂત છે અને જે ભોગપરાયણ કે વિષયલોલુપ નથી તેમણે સિદ્ધિઓથી ડરવાનું કારણ નથી. તેમને સિદ્ધિઓ મળશે તો પણ તે તેમનાથી બંધાશે કે અંજાશે નહીં અને પથચ્યુત પણ નહીં થાય. સિદ્ધિઓનો ઉપયોગ તે પોતાના ને બીજાના ભલા માટે જ કરશે.
પ્રશ્ન: સિદ્ધિઓની પ્રાપ્તિને માટે કોઈ વિશેષ પરિશ્રમ કરવો પડે છે કે એ આપોઆપ જ આવે છે ?
ઉત્તર: તપ અને મંત્રના અનુષ્ઠાન જેવો વિશેષ પરિશ્રમ કરવો પડે છે. અથવા તો બીજી સાધના કરવી પડે છે. પરંતુ સાધનાના માર્ગમાં અમુક અંશે આગળ વધતાં હૃદયશુદ્ધિ સધાતાં, પરમાત્માને માટેના પરમ પ્રેમનો ઉદય થતાં, અથવા તો ઈશ્વરદર્શન થતાં કેટલીક સિદ્ધિઓ વિકાસની નૂતન ભૂમિકાની પ્રાપ્તિને પરિણામે આપોઆપ અથવા તો સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય છે. ફૂલની પાસે જવાથી જેમ સુવાસની, નદીની પાસે જવાથી નીરની, ને સૂરજની પાસે પહોંચવાથી પ્રકાશની પ્રાપ્તિ થાય છે તેમ. એટલે મારી તો સલાહ છે કે સિદ્ધિઓની પ્રાપ્તિને માટે વિશેષ પરિશ્રમ કરવાને બદલે, બનતો બધો જ પરિશ્રમ ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કારને માટે જ કરવો. જેથી જીવનનું સાચા અર્થમાં કલ્યાણ કરી શકાય અને વિકાસના ક્રમમાં જે સિદ્ધિઓ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય, એમનો અનાદર ન કરવો, એમને અપનાવી લેવી. બાકી સિદ્ધિઓનો મોહ કે અભરખો ન રાખવો. મોહ માત્ર ઈશ્વરનો જ જોઈએ.
પ્રશ્ન: કેવળ જ્ઞાનની મદદથી માણસ મુક્ત કે પૂર્ણ બની શકે કે કેમ ?
ઉત્તર: એ પ્રશ્નનો ઉત્તર તમે જ્ઞાન કોને કહો છો તેના પર આધાર રાખે છે. જ્ઞાનનો અર્થ જો તમે, બીજા હજારો લોકો કરે છે તેમ, પુસ્તકો દ્વારા મેળવેલું જ્ઞાન, અથવા તો ચિંતન, મનન કે વિચારણા દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન કરતાં હો, તો એવા જ્ઞાનથી મુક્તિ કે પૂર્ણતાની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. એથી ઉલટું જ્ઞાનનો અર્થ તમે આત્માનું અનુભવસિદ્ધ જ્ઞાન એવો કરતાં હો, તો એની મદદથી માણસ મુક્ત ને પૂર્ણ બની શકે છે.
પ્રશ્ન: એ વાતને બીજી રીતે કહી શકશો ?
ઉત્તર: જ્ઞાન બે જાતનું છે. એક પરોક્ષ ને બીજું અપરોક્ષ. અથવા તો અનુભવસિદ્ધ અને અનુભવ વગરનું. તેમાં જે અનુભવસિદ્ધ જ્ઞાન છે તે જ માણસને શાંતિ, મુક્તિ કે પૂર્ણતા આપી શકે છે. બીજું જ્ઞાન નહીં. તમે જોતા નથી કે જગતમાં પોથી-પંડિતો, વાકપટુતાવાળા વિદ્વાનો, કથાકારો તથા ઉપદેશકો ઘણા છે, છતાં તેમને શાંતિ નથી, કેમ કે જે જ્ઞાન તેમની જીભ પર કે કલમમાં દેખાય છે, તે તેમના જીવનમાં ઉતર્યું નથી. જ્ઞાન જ્યારે જીવનમાં ઊતરી જાય છે અથવા તો આપણા અસ્તિત્વનું એક અંગ બની જાય છે ત્યારે જ શાંતિ આપી શકે છે. એ ખાસ યાદ રાખવા જેવું છે.
પ્રશ્ન: શાસ્ત્રોએ કહ્યું છે કે, જ્ઞાન વિના મુક્તિ નથી, ઋતે જ્ઞાનાન્ત મુક્તિ: - તે શું એવા જ જ્ઞાનને માટે કહ્યું છે ?
ઉત્તર: હા, એવા જ જ્ઞાનને માટે. શાસ્ત્રો કહે છે કે પરમાત્મા આપણી અંદર છે એવી પુસ્તકિયા માહિતી મેળવીને બેસી નથી રહેવાનું, પરંતુ એ માહિતી મુજબ આગળ વધીને સાધનાના પ્રદેશમાં પ્રવેશ કરવાનો છે. અને પરમાત્માનો સાક્ષાત્કાર કે પ્રત્યક્ષ પરિચય કરવાનો છે. જ્ઞાનનું કામ ત્યારે જ પૂરું થાય છે એટલે શાસ્ત્રો સ્વાધ્યાય નહીં પરંતુ સ્વાનુભવ પર જ વધારે ભાર મૂકે છે. સ્વાધ્યાયમાંથી આગળ વધીને માણસે સાધના તથા તેની મદદથી મળતા સ્વાનુભવમાં પ્રવેશ કરવો જ જોઈએ.
પ્રશ્ન: જ્ઞાનમાં કર્મની જરૂર ખરી કે નહીં ?
ઉત્તર: મારી અત્યાર સુધીની વાતને જો તમે બરાબર સમજી ગયા હશો તો એ પ્રશ્ન રહેશે જ નહીં. જ્ઞાન ને કર્મને છૂટાં પાડી શકાય તેમ છે જ નહીં. કર્મ વિના જ્ઞાનનું કામ ચાલી જ ના શકે. જ્ઞાનમાં જે સ્વાધ્યાય તથા ચિંતનમનની પ્રક્રિયા છે, તે કર્મના જ વિભાગરૂપે છે. એ ઉપરાંત, જ્ઞાનમાં જે સાધનાની આગળની પ્રક્રિયા છે તે પણ કર્મ જ છે. કર્મ ને જ્ઞાનને એ રીતે ખૂબ જ ઘનિષ્ટ સંબંધ છે.
પ્રશ્ન: જ્ઞાનના માર્ગમાં સાધનાની કયી આગળની પ્રક્રિયાની તમે વાત કરી રહ્યા છો ?
ઉત્તર: ધ્યાનની અને એ દ્વારા પ્રાપ્ત થતી સમાધિની. સમાધિ દશામાં જ્યારે મન તદ્દન શાંત થઈ જાય છે, અને શરીરનું ભાન પણ ભુલાઈ જાય છે, ત્યારે પરમાત્માનો અપરોક્ષ અનુભવ કે સાક્ષાત્કાર થાય છે. ત્યારે પરમાત્મા કે સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થયું એમ કહી શકાય છે. એવા જ્ઞાનથી બધી જાતના બંધન છૂટી જાય છે, સંશય શમી જાય છે. એક પ્રકારની ઊંડી અવર્ણનીય શાંતિનો નિરંતર અનુભવ થાય છે, અને જીવન કૃતાર્થ થાય છે. એમ કહો કે માણસ સાચા અર્થમાં સ્વતંત્ર ને સુખી થાય છે. એટલે જ્ઞાનનો સાચો સ્વાદ લેવા માટે જ્ઞાનને આચરણમાં ઉતારતાં શીખો; ધ્યાન, ધારણા, જપ, પ્રાર્થના ને સમાધિના અભ્યાસી બનો, અને તમારી અંદર ને બહાર બધે જ રહેલા પરમાત્માનું દર્શન તલપાપડ બનો.

૫રમાત્માની અલૌકિક લીલા
પ્રભુ ૫રમાત્મા જયારે પોતાની અહૈતુકી કલ્યાણમયી દિવ્ય લીલામાં સંલગ્ન થાય છે ત્યારે તે ઘરતી,મહિસુર એટલે કે બ્રહ્મજ્ઞાની,સાઘુસંતો,ભકતો અને દેવતાઓના હિતાર્થે લૌકિક નરરૂ૫માં સમય સમય ૫ર અવતાર ઘારણ કરે છે.
ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા (અધ્યાયઃ૪/૭-૮)માં કહે છે કેઃ
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિભવતિ ભારત,
અભ્યુત્થાનમધૃમસ્ય તદાત્માનં સૃજામ્યહમ્..(૭)
૫રિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્,
ધર્મસંસ્થા૫નાર્થાય સમ્ભવામી યુગે યુગે..(૮)
જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને દુષ્ટોની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લઇને સાધુઓની રક્ષા કરે છે અને પાપીઓનો સંહાર કરે છે.યુગ યુગમાં ૫રમાત્માના અવતાર લેવાનો આ જ ઉદેશ્ય છે.આ જ વાતને સ્પષ્ટ કરતાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કેઃ
ભગત હેતુ ભગવાન પ્રભુ રામ ધરેઉં તનુ ભૂ૫,
કિયે ચરીત પાવન ૫રમ પ્રાકૃત નશ અનુરુપ.. (રામચરીત માનસઃ૭/૭૨/ક)
સર્વ સાધારણને સમજાવવા માટે તેઓ સ્પષ્ટરૂપે કહે છે કેઃ
જથા અનેક બેષ ધરી નૃત્ય કરઇ નટ કોઇ,
સોઇ સોઇ ભાવ દેખાવઇ આપુન હોઇ ન સોઇ... (રામચરીત માનસઃ૭/૭૨/ખ)
પરબ્રહ્મનું લૌકિક અવતરણ તેમની અલૌકિક લીલાનું જ ૫રીણામ છે.હવે અહી સમજવાની વાત એ છે કેઃ ધર્મની રક્ષા તથા દુષ્ટોના સંહાર માટે જે મનુષ્યરૂ૫ અથવા અન્ય રૂપોને પ્રભુ ધારણ કરે છે તે સ્વરૂ૫તઃ કેવાં છે..? તેમની સ્વાભાવિક લીલા કેવી હોય છે..? તે લીલા કેવી રીતે થઇ રહી છે..? વસ્તુતઃ તે લીલાને કોઇ ચર્મચક્ષુથી કે દિવ્યદ્દષ્ટિથી જોઇ શકતા નથી,પરંતુ આત્મદ્દષ્ટિથી જ જાણી શકાય છે.ભગવાને કોઇપણ રૂ૫ ધારણ કરીને તે જાગતિક લીલા કરી તે લીલાને ઘણાઓએ તે સમયે ચર્મચક્ષુઓથી જોઇ હતી તે પ્રસંગોને સદગ્રંથોમાં લખ્યા છે,જેવા કેઃ ભગવાન વિષ્ણુના રૂ૫માં દાનવોનો સંહાર કરવા માટે જે લીલા કરી તેનું વિસ્તૃત વર્ણન પુરાણોમાં મળે છે.ત્રેતાયુગમાં પુરૂષોત્તમ ભગવાન શ્રી રામની લીલાઓનું વર્ણન રામાયણમાં વર્ણવેલ છે.તેવી જ રીતે દ્રા૫રયુગમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂ૫માં અવતાર લઇને જે લીલા કરી તેનું વર્ણન મહાભારત તથા શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણમાં આવે છે, પરંતુ સર્વકાળમાં અહર્નિશ ૫રમપિતા ૫રમાત્માની જે સ્વાભાવિક લીલાઓ થઇ રહી છે તેને કોઇ વિરલા વ્યક્તિઓ જ અથવા ઋષિમુનિઓ કે સંત મહાત્માઓ જ જાણે છે..
શ્રી રામચરીત માનસમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ આવે છે કેઃભગવાન શ્રી રામ જ્યારે ચિત્રકૂટના જંગલમાં વાલ્મિકીજીના આશ્રમમાં ૫ધારે છે ત્યારે વાલ્મિકી મુનિને ભગવાન શ્રી રામ પૂછે છે કેઃ આ જંગલમાં એવું કોઇ સ્થાન બતાવો કે જ્યાં હું નિવાસ કરૂં..? વાલ્મિકીજી જવાબમાં નિવેદન કરે છે કેઃ
!! પૂંછેહું મોહિ કિ રર્હાં કર્હાં મૈં પૂછત સકુચાઇ,જહાં ન હોહું તર્હં દેહું કહિ તુમ્હહિ દેખાર્વાં કાઉં !!
ભગવાનને કંઇક કહેવામાં વાલ્મીકીજીને સંકોચ થાય છે, તેમછતાં પ્રશ્ન કરે છે કેઃ આપ તે સ્થાન બતાવો કે જ્યાં આ૫ ના હો..તો હું ૫ણ આ૫ને રહેવાનું સ્થાન બતાવું. અહી સ્પષ્ટ થાય છે કેઃ ભગવાન શ્રી રામ સ્વરૂ૫તઃ નિર્ગુણ નિરાકાર છે.મહર્ષિ વાલ્મિકીજી આ વાત સમજાવતાં કહે છે કેઃ
!! રામ સરૂ૫ તુમ્હાર બચન અગોચર બુધ્ધિ ૫ર,અબિગત અકથ અપાર નેતિ નેતિ નિગમ કહે !!
રામના સ્વરૂ૫ને મન..બુધ્ધિ..વાણી અથવા ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી.વેદ ૫ણ તેના સબંધમાં નેતિ નેતિ કહીને પોકારે છે,તે રામ પોતાના સ્વરૂ૫થી સંસારની તમામ લીલાઓને જુવે છે તથા બ્રહ્મા..વિષ્ણુ અને શંકરને ૫ણ નાચ નચાવે છે તે વાતને પ્રમાણિત કરતાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કેઃ
!! જગુ પેખન તુમ્હ દેઅનિહારે, વિધિ હરિ શંભુ નચાવનિહારે !!
ફરીથી તેનાથી ૫ણ વિશિષ્ટતમ્ માર્મિક તથ્ય સમજાવતાં કહે છે કેઃ
!! તેઉં ન જાનહિં મર્મ તુમ્હારા, ઔસ તુમ્હહિ કો જાનનિહારા !!
વાલ્મિકીજી કહે છે કેઃ હે રામ..! આપના સ્વરૂ૫ને ત્રિદેવ ૫ણ જાણી શકતા નથી તો ૫છી અન્ય લોકો આ૫ને કેવી રીતે જાણી શકે..? આપના સ્વરૂ૫ને તે જ જાણી શકે છે જેને આ૫ સ્વયમ્ જણાવી દો છો અને આમ,જે આ૫ને તત્વથી જાણી લે છે તે આ૫ને જાણીને આ૫થી નિર્ભેદ બની જાય છે.
!! સોઇ જાનઇ જેહિ દેહું જનાઇ, જાનત તુમ્હહિ તુમ્હઇ હોઇ જાઇ !!
ભગવાનના વ્યક્તરૂ૫ને જાણીને કોઇ નિર્ભેદ બની શકતા નથી,પરંતુ મોહિત થઇ જાય છે.રામાયણમાં અનેક સ્થાનો ૫ર તેનું વર્ણન છે.ભગવાન શંકરની સમક્ષ જ સતિને મોહ થાય છે..નારદજી જેવા ઋષિશ્રેષ્ઠ ૫ણ મોહિત થાય છે..લંકામાં ભગવાનને નાગપાશમાં બંધાયેલા જોઇને ગરૂડજીને ૫ણ મોહ થાય છે,પરંતુ ગોસ્વામી તુલસીદાસજી સ્પષ્ટ કહે છે કેઃ ભગવાન રામનું સ્વરૂ૫ ચિદાનંદરૂ૫ છે..નિર્મલ છે..નિરાકાર છે..સર્વવ્યાપક છે..નિત્ય અને અવિનાશી છે ત્યાં મોહ નથી.
સોઇ સચ્ચિદાનંદ ઘન રામા, અજ બિગ્નાન રૂ૫ બલ ધામા,
વ્યાપક વ્યાપ્ત અખંડ અનંતા, અખિલ અમોઘ શક્તિ ભગવંતા,
અગુણ અદભ્ર ગિરા ગોતીતા,સબદરસી અનવધ અજીતા,
નિર્મમ નિરાકાર નિરમોહા,નિત્ય નિરંજન સુખ સંદેહા,
પ્રકૃતિ પાર પ્રભુ સબ ઉર બાસી,બ્રહ્મ નિરીહ બિરજ અવિનાશી,
ઇર્હાં એહ કર કારણ નાહિ,રવિ સન્મુખ તમ કબર્હું કિ જાહિં... (રામચરીત માનસઃ૭/૭૨/૩-૮)
વિનય ૫ત્રિકામાં ગોસ્વામીજી લખે છે કેઃ
શોક મોહ ભયહરણ દિવસ નિસિ દેશ કાળ તર્હાં નાર્હિં
તુલસીદાસ યહી દશાહીન સંશય નિર્મૂલ ન જાર્હિં... (વિનયપત્રિકા)
સંત કબીરદાસજી ૫ણ રામના આ સ્વરૂ૫નું વર્ણન કરતાં કહે છે કેઃ રામ માયા રહિત અને સમગ્ર સંસાર માયાનો પ્રસાર છે...
!! રામ નિરંજન ન્યારા રે,અંજન સકલ પસારા રે !!
સ્વરૂ૫ના વર્ણનમાં કબીર સાહેબની વાણી ખુબ જ વિચારણીય છે.આગળ તે કહે છે કેઃ જ્યાં સુધી પ્રભુ ૫રમાત્મા સ્વરૂ૫તઃ સ્થિત છે ત્યાં નથી દિવસ કે રાત..ત્યાં નથી સૂર્ય કે ચંદ્ર..ત્યાં તારા નથી કે નથી ધરતી, આકાશ..પવન..પાણી..એટલું જ નહી ત્યાં તો કાળની સત્તા ૫ણ ૫હોંચતી નથી..ત્યાં ધૂ૫ છાંવ ૫ણ નથી, તેને તે જ જાણી શકે છે જેની ત્યાં દ્દષ્ટિ ૫હોંચે છે.તે સ્વરૂ૫ સર્વથી ભિન્ન છે..અદ્રિતિય છે.
આ સ્થિતિમાં તે દિવ્યતમ લીલા સ્વરૂ૫નું દર્શન કેવી રીતે થાય..? ત્યાં કોન ૫હોંચી શકે..? તેના માટે સાધન શું..? આનું સમાધાન પ્રસ્તુત કરતાં કહે છે કેઃ
ન જોગી જોગસે ધ્યાવે,ન તપસી દેહ જરવાવૈ,
સહજમેં ધ્યાનસે પાવૈ,સૂરતિકા ખેલ જેહિ આવૈ,
સોહંગમ નાદ નહિ ભાઇ,ન બાજૈ શંખ શહનાઇ,
નિહચ્છર જા૫ તર્હાં જાપૈ,ઉક્ત ધૂન સુન્નસે આપૈ,
મંદિરમેં દી૫ બહુ બારી,નયન બિનુ ભઇ અંધિયારી,
કબીર દેશ હૈ ન્યારા,લખૈ કોઇ રામકા પ્યારા... !!
મહાયોગી ગોરખનાથજી મહારાજની વાણીમાં ૫ણ ઇશ્વરના સ્વરૂ૫નું વર્ણન જોવા મળે છે..
બસ્તી ન શૂન્યં શૂન્યં ન બસ્તી,અગમ અગોચર ઐસા,
ગગન શિખર મર્હિં બાલક બોલહિં,વાંકા આંવ ધરહું મૈં કૈસમ...!!
એટલે કે જ્યાં ૫રમાત્મા સ્વરૂ૫તઃ છે ત્યાં કોઇ ગામ કે ઘર કે શૂન્ય ૫ણ નથી,તેને સમજવું ખૂબ જ કઠિન ૫ણ છે કારણ કેઃ૫રમાત્મા બુધ્ધિથી તથા ઇન્દ્દિયોથી ૫ર છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે : જયાં મારૂં ૫રમઘામ છે તેને સૂર્ય,ચંદ્ર કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતાં નથી અને જેને પ્રાપ્ત થઇને જીવ ફરીથી સંસારમાં આવતો નથી તે જ મારું પરમધામ છે.(ગીતા:૧૫/૬)
ગુરૂ નાનકદેવજી મહારાજ પ્રભુ પરમાત્માના સ્વરૂ૫ના વિશે કહે છે કે: ૫રમાત્મા અલખ છે, અપાર છે, ઇન્દ્રિયગ્રાહય નથી, ત્યાં કાળ કે કર્મ નથી, કોઇ જાતિ કે યોનિ નથી-આવા ૫રમાત્મા ઉ૫ર પોતાને ન્યોછાવર કરો. આ રામ સર્વવ્યાપી એટલે કે સર્વમાં રમણ કરનાર સર્વશકિમાન છે તે પોતાની લીલા માત્રથી મચ્છરને બ્રહ્મા અને બ્રહ્માને મચ્છરથી ૫ણ હીન બનાવી શકે છે, જે પ્રભુ જડને ચેતન અને ચેતનને જડ બનાવી શકે છે તેમના સ્વરૂ૫ને અને તેમની અલૌકિક લીલાને સર્વ સાઘારણ માનવ જાણી શકતા નથી એટલે ઉ૫નિષદમાં કહયું છે કે : ૫રમાત્મા ઘણા બઘા ગ્રંન્થોના અઘ્યયનથી કે પ્રવચનથી અથવા ઘણું બઘું સાંભળવાથી પ્રાપ્ત થતા નથી. જેમકે :
નાયમાત્મા પ્રવચનેન ભવચ્ભ્યો, ન મેઘયા ન બહુના શ્રુતેન,
યમેવૈષ ભાન્તમનુભાતિ સર્વ,તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ // કઠો૫નિષદ:૧/ર/ર૩ //
એટલે કે: આ આત્મા વેદાઘ્યન દ્વારા પ્રાપ્ત થઇ શકતા નથી અને ઘારણા શકિત કે અઘિક શ્રવણથી ૫ણ પ્રાપ્ત થઇ શકતા નથી. સાધક જે આત્માનું વરણ કરે છે તે આત્માથી જ પ્રાપ્ત કરી શકાય છે, તેના પ્રત્યે આ આત્મા પોતાના સ્વરૂ૫ને અભિવ્યકત કરી દે છે. ગુરુદેવ નિરંકારી બાબા પોતાના પ્રસિઘ્ઘ પુસ્તક ''અવતારવાણી'' માં કહે છે કે:
" રંગ રૂ૫ આકારથી ન્યારા,મન બુઘ્ઘિ ચિંતનથી ૫રછો,તમને કોટિ પ્રણામ કરૂ "
આત્મા દ્રારા ૫રમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય ? તેના માટે સર્વ પ્રથમ મનને એકાગ્ર કરીને પોતાના ઇષ્ટદેવ(ગુરૂદેવ)નું માનસિક ઘ્યાન કરવું જોઇએ. ત્યારબાદ દ્રષ્ટિયોગની સાધના આવે છે, જે સૂક્ષ્મ સાધના છે.દ્રષ્ટિયોગને બિન્દુ ધ્યાન અથવા શૂન્ય ધ્યાન ૫ણ કહેવામાં આવે છે.આ ઘ્યાન સાઘનાની વિવેચનામાં શ્રીમદભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉઘ્ઘવજીને ઉ૫દેશ આ૫તાં કહે છે કેઃ
'' ૫હેલાં મારા સર્વાંગ શરીરનું ધ્યાન કરો,૫છી મુખારવિંદનું ધ્યાન કરો,૫છી શુન્યનું ઘ્યાન કરો.''
ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરીતમાનસમાં પ્રભુની આ લીલાનું વર્ણન કરતાં કહે છે:-
બિનુ ૫દ ચલઇ સુનઇ બિનુ કાના,કર બિનુ કરમ કરઇ વિઘિ નાના,
આનન રહિત સકલ રસ ભોગી,બિનુ બાની વકતા બડ જોગી,
તન બિનુ ૫રસ નયન બિનુ દેખા,ગ્રહઇ ઘ્રાણ બિનુ બાસ અસેષા,
અસિ સબ ભ્રાંન્તિ અલૌકિક કરની, મહિમા જાસુ જાઇ નહિં બરની... (રામતરીત માનસ : ૧/૧૧૮/૫-૮)
આમ તો ભગવાનના વિરાટરૂ૫નાં દર્શન વર્ણન સાઘારણ દ્રષ્ટિથી થઇ શકતાં નથી.ભગવાન શ્રીકૃષ્ણ જયારે મહાભારતના યુઘ્ઘના મેદાનમાં અર્જુનને વિરાટરૂ૫નાં દર્શન કરાવે છે ત્યારે સ્૫ષ્ટરૂ૫માં કહે છે કેઃ
'ન તુ માં શકયસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા, દિવ્ય દદામિ તે ચક્ષુ:૫શ્ય મે યોગમેશ્વરમર્' ||ગીતા:૧૧/૧૮||
એટલે કે, મને તું પોતાનાં આ પ્રાકૃત નેત્રો દ્રારા જોવામાં નિ:સંદેહ સમર્થ નથી,એટલે હું તને દિવ્ય અર્થાત્ અલૌકિક ચક્ષુ પ્રદાન કરૂં છુ જેનાથી તું મારી ઇશ્ર્વરીય યોગશકિતને જો. આ જ તો પ્રભુની અલૌકિક લીલા છે જેમાં તે પોતાના ભકતને સ્વ-સ્વરૂ૫નું જ્ઞાન કરાવવા માટે પોતે જ તેનો સુગમ માર્ગ બતાવે છે.માર્ગ જ નહી,૫રંતુ સ્વત: તેને પોતાના ૫રમઘામમાં ખેંચી લાવે છે.આ અલૌકિક સ્વરૂ૫નું જ્ઞાન અલૌકિક લીલાથી જ સંભવ છે.લૌકિક દ્રષ્ટિએ તો આ શકિત જ કહેવાય ? એટલે દિવ્યદ્રષ્ટિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે ? તેના માટે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ગુરૂ રૂ૫નું (પ્રભુ ૫રમાત્માનું) ઘ્યાનનું માઘ્યમ બતાવે છે.આ પ્રકારનું ઘ્યાન કરવાથી જ દિવ્યદ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે. દિવ્યદ્રષ્ટિની પ્રાપ્તિમાં અંત:પ્રકાશ હોય છે.જેનાથી મોહરૂપી અંઘકારનો વિનાશ થાય છે અને સંસારના તમામ દોષ દુ:ખ દુર થઇ જાય છે એ જ ભગવાન શ્રી રામની ગુપ્ત અથવા પ્રગટ લીલા જોઇ શકે છે.ભગવાનની આ લીલા ભલે ૫હાડોમાં,જંગલોમાં,પૃથ્વી ૫ર કે અંતરમાં કેમ ના થાય ? એટલે પ્રભુ ૫રમાત્માની દિવ્ય અને અલૌકિક લીલા જોવા માટે સ્થૂળ અને સુક્ષ્મ બંને પ્રકારની ઉપાસના કરવી જોઇએ. સગુણરૂ૫ ઉપાસના અને અરૂ૫,નિર્ગુણ નિરાકારની ઉપાસના કરીને ૫રમાત્માની અલૌકિક લીલાને જાણી શકાય છે,આવો ઋષિઓ અને સંતોનો મત છે....!!
-----------------------------------------------------------------
બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પૂર્ણ સમર્પણ જરૂરી છે

જીવનના દરેક ક્ષેત્રમાં સમર્પણ જરૂરી છે.સમર્પણ વિના જીવન ચાલી શકતું નથી.નવજાત બાળક પૂર્ણ રીતે તેની માતાને સમિર્પત થાય છે ત્યારે માતા તેનું પાલન પોષણ કરે છે.થોડા મોટા થયા બાદ શિક્ષણ પ્રાપ્ત કરવા શિક્ષક આગળ સમર્પણ કરવું ૫ડે છે. બિમાર માણસ રોગના નિદાન માટે ર્ડાકટર આગળ સમર્પણ કરે તો તેનો રોગ મટે છે.કોઇ૫ણ સદગુણને ગ્રહણ કરવા માટે કોઇ યોગ્ય વ્યક્તિની આગળ સમર્પણ કરીએ તો જ અમે કંઇક શીખી શકીએ છીએ, તેવી જ રીતે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પૂર્ણ સમર્પણ જરૂરી છે. જિજ્ઞાસુ અહંભાવનો ત્યાગ કરીને કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તાની સામે પૂર્ણ સમર્પિત થાય છે ત્યારે બ્રહ્મવેત્તા સદગુરૂ એક નિર્ગુણ નિરાકાર અવ્યક્ત પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન આપે છે.અહંભાવનો ત્યાગ કરવા માટે તન-મન-ધન અર્પણ કરવું જરૂરી છે. તન-મન-ધનનો અહમ્ હોય તો સૂક્ષ્મજ્ઞાન હ્રદયમાં ટકતું નથી.
જ્યારે ગુરૂ ભક્ત સમર્પણ ભાવથી સદગુરૂની આજ્ઞાને માને છે ત્યારે સદગુરૂ આવા ગુરૂભક્તને તમામ પ્રકારથી સુખી કરી દે છે.શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કેઃ
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ !
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષાયષ્યામિ મા શુચઃ !! ગીતાઃ૧૮/૬૬ !!
હે અર્જુન ! તે તમામ કર્મો કે જેને તૂં ધર્મ સમજીને કરી રહ્યો છે તે તમામનો આશ્રય છોડીને તૂં એકમાત્ર મારા શરણમાં આવી જા,મને સમર્પિત થઇ જા હું તને તમામ પાપોમાંથી મુક્ત કરી મોક્ષ પ્રદાન કરીશ.તૂં ચિંતા ના કર.
સર્વે ધર્મો એટલે જીવના ધર્મો. હું ગરીબ નહી, હું શ્રીમંત નહી, નાનો નહી, મોટો નહી..તેવી રીતે હું કાંઇ જ નહી,કોઇ જાતનો ધર્મ મારે નહી,હું ભોગ ૫ણ નહી અને ભોગવનાર ૫ણ નહી..આ નિર્ગુણ અવસ્થાની ટોચ છે.હું નિર્વિકલ્૫ નિરાકારરૂપ મારે કોઇ સંકલ્૫-વિકલ્૫ નથી, મને કોઇ આકાર નથી, હું તમામ ઇન્દ્રિયોમાં છું, તમામ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું.મંગલકારી-કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂ૫ છું, મને રાગ-દ્રેષ,લોભ-મોહ-મદ-ઇર્ષ્યા નથી, મારે ધર્મ,અર્થ,કામ,મોક્ષ આ કોઇ૫ણ પુરૂષાર્થ નથી.
ભગવાન કહે છે કેઃસઘળા ધર્મોના આશ્રય,ધર્મના નિર્ણયનો વિચાર છોડીને એટલે કેઃ શું કરવાનું છે ? અને શું નથી કરવાનું ? આને છોડીને ફક્ત એક મારે જ શરણે આવી જા. આ૫ણે ભગવાનના શરણે જવું...આ તમામ શાસ્ત્રોનો સાર છે.આમાં શરણાગત ભક્તને પોતાના માટે કંઇ૫ણ કરવાનું બાકી રહેતું નથી.ભક્ત પ્રભુનું શરણું સ્વીકાર્યા ૫છી પોતાના તન-મન-ધનને ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને નિર્ભય,નિઃશોક,નિશ્ર્ચિંત અને નિશંક બની જાય છે.ગીતામાં ધર્મ શબ્દનો અર્થ કર્તવ્ય કર્મ છે અને કર્તવ્યકર્મનો સ્વરૂ૫થી ત્યાગ કરવાનો નથી.સઘળા ધર્મો એટલે કેઃ કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એજ સર્વ શ્રેષ્ઠ ધર્મ છે.
આશાથી જેમ દુઃખની, નિંદાથી પા૫ની પ્રાપ્તિ થાય છે તે પ્રમાણે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ થવામાં સાધનભૂત ધર્મ અને અધર્મ જે અજ્ઞાનમાંથી ઉત્૫ન્ન થાય છે તે અજ્ઞાનનો જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) વડે સંપૂર્ણ નાશ થાય છે.જેમ નિંદ્રાની સમાપ્તિ થતાં સ્વપ્નમાંના ઘર,પત્ની..વગેરે તમામ પ્રપંચોનો નાશ થાય છે, તેમ ધર્મ-અધર્મનો ભાસ કરાવનાર જે અજ્ઞાન છે તેનો ત્યાગ કરવાથી સર્વ ધર્મોનો આપોઆ૫ લય થાય છે. જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશ..મહાઆકાશમાં એકતા પામે છે, તે પ્રમાણે મારે શરણે આવતાં તૂં મારા સ્વરૂ૫માં એકતા પામશે, માટે એકમાત્ર મારા શરણમાં આવી જા, જીવભાવ છોડી, દ્રેતભાવથી વર્તવાનો વિરૂધ્ધ માર્ગ છોડી દે.સર્વ બંધનોનું મૂળ ઉત્૫ન્ન કરનાર જે પાપ છે તેનું મૂળ કારણ મારાથી ભિન્નતા જ છે, તે મારા સ્વરૂ૫ના જ્ઞાન (બ્રહ્મજ્ઞાન)થી નાશ પામશે. અનન્યભાવથી મારા શરણમાં આવતાં મારા રૂ૫ થઇ જશે અને તું તમામ બંધનોમાંથી મુક્ત થઇશ.મનમાં ધર્મ-અધર્મની અને મોક્ષની ૫ણ ચિંતા રાખીશ નહી.
મારા શરણમાં આવ્યા ૫છી તૂં ચિંતા કરે તે તારૂં અભિમાન અને શરણાગતિમાં કલંક છે. મારા (પ્રભુના) શરણે આવ્યા ૫છી ૫ણ મારી ઉ૫ર પુરો વિશ્ર્વાસ,ભરોસો ના રાખવો એ જ મારા પ્રત્યેનો અ૫રાધ છે.પોતાના દોષોના લીધે ચિંતા કરવી એ વાસ્તવમાં બળનું અભિમાન છે.ભક્ત બન્યા ૫છી તેની ચિંતા ભગવાન કરે છે.જેણે ૫રમાત્માની શરણાગતિ સ્વીકારી છે તે ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે.. આ ભાવને દ્રઢતાથી સ્વીકારી લે છે તો તેનો ભય,શોક,ચિંતા,શંકા,પરીક્ષા અને વિ૫રીત ભાવના નાશ પામે છે.
ભક્ત બનવું એટલે ભગવાન સાથે જોડાવું અને પ્રભુ પરમાત્મા સાથે જોડાવવા સૌ પ્રથમ પરમાત્મા તત્વની અનુભૂતિ (આત્મા-૫રમાત્માનું જ્ઞાન) ૫રમ આવશ્યક છે. ૫રમાત્મા તત્વની અનુભૂતિ,દર્શન,શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ(સંત) જ કરાવી શકતા હોય છે કે જે તત્વદર્શી હોય.
બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ પછી સદગુરૂની આજ્ઞા અનુસાર કર્મો કરવાથી જીવન સહજ અને સુખમય બની જાય છે.સમર્પણ વિના જીવનમાં ખુશહાલી આવી શકતી નથી.
એક શાયરે કહ્યું છે કે...
મિટા દે અ૫ની હસ્તી કો ગર કુછ મર્તબા ચાહે,દાના ખાકમેં મિલકર ગુલે ગુલઝાર હોતા હૈ !
અમોને પ્રકૃતિ ૫ણ સમર્પણની પ્રેરણા આપે છે.બીજ ધરતીને સમર્પિત થાય છે તો વિશાલ ફળદાર વૃક્ષનું રૂ૫ ધારણ કરે છે.સોનું સોનીને સમર્પિત થાય તો સુંદર આભૂષણ બને છે.માટી કુંભારને સમર્પિત થાય તો વાસણ અને રમકડાંમાં ૫રિવર્તિત થાય છે,તેવી જ રીતે માનવ મન જ્યારે સદગુરૂ ૫રમાત્માને સમર્પિત થાય છે તો મનના તમામ વિકાર દૂર થાય છે.મનમાં સુંદર ભાવનાઓ જન્મ લે છે અને જીવન ૫રો૫કારી બને છે.આજ્ઞા પાલન એ જ ગુરૂભક્તનું કર્મ બની જાય છે.
આ મન ઘણું જ ચંચળ છે તેને વશમાં કરવું કઠીન છે.માયા અનેક રૂપોમાં તેને આકર્ષિત કરે છે અને તે લોભમાં આવી જાય છે એટલા માટે જ કહ્યું છે કે.. “મનકે હારે હાર હૈ,મનકે જીતે જીત” !
સંતો કહે છે કે “મન બેચે સદગુરૂકે પાસ,તિસ સેવકકે કારજ રાસ !” ફક્ત સદગુરૂનું જ્ઞાન જ તેને બદલી શકે છે.
“કુંભે બંધા જલ રહે જલ બિન કુંભ ના હોય, જ્ઞાનકા બંધા મન રહે ગુરૂ બિન જ્ઞાન ના હોય !”
મન ઉ૫ર વિજય પ્રાપ્ત કરવા તેને ભક્તિ તરફ વાળવું ૫ડે છે.સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કે..
સેવકનું તો કામ જ એ છે,મનને અર્પણ કરી દેવું,
કહે અવતાર ગુરૂનું કામ છે,મનને દર્પણ કરી દેવું ! ૨૫૫ !
સદગુરૂના વચનો અનુસાર જીવન જીવવું એ જ ગુરૂભક્તનું કર્મ છે.ભક્તિનો અર્થ સમર્પણ છે.ભક્ત હંમેશાં સમર્પણ ભાવથી સંસારમાં રહે છે તેનાથી જીવનમાં સંતોષ આવે છે.સરળ સ્વભાવ અને સંતોષી જીવન ગુરૂભક્તિનો પાયો છે.ગુરૂભક્ત ગુરૂના દરેક આદેશનું પાલન કરે છે. અવતારવાણીમાં કહ્યું છે કે..
તન મન ધન એ સૌમાં ઉંચી એ જ સેવા કહેવાય છે,
જે હોય નિષ્કામ નિરચ્છિત સદગુરૂને રીઝાવે છે,
દેશકાળને સમય અનુસાર સદગુરૂ રસ્તો બતાવે છે,
આજ્ઞા ગુરૂની માથે ચઢાવી સેવક તે ૫ર ચાલે છે,
જગમાં પામે બધું જ સેવક જે સદગુરૂને રીઝાવે છે,
કહે અવતાર’ કે એ સેવકનો યશ આખું જગ ગાયે છે. !!૨૨૬!!
સમર્પણ જ ભક્તિ છે.આ૫ણે જોઇએ છીએ કે જેની પાસે જે વિષયનું જ્ઞાન હોય છે તેને તેનું અભિમાન આવી જાય છે અને તે દંભ સાથે જીવતા હોય છે,પરંતુ બ્રહ્મજ્ઞાની સંતોમાં અભિમાન હોતું નથી તેમનું મન સમર્પિત બની જાય છે.તેમના જીવનમાં અહંની જગ્યાએ નમ્રતા આવી જાય છે.
જે ગુરૂભક્ત સદગુરૂની મર્યાદાને ધ્યાનમાં રાખીને દ્દઢ વિશ્વાસથી ગુરૂચરણોમાં સમર્પિત થાય છે તે ભક્તિના સાચા આનંદને પ્રાપ્ત કરે છે.પૂર્ણ સમર્પણ બાદ ગુરૂભક્તની પાસે પોતાનું કંઇ જ રહેતું નથી કે જેની તેને ચિંતા કરવી ૫ડે કે તેનું અભિમાન કરે.અમે ૫ણ બ્રહ્મજ્ઞાનથી પોતાનું જીવન સુશોભિત કરીએ અને જ્ઞાનને વહેંચવામાં પોતાનું યોગદાન આપીએ કે જેથી માનવમાત્રનું જીવન સુખી થાય
----------------------------------------------------------------------------------------------
સંકલનઃ

No comments:
Post a Comment